________________
- ટૂંકસાર -
.: શાખા - ૩ : અહીં દ્રવ્ય, ગુણ અને પર્યાય વચ્ચે અભેદની સિદ્ધિ કરવામાં આવે છે.
દ્રવ્ય, ગુણ અને પર્યાય સર્વથા ભિન્ન નથી. જીવદ્રવ્ય અને ચૈતન્યગુણ વચ્ચે સર્વથા ભેદ નથી. જ્ઞાનને જીવથી સર્વથા ભિન્ન માનવામાં જીવ અજ્ઞાની બનવાની આપત્તિ આવે. ઘડો રક્તસ્વરૂપે અને આત્મા ચૈતન્યસ્વરૂપે પ્રત્યક્ષસિદ્ધ છે. માટે તેમાં અભેદ સિદ્ધ થાય છે. (૩/૧-૨)
આ ઘડો લાલ થયો' - આ વાક્ય લાલ રંગ અને ઘડા વચ્ચે અભિન્નતાને જણાવે છે.(૩૩)
માટીમાંથી ઘડો બને છે. માટી અને ઘડો એક જ = અભિન્ન છે. માટે માટીના જેટલું વજન ઘડામાં જણાય છે. જો બે અલગ હોય તો ઘડામાં ઘડાનું + માટીનું એમ બમણું વજન મળે.(૩/૪)
આ અભેદ સમૂહકૃત એત્વસ્વરૂપે હોય. જેમ કે સેના અને સૈનિકો વચ્ચે અભેદ. દ્રવ્યપરિણામકૃત એકત્વસ્વરૂપે પણ અભેદ હોય. જેમ કે મકાન અને ઈંટ-સિમેન્ટ વગેરે વચ્ચે અભેદ.(૩/૫)
દ્રવ્ય પોતાના ગુણથી અને પર્યાયથી અભિન્ન છે. જેમ કે સોનું પીળા રંગ સ્વરૂપ ગુણથી અને હારસ્વરૂપ પર્યાયથી અભિન્ન છે. માટે પીળા હાર વગેરેને જોઈને ‘આ સોનું છે' - એવું બોલાય છે. તથા “જે સોનું છે તે જ હાર છે અને પીળું પણ તે જ છે' - એવું પણ બોલાય છે.(૩/૬)
આ અભેદ ન માનો તો ઉપાદાનકારણભૂત સુવર્ણમાંથી હાર સંભવી ન શકે. તથા ઉપાદાનકારણભૂત આત્મામાં કેવળજ્ઞાન વગેરે ક્ષાયિક પર્યાયો પ્રગટ થઈ ન શકે. (૩/૭)
સામે ન દેખાતા ગુણો અને પર્યાયો દ્રવ્યમાં સુષુપ્ત રીતે રહેલા હોય છે. તેને દ્રવ્યની “તિરોભાવ શક્તિ કહેવાય. તથા દ્રવ્યમાં પ્રગટ થયેલા જે ગુણો અને પર્યાયો છે તેને દ્રવ્યની ‘આવિર્ભાવ શક્તિ' કહેવાય. તેથી સિદ્ધમાં સિદ્ધત્વની આવિર્ભાવશક્તિ જાણવી. છબસ્થમાં સિદ્ધત્વની તિરોભાવ શક્તિ જાણવી. (૩૮)
નૈયાયિક અસત્કાર્યવાદી છે. તેના મતે “માટીમાંથી ઘડો બને તે ઘડો માટીમાં પૂર્વે કદાપિ હાજર ન હોય.” પણ આ વાત સંગત નથી થતી. કારણ કે ઘડો ઘડાસ્વરૂપે હાજર ન હોય તે સમયે પણ માટી સ્વરૂપે હાજર હોય જ છે. આથી યોગાચાર નામના બૌદ્ધને યાદ કરાવતો નૈયાયિકનો અસત્કાર્યવાદ યોગ્ય નથી. (૩૯-૧૦-૧૧)
“આ માટીમાંથી ઘડો બનાવીશ' - આવું કુંભારનું વાક્ય માટીમાં ઘડાના અસ્તિત્વને સૂચવે છે. તે જ રીતે પાપી વ્યક્તિને વિશે પણ “આ સિદ્ધ થશે' - એમ વિચારી જીવમૈત્રીને વિકસાવવી.(૩/૧૨)
ઘડો માટીમાં યોગ્યતા સ્વરૂપે ન હોય અને છતાં ઘડો બને તો અસત્ ઘડાની જેમ અસત્ શશશૃંગ પણ તેમાંથી બને તેવું માનવું પડે. તથા કુંભાર માટીમાંથી ઘડાને પ્રગટ કરે તેમ કોઈક આપણામાં દોષોને જણાવે ત્યારે ખેલદિલીથી તેને સ્વીકારીને સુધારણા કરવી. (૩/૧૩)
જે અસત્ હોય તેનું જ્ઞાન કે ઉત્પત્તિ અશક્ય છે. તેથી આપણામાં ક્ષાયિક જ્ઞાન, વીતરાગદશા વગેરે ક્ષાયિક ગુણો કેવલીઓએ જોયા છે. તેથી તેને પ્રગટાવવાના પ્રામાણિક પ્રયત્ન કરવા. (૩/૧૪)
વાસ્તવમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય વચ્ચે ભેદાભેદ ઉભય છે. માટે ભેદને લક્ષમાં રાખી પ્રાપ્ત ગુણને ટકાવવા તથા જે ગુણો મળેલ નથી તેને મેળવી અભિન્નરૂપે પરિણાવવા પ્રયત્નશીલ બનવું. (૩/૧૫)