________________
૩૨૪
[ અધ્યાત્મ અનુયોગ સહિત ૪ ભેદ-અભેદરવભાવ માનવા જરૂરી છે Oિ :- સંજ્ઞા, સંખ્યા વગેરેના ભેદથી ગુણ-ગુણી વગેરેમાં ભેદસ્વભાવ રહેલો છે. તથા તેમાં અનન્યવૃત્તિ સ્વરૂપ સુંદરલક્ષણવાળો અભેદસ્વભાવ જાણવો. જો ભેદસ્વભાવ ન હોય તો સર્વત્ર એકરૂપતા આવવાના લીધે દ્રવ્યાદિનો વ્યવહાર નહિ થઈ શકે. તથા અભેદસ્વભાવ ન હોય તો નિરાધાર એવા ગુણ-પર્યાયની બુદ્ધિ નહિ થઈ શકે. (૧૧/૧૦)
જ ભેદભેદરવભાવનો ઉપદેશ સાંભળીએ છે
કરી :- ગુણ-ગુણી વગેરેમાં બતાવેલ ભેદભેદસ્વભાવ દ્વારા આપણે એવો ઉપદેશ ૫ ગ્રહણ કરવા યોગ્ય છે કે – અપ્રગટ વિશુદ્ધ ગુણ-પર્યાય વગેરે તમારા કરતાં ભિન્ન છે. માટે તેને પ્રગટ ન કરવાનો ઉદ્યમ કરો. બીજામાં દેખાતા દોષ તેના આત્માથી ભિન્ન હોવાથી દોષગ્રસ્ત વ્યક્તિ પ્રત્યે દ્વેષ ધ્યા ન કરો, તેના પ્રત્યે વિશેષરૂપે મૈત્રીભાવને ટકાવી રાખો. એ જ રીતે દેહાદિ વિભાવપર્યાયો અને પર્યાયી ભ એવો આત્મા - આ બન્ને વચ્ચે પરમાર્થથી ભેદ રહેલો છે' - આવું જાણીને નશ્વર દેહ, ઈન્દ્રિય વગેરેની " સમ્યફ રીતે ઉપેક્ષા કરીને શાશ્વત નિજ આત્મદ્રવ્યની જ ઉપાસના કરવી જોઈએ. આવું થાય તો જ એ ભેદસ્વભાવ મોક્ષપર્યન્તના સાધ્યોને સાધનારો બની શકે. આ જ અભિપ્રાયથી સ્વામિકુમારે કાર્તિકેય અનુપ્રેક્ષામાં
જણાવેલ છે કે “આત્મસ્વરૂપથી દેહ પરમાર્થથી ભિન્ન છે - તેવું જાણીને પોતાના આત્માને જ જે ભજે શું છે, તેનો અન્યત્વસ્વભાવ કાર્યકારક બને છે.” ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે વો જે જણાવેલ છે તે પણ અહીં યાદ કરવા યોગ્ય છે. ત્યાં સુપાર્શ્વજિનદેશનામાં જણાવેલ છે કે “જે સાધકો છે. આત્મા અને શરીર વચ્ચેનો ભેદ સાચી રીતે સ્વીકારે છે, તેઓના શરીરમાં પ્રહાર વગેરે થવા છતાં પણ ' તેઓનો આત્મા દુઃખી થતો નથી.” આત્મા આત્મામાં રહે અને શરીર શરીરમાં રહે – તેવી ધન્ય દશાને તેઓ અનુભવતા હોય છે. આ ભેદસ્વભાવનું હાર્દ છે.
જ્યારે બીજી બાજુ અભેદસ્વભાવનું તાત્પર્ય એમ છે કે – બીજાના અપ્રગટ ગુણો તેના આત્માથી અભિન્ન હોવાથી વિદ્યમાન જ છે. ફક્ત છદ્મસ્થ હોવાથી તે ગુણો તમને દેખાતા નથી. સર્વજ્ઞ ભગવંતો તેના આત્માને અનંતગુણસમૃદ્ધ સ્વરૂપે સાક્ષાત્ જોઈ રહેલા જ છે. તથા દોષો અંગે તમારો અભેદસ્વભાવ પોતાનું કામ કરી ન બેસે તે માટે અત્યંત સાવધાન રહેવું. ગુણો સાથેના તમારા અભેદસ્વભાવને જ સક્રિય (Active) બનાવશો તો ઝડપથી બેડો પાર થઈ જશે. વિશેષાવશ્યકભાષ્યમલધારવૃત્તિમાં ઉદ્ધત કરેલી કારિકામાં જે મોક્ષસ્વરૂપ જણાવેલ છે, તે ત્યારે દૂર રહેતું નથી. ત્યાં જણાવેલ છે કે “તે મુક્તાત્મા પરમસુખી છે. કારણ કે તેને કોઈ પીડા નથી. તથા તે સર્વજ્ઞ છે. પોતાના શુદ્ધસ્વરૂપમાં રહેલા કેવલ લાયકસ્વભાવવાળા આત્માને અહીં જે પીડાનો અભાવ છે, તે પરમસુખ છે.” (૧૧/૧૦)