________________
૩૧૦
[ અધ્યાત્મ અનુયોગ સહિત વિશેષગુણોનું પ્રતિપાદન - જ્ઞાન, દષ્ટિ, સુખ, વીર્ય (= શક્તિ), સ્પર્શ-રસ-ગંધ-વર્ણ અને ગતિ-સ્થિતિ-અવગાહના -વર્તનાતુતા વિશેષરૂપે ગુણો જાણવા. તથા ચેતનતા આદિ ચાર વિશેષ ગુણો છે. તેથી ૧૬ વિશેષગુણો જાણવા. પુદ્ગલમાં અને આત્મામાં છ-છ ગુણો છે. તે બે સિવાયના ચાર દ્રવ્યોમાં ત્રણ-ત્રણ વિશેષ ગુણ છે. (૧૧/૩)
થી વિશેષગુણનો ઉપદેશ થી
- જ્ઞાનમાં કેવલજ્ઞાન, દર્શનમાં કેવલદર્શન, સુખમાં અતીન્દ્રિય સુખ, શક્તિમાં ક્ષાયિક શક્તિ - આ ચાર વિશેષગુણો વિશુદ્ધતમ છે.
(૧) તેથી તેને પ્રગટ કરવા એ જ પ્રત્યેક આત્માર્થી જીવનું પરમ લક્ષ્ય છે. (૨) અમૂઢલક્ષ્યવાળા જીવો સાધના કરતી વખતે આ આધ્યાત્મિક લક્ષ્યને ચૂકતા નથી. (૩) આ લક્ષ્યને સિદ્ધ કરવામાં બાધક બને તેવી પ્રવૃત્તિ તેઓ કરતા નથી. (૪) લક્ષ્યને ભૂલાવી દે તેવી કોઈ પણ પ્રવૃત્તિ તેઓ કરતા નથી. (૫) આ લક્ષ્યની નજીક પહોંચાડે તેવી પ્રવૃત્તિમાં આત્માર્થી જીવો જરા ય કંટાળતા નથી.
(૬) સાધના કરવાની પદ્ધતિ પણ તેવી જ હોય છે કે સાધનાનું અહંકારાદિરૂપે અજીર્ણ તેઓને છે થતું નથી. તેથી તેઓ લક્ષ્યથી દૂર જતા નથી.
(૭) બહુ ઝડપથી નિર્વિઘ્નતયા મુખ્ય લક્ષ્યને સિદ્ધ કરવાની ઝંખના, તેના ઉપાયની વિચારણા, સાધનામાં તત્પરતા, મોહોદય વખતે સાવધાની-જાગૃતિ આત્માર્થી જીવોમાં વણાયેલી જોવા મળે છે.
આ સાત બાબતમાં સદા લક્ષ્ય ટકી રહે તો જ તાત્ત્વિક આત્માર્થીપણું પ્રગટ થઈ શકે. તથા તેનાથી જ નવતત્ત્વસંવેદનમાં દર્શાવેલ શુદ્ધાત્મા શીવ્રતાથી પ્રગટે. શ્રાદ્ધવર્ય અંબપ્રસાદજીએ ત્યાં જણાવેલ છે કે “જે શાશ્વત, મુક્તિપુરીવાસી, કર્તવ્યના પારને પામેલ, સદાઆનંદમય, સર્વજ્ઞ, પરમેશ્વર છે તે જ પરમાત્મા = શુદ્ધાત્મા છે.” (૧૧/૩)
ક
.