________________
परामर्श::रे समाचर
દ્રવ્ય-ગુણ-૫યાયનો રાસ + ટબો (૧/૨)]
૨૭૫ :,रे समाचर सम्यक्त्वम्, तद् विना ध्यन्धता क्रिया। तद् विना हठमार्गस्थाः तेषां जात्यन्धता ध्रुवा ।।१०/२।। (युग्मम्)
रे समाचर सम्यक्त्वम्।। ध्रुवपदम् ।। રે ભવ્યાત્મા ! સમ્યક્તને આદરો. તેના વિના ક્રિયા મતિઅંધતા છે. તેના વિના જેઓ હઠમાર્ગે પડેલા છે તેઓને ચોક્કસ જન્માંધ જાણવા. (૧૦/૨) (યુ...)
રે ભવ્ય પ્રાણી ! શુદ્ધ સમકિતને આદરો. (ધ્રુવપદ)
( વમતિકલ્પના તજીએ આધ્યાત્મિક ઉપનય :- “આગમ મુજબ દ્રવ્યાદિના ભેદ કહેવાય છે' - આ પંક્તિ એમ જણાવે છે કે આત્માર્થી સાધક દરેક બાબતમાં આગમને આગળ ધરે છે. પોતાની મતિકલ્પનાને ખસેડી, અંધશ્રદ્ધાને હટાવી સર્વદા, સર્વત્ર આગમદષ્ટિને મુખ્ય બનાવવામાં આવે તો જ પુદ્ગલદષ્ટિ ખસી, તાત્ત્વિક આત્મદષ્ટિ -આત્મરુચિ-આત્મજિજ્ઞાસા-આત્મસંવેદનકામના પ્રગટે. ત્યાર પછી જ સમ્યજ્ઞાનાદિની પ્રાપ્તિ શક્ય છે. તથા તે સમ્યજ્ઞાનાદિની શુદ્ધિ કરવા માટે લબ્ધિસારમાં નેમિચન્દ્રજીએ જણાવેલ નિમ્નોક્ત પદ્ધતિ મુજબ 25 સિદ્ધ ભગવંતને પ્રાર્થના કરવી કે “ત્રણ લોકથી પૂજાયેલ કેવલજ્ઞાનરૂપી બોધવાળા, કર્મરૂપી અંજનથી રહિત અને નિત્ય એવા તે સિદ્ધ ભગવંત મને શ્રેષ્ઠ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધિ અને સમાધિ આપો” [0] - આ આધ્યાત્મિક સંદેશની આત્માર્થી જીવે નોંધ લેવી.(૧૦/૧)
જ ક્રિયાકાંડી નહિ, ક્રિયાયોગી - જ્ઞાનયોગી બનીએ જ તારક જિનેશ્વર ભગવંતોએ જ્ઞાનયોગના અને ક્રિયાયોગના સમુચ્ચયરૂપ-સમન્વય સ્વરૂપ મોક્ષમાર્ગ છે. જણાવેલો છે. પોતાની શક્તિ છૂપાવ્યા વિના સ્વભૂમિકાયોગ્ય આચરણ કરવામાં મસ્ત રહેલા શાસ્ત્રવિશારદ છે આત્મજ્ઞાની પુરુષો પાસે જ્ઞાનયોગ રહેલો છે. તથા ગૌણ-મુખ્યભાવે જિનાજ્ઞાની જાણકારી મેળવનાર કે મેળવવા પ્રયત્ન કરનાર આચારચુસ્ત સાધક પાસે ક્રિયાયોગ રહેલો છે. પરંતુ ભગવાનની આજ્ઞા છે. મુજબ ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહાર, જ્ઞાન-ક્રિયા વગેરે બાબતમાં ગૌણ-મુખ્ય ભાવની જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યા વિના, પોતાની બુદ્ધિથી અનુકૂળ લાગતી એવી શાસ્ત્રોક્ત પણ ક્રિયા હઠમાર્ગ છે. આપણે હઠમાર્ગી કે ક્રિયાકાંડી બનવાનું નથી પરંતુ જ્ઞાનયોગી અને ક્રિયાયોગી ઉભય બનવાનું છે, જ્ઞાન-ક્રિયાઉભયનો સમન્વય કરવાનો છે. તે માટે સમકિત, દ્રવ્યાનુયોગનો અભ્યાસ, ગ્રંથિભેદ વગેરે બાબતમાં ઊંડો, હાર્દિક અને માર્મિક પ્રયત્ન કરવો અનિવાર્ય બની જાય છે. તેનાથી ક્રમશઃ આગળ વધતાં નિયમસારમાં જણાવેલ મોક્ષ સુલભ થાય છે. ત્યાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે “જ્યાં ઈન્દ્રિયો નથી, ઉપસર્ગો નથી, મોહ નથી, વિસ્મય નથી, નિદ્રા નથી, તૃષ્ણા નથી (= ભોગતૃષ્ણા કે તરસ નથી) ત્યાં જ નિર્વાણ છે. જ્યાં કર્મ-નોકર્મ નથી, ચિંતા નથી, આર્ત-રૌદ્ર ધ્યાન નથી, ધર્મ-શુક્લ ધ્યાન નથી ત્યાં જ નિર્વાણ છે.” આ પ્રમાણેનો આધ્યાત્મિક સંદેશ પ્રસ્તુત શ્લોક દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય છે. (૧૦(૨)