________________
ચિરસ્મરણીય ઉપકરશૃંખલા • • પરમ પૂજ્ય સિદ્ધાંતમહોદધિ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, પરમારા ધ્યપાદ વર્ધમાન
તપોનિધિ દાદાગુરુદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા, પૂજ્યપાદ સુવિશાલગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજનીય દીક્ષાગુરુદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા., પરમ વંદનીય વિદ્યાગુરુદેવ શ્રીમદ્ વિજય જયસુંદરસૂરીશ્વરજી મ.સા., પરમોપકારી ભવોદધિતારક ગુરુદેવ પંન્યાસ પ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજયજી મ.સા. વગેરે અનેક ગુરુવર્યોના મંગલ આશિષ અને પ્રેરક પીઠબળથી જ પ્રસ્તુત ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તથા
અધ્યાત્મ અનુયોગ' સંબંધી સંશોધન-લેખન-સંપાદન-પ્રકાશનાદિ કાર્ય નિર્વિને પૂર્ણ થયેલ છે. પ્રસ્તુત ગ્રંથના સંશોધન માટે વિવિધ જ્ઞાનભંડારોમાંથી કુલ ૩૬ હસ્તપ્રતોની પ્રતિનકલ મને આપવાની ઉદારતા કરનારા નિમ્નલિખિત મહાત્માઓની તથા સુશ્રાવકોની સહાય મેં ભૂલાય ? (૧) શ્રીલાસસાગરસૂરિ જ્ઞાનભંડાર-કોબા પૂજ્ય આચાર્યદેવ શ્રીપદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.
પૂજ્ય પંન્યાસપ્રવર શ્રીઅજયસાગરજી મ.સા. (૨) સિદ્ધિ-ભુવન-જંબૂવિજયજી જ્ઞાનભંડાર-માંડલ પૂજ્ય મુનિરાજ શ્રીજંબૂવિજયજી મ.સા. (૩) ભાભાનો ભંડાર - પાટણ
પૂજ્ય આચાર્યદેવ શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ.સા. (૪) પૂજ્ય નયવિજયજી મ.સા. કૃત પ્રથમાદર્શ પૂજ્ય મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી મ.સા. (૫) એલ.ડી. ઈન્સ્ટીટ્યુટ
પંડિતવર્ય શ્રીજિતેન્દ્રભાઈ શાહ (૬) સંવેગી ઉપાશ્રય - જ્ઞાનભંડાર (અમદાવાદ)ટ્રસ્ટીગણ (૭) લીંબડી જ્ઞાનભંડાર
ટ્રસ્ટીગણ (૮) મોરબી જ્ઞાનભંડાર
છબીલભાઈ આદિ ટ્રસ્ટીગણ (૯) મુંબઈ જ્ઞાનભંડાર
શિરીષભાઈ સંઘવી • પરમ પૂજ્ય તકનિપુણમતિ શ્રીમદ્ વિજય પુણ્યરત્નસૂરીશ્વરજી મ.સા. વગેરે અનેક વિદ્વાન
સંયમીઓએ પોતાનો અમૂલ્ય સમય ફાળવી સંશોધન-મુફરીડિંગાદિ કરવા દ્વારા પ્રસ્તુત પ્રકાશનની ઉપાદેયતામાં જબ્બર વધારો કર્યો છે. કુલ ૩૬ હસ્તપ્રતોના આધારે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ + ટબાના પાઠાંતરોની નોંધનું જહેમતપૂર્ણ કાર્ય મારા વિનીત શિષ્ય મુનિ શ્રીનિર્મલયશવિજયજી મ.સા. તથા સુશ્રાવિકા ઉષાબહેન અજીતભાઈ શાહ (અમદાવાદ) દ્વારા થયેલ છે. તેમની આવી હાર્દિક શ્રુતસેવા બદલ અનુમોદના. પ્રસ્તુત પ્રકાશનનું કમ્પોઝીંગ-સેટીંગ કરનારા શ્રીપાર્થ કોમ્યુટર્સવાળા અજયભાઈ શાહ તથા વિમલભાઈ પટેલ, ટાઈટલ પેજ તૈયાર કરનાર મલ્ટી ગ્રાફિક્સના મુકેશભાઈ જૈન તેમજ પ્રિન્ટીંગ
-બાઈન્ડીંગ કરનારા ભાવિનભાઈ (શિવકૃપા ઓફસેટવાળા) પણ અવશ્ય પ્રશંસાપાત્ર છે. • પ્રસ્તુત પ્રકાશનનો સંપૂર્ણ આર્થિક લાભ લેનાર શ્રેયસ્કર શ્રીઅંધેરી ગુજરાતી જૈન સંઘ - ઈર્લાની
ઉત્કૃષ્ટ કૃતભક્તિની અંતરથી અનુમોદના.