________________
૧૫૩
?
[+Hશ: ?
દ્રવ્ય-ગુણ-૫યાયનો રાસ + ટબો (૬/૭)]
બહુમાનગ્રાહી નઈn કહિઓ નઈગમ, ભેદ “તસ છઈ તીન રે; વર્તમાનારોપ કરવા, ભૂત અર્થઈ લીન રે ૬/૭ (૮૦) બહુ.
બહુમાનગ્રાહી કહેતાં ઘણાં પ્રમાણ સામાન્ય-વિશેષજ્ઞાનરૂપ તેહનો ગ્રાહી નૈગમનય કહિઈ.
*"नैकैर्मानर्मिनोति इति नैकगमः, ककारलोपात् नैगमः इति व्युत्पत्तिः”।
(તસત્ર) તે નૈગમ નયના ૩ ભેદ છઈ. પ્રથમ નૈગમ ભૂતાર્થઈ વર્તમાનનો આરોપ કરવાનઈ લીન કહતાં તત્પર સાવધાનપણિ છઈ. //૬/છા स , नानामानग्रहादुक्तो नैगमस्तद्विधास्त्रयः।
भूतार्थे साम्प्रताऽऽरोपकरणे लीन आदिमः।।६/७ ।।
છે નૈગમનચનું નિરૂપણ ઇ . શ્લોકાર્થ :- અનેક પ્રમાણને ગ્રહણ કરવાથી નૈગમનય કહેવાય છે. તેના ત્રણ ભેદ છે. ભૂતકાલીન અર્થમાં વર્તમાનકાલીનતાનો આરોપ કરવામાં લીન નય એ નૈગમનયનો પ્રથમ પ્રકાર છે. (૬૭)
$ ...તો સમન્વયષ્ટિ અને સમત્વદૃષ્ટિ પ્રગટે 6 આધ્યાત્મિક ઉપનય - કોઈ પણ વસ્તુને, વ્યક્તિને, સિદ્ધાન્તને કે વાતને ફક્ત એક જ રીતે, પ્લી ફક્ત એક જ માધ્યમથી, ફક્ત એક જ દૃષ્ટિકોણથી જોવાના બદલે વિવિધ પદ્ધતિ, અનેક માધ્યમ અને તે વિભિન્ન દૃષ્ટિકોણથી વિચારવાથી વસ્તુ-વ્યક્તિ-સિદ્ધાન્ત વગેરેના બહુમુખી સ્વરૂપનો પરિચય થવાથી મધ્યસ્થભાવ જાગે છે. તથા સર્વ વસ્તુ-વ્યક્તિ-સિદ્ધાન્તને યથાયોગ્ય રીતે ન્યાય આપવાની ઉદારતા આવે છે, છે. વસ્તુ, વ્યક્તિ કે સિદ્ધાન્તના વિવિધ પાસાનો પરિચય થવાથી મનની સંકુચિતતા અને કૂપમંડૂકવૃત્તિ રવાના થાય છે. અન્ય વ્યક્તિના વિચારોને સમજવાથી અને સ્વીકારવાથી વૈચારિક સહિષ્ણુતા પ્રગટે છે છે. આના માધ્યમથી સમન્વયદૃષ્ટિનો અને સમત્વદૃષ્ટિનો પ્રાદુર્ભાવ થાય છે. આ રીતે નૈગમનયના છે ! સહારે જીવ પ્રાથમિક તબક્કામાં મોક્ષમાર્ગે આગળ વધે છે. તથા તેનો પ્રકર્ષ થતાં પરમાનંદપંચવિંશતિમાં જણાવેલ નિજપરમાત્મતત્ત્વ વિના વિલંબે પ્રગટ થાય છે. ત્યાં જણાવેલ છે કે “સદા આનંદમય, શુદ્ધ, નિરાકાર, રોગરહિત, અનંતસુખયુક્ત સર્વસંગશૂન્ય પરમાત્મતત્ત્વ હોય છે.” (૬/૭)
0 પુસ્તકોમાં ‘નઈ (=નય) પાઠ નથી. કો.(૧૩)માં છે. ૧ લી.(૨) + લો.(૨)માં ‘તસ’ના બદલે ‘વસઈ પાઠ. ૪ પુસ્તકોમાં “ગ્રાહી' પદ નથી. કો.(૯)+સિ.માં છે. જ શાં.માં નૈકર્મોનૈ’ અશુદ્ધ પાઠ. મ.+કો.(૭)નો પાઠ લીધો છે. • પુસ્તકોમાં ‘તે’ નથી. કો.(૧૨+૧૩)માં છે. ક પુસ્તકોમાં “સાવધાનપણિ નથી. ફક્ત લા.(૨)માં છે.