________________
૫૪
परामर्श:
[ અધ્યાત્મ અનુયોગ સહિત
द्रव्येणाऽलं गुणस्यैव पर्यायदलताऽस्ति चेत् ? । गुणनामविशेषादि गुणपर्यायसम्भवः ।।२/१३॥
* પર્યાયકારણ ગુણ નથી : શ્વેતાંબર
શ્લોકાર્થ :- જો ગુણ જ પર્યાયનું ઉપાદાનકારણ હોય તો દ્રવ્યથી સર્યું. ગુણના પરિણામની વિશેષ કલ્પનાથી જ ગુણના પર્યાય સંભવે. (અર્થાત્ પર્યાયનું ઉપાદાનકારણ દ્રવ્ય જ છે.) (૨/૧૩) * અધઃપતનમાં જવાબદારી આપણી
આધ્યાત્મિક ઉપનય :- ‘તમામ પર્યાયનું ઉપાદાનકારણ ગુણ નથી, પરંતુ દ્રવ્ય જ છે' આ વાત આધ્યાત્મિક જગતમાં અત્યંત ઉપયોગી છે. આપણા રાગ-દ્વેષ આદિ કે નરક, તિર્યંચ આદિ પર્યાયોનું કારણ આપણે પોતે જ છીએ. બીજી કોઈ વ્યક્તિને, કાળને, કર્મને, ક્ષેત્રને કે અન્ય કોઈ અદશ્ય શક્તિને ઉપાદાનકારણ તરીકે તેમાં જવાબદાર ગણાવી ન શકાય. મતલબ કે આપણા અધઃપતનમાં ફકત આપણે
.
છૂટી જ જવાબદાર છીએ. તેમજ ઝળહળતો વૈરાગ્ય, પ્રકૃષ્ટ ઉપશમભાવ, નિર્મળ જ્ઞાનદશા, ઉજ્જવળ અધ્યવસાયો, શુભલેશ્યા આદિ પ્રશસ્ત પર્યાયો પણ આપણા જ આત્મદ્રવ્યમાંથી પ્રગટ થવાના છે. બહિર્મુખ આત્મદ્રવ્ય મલિન પર્યાયનું ઉપાદાનકારણ છે. તથા અંતર્મુખ શુદ્ધ આત્મદ્રવ્ય એ ઉજ્જવળ પર્યાયનું ઉપાદાનકારણ છે. માટે સિદ્ધત્વદશા સ્વરૂપ સર્વોત્કૃષ્ટ શુદ્ધ પર્યાયને પ્રગટ કરવાની કામનાવાળા આત્માર્થી જીવે પોતાના આત્મદ્રવ્યને સમજણપૂર્વક અંતર્મુખ બનાવી શુદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું. * નિરાશાવાદમાંથી બહાર નીકળીએ
પરંતુ (૧) કાળ વિષમ છે. (૨) નિમિત્તો વિચિત્ર છે. (૩) સંઘયણ નબળું છે. (૪) યાદદાસ્ત કમજોર છે. (૫) સહાય કરનારા કોઈ મળતા નથી. (૬) કેવળજ્ઞાનીનો અને યુગપ્રધાનોનો વિરહ છે. (૭) દેવોનું સાન્નિધ્ય દુર્લભ છે. (૮) મંત્રનું ફળ પ્રત્યક્ષપણે મળતું નથી. (૯) ભવિતવ્યતા વિચિત્ર છે. (૧૦) મારું નસીબ વાંકું છે. (૧૧) કુસંસ્કારોનું મારા ઉપર જબરું વર્ચસ્વ છે - આવા નિરાશાવાદના વમળમાં ફસાવાને બદલે મોક્ષલક્ષતા કેળવી, આરાધનાની શક્તિ છુપાવ્યા વિના સ્વભૂમિકાયોગ્ય પંચાચાર પાલનના માધ્યમે આત્મદ્રવ્ય ઉપર દૃષ્ટિને રુચિપૂર્વક સ્થિર કરવામાં આવે તો નિર્મળ રત્નત્રયના પર્યાયો અચિરકાળમાં પ્રગટ થયા વિના રહે નહિ. તેનાથી વિવેકમંજરીમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ તાત્કાલિક પ્રગટે. ત્યાં આસડ કવિએ જણાવેલ છે કે ‘સિદ્ધ ભગવંતનું સ્વરૂપ અનંતજ્ઞાન-અનંતદર્શન-અનંતશક્તિ -અનંતસુખમય છે.' (૨/૧૩)