________________
૧૮૧
દ્રવ્ય-ગુણ-૫યાયનો રાસ + ટબો (૧૩)]
Dઅસભૂત નિજ જાતિ કરે, જિમ પરમાણુઓ;
બહુપ્રદેશી ભાખિઈ એ II૭/૧૩ (૧૦૨) એક (નિજs) સ્વ જાતિ અસદ્ભતવ્યવહાર કહિયછે. જિમ “પરમાણુ બહુપ્રદેશી” (ભાખિઈ=) } કહિઈ, પરમાણુનઈ બહુપ્રદેશી થાવાની જાતિ છઇ, તે માટઇં કહીઈ ૧. એ ગાથા ૧૦૨નો ભાવાર્થ. * I૭૧૩
। तत्र ज्ञेयः स्वजातीयाऽसद्व्यवहार आदिमः। परामश:
निरंशत्वेऽप्यणु नाप्रदेशो भाष्यते यथा ।।७/१३।।
અસભૂત વ્યવહારનો પ્રથમ ભેદ શ્લોકાર્થ :- ત્રણ ભેદમાં સૌપ્રથમ સ્વજાતીય અસભૂત વ્યવહાર ઉપનય જાણવો. જેમ કે અણુ નિરંશ હોવા છતાં પણ અનેકપ્રદેશવાળો કહેવાય છે. (૭/૧૩)
- અસભૂત વ્યવહારનું ઉમદા પ્રયોજન છે આધ્યાત્મિક ઉપનય :- વર્તમાન કાળે જે દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વભાવસ્વરૂપે ન હોય પણ વિભાવ સ્વરૂપે હોય તેને તે સ્વરૂપે બતાવનાર પ્રસ્તુત સ્વજાતીય અસદ્ભૂત ઉપનયનો આધ્યાત્મિક ઉપયોગ અને એવો કરી શકાય કે (૧) પાપ કરતી વખતે તેના ફળરૂપે મળનાર તિર્યંચ, નરક વગેરે ગતિને લક્ષમાં રાખીને “હું મૂઢ છું, “અજ્ઞાની છું - ઈત્યાદિ બુદ્ધિ ઉભી કરવા દ્વારા પાપને છોડવાનું બળ મેળવવું. (૨) સામાન્ય ધર્મસાધના કરતી વખતે પણ “હું સાધક છું. હું સાધુ છું - આવી બુદ્ધિ ઊભી કરવામાં દ્વારા વિધિવિશુદ્ધ રીતે ધર્મસાધના કરવાનું સામર્થ્ય સંપ્રાપ્ત કરવું. (૩) તે જ રીતે શત્રુંજયના દર્શન કરનાર કોઈ ભવ્યાત્મા કર્મવશ કે સંયોગવશ કે કાળવશ કે નિયતિવશ કે પ્રમાદાદિવશ પાપ કરી છે રહ્યો હોય ત્યારે પણ તેની મોક્ષે જવાની યોગ્યતાને લક્ષમાં રાખીને “આ ભવ્ય છે, આસન્નમુક્તિગામી છે' - આવી બુદ્ધિ ઉભી કરવા દ્વારા તેના પ્રત્યે દ્વેષ, દુર્ભાવ વગેરે સ્વરૂપ અપ્રશસ્ત ચિત્તવૃત્તિપ્રવાહને તથા તમાચો મારવા વગેરે સ્વરૂપ અપ્રશસ્ત દેહવૃત્તિપ્રવાહને અટકાવવો. તથા તેના પ્રત્યે મૈત્રી વગેરે છે? ભાવોને કેળવવા પ્રામાણિકપણે પ્રયત્ન કરવો – આવી પણ પ્રસ્તુતમાં સૂચના મળે છે. આ રીતે અપ્રશસ્ત દેહવૃત્તિ-ચિત્તવૃત્તિના પ્રવાહનો વિરામ થાય તો સિદ્ધસુખ સુલભ થાય. કારણ કે સિદ્ધસુખ તો પ્રશસ્ત -અપ્રશસ્ત તમામ વૃત્તિઓનો ઉચ્છેદ થયા વિના મળતું નથી. પ્રસ્તુતમાં પ્રશમરતિ પ્રકરણની એક કારિકાની પણ ઊંડાણથી વિભાવના કરવી. મોક્ષમાં સુખની સિદ્ધિ કરવા માટે ત્યાં ઉમાસ્વાતિજી મહારાજે જણાવેલ છે કે દેહવૃત્તિથી શારીરિક દુઃખ થાય છે તથા મનોવૃત્તિથી માનસિક દુઃખ ઉત્પન્ન થાય છે. સિદ્ધ ભગવંતને દેહવૃત્તિ અને મનોવૃત્તિ હોતી નથી. તેથી શારીરિક અને માનસિક દુઃખ હોતું નથી. તેથી સિદ્ધ ભગવંતને સિદ્ધિમાં = મુક્તિમાં સુખ સિદ્ધ થાય છે.” (૧૩)
P(૧)માં ‘અસભૂત વ્યવહાર પાઠ જ ફક્ત કો.(૧૨)માં કરે છે. જે પુસ્તકોમાં પરમાણુનઈ? પદ નથી. આ.(૧) + કો.(૧૩)માં છે. ૪ આ.(૧) + કો.(૧૩)માં જાતિના બદલે “શક્તિ' પાઠ. » પુસ્તકોમાં “કહીઈ નથી. ફક્ત કો.(૧૩)માં છે. *, * ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા. (૨)માં છે.