________________
૧૫૦
परामर्शः: सम
[ અધ્યાત્મ અનુયોગ સહિત જિમ સમયમઈ પર્યાય નાશી, છતિ ગહત અનિત્ય અશુદ્ધ રે;
એક સમયઈ યથા પર્યાય, ત્રિતયરૂપઈ રુદ્ધ રે /૬/૪ (૭૭) બહુ.
જિમ એક (સમયમઈ=) સમયમધ્ય પર્યાય વિનાશી છઈ, ઈમ કહિયઈ.ઈહાં નાશ કહેતાં છે. ઉત્પાદઈ આવ્યો, પણિ ધ્રુવતા તે ગૌણ કરી, દેખાડીઈ નહીં.
છતિ કહતાં સત્તા, તે ગ્રહતો અનિત્ય *અશુદ્ધપર્યાયાર્થિક કહિયઈ. જિમ ( યથા) એક રો (સમયઈ=) સમયમધ્ય પર્યાય ત્રિતયરૂપઈ = ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય લક્ષણઇ જરુદ્ધ છઈ, એહવું બોલિયઇં.
પર્યાયનું શુદ્ધ રૂ૫, તે જે સત્તા ન દેખાડવી. ઇહાં સત્તા દેખાવી તે માટઇ અશુદ્ધ ભેદ થયો. ૬/૪ll
, समये पर्ययध्वंसोऽनित्योऽशुद्धोऽस्तिबोधतः।
एकदा त्रितयाऽऽक्रान्तः स्वपर्यायो यथोच्यते ।।६/४ ।।
આ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સમકાલીન છે શ્લોકાર્થ :- એક સમયમાં પર્યાયનો ધ્વંસ થાય છે. સત્તાને ગ્રહણ કરવાથી અનિત્ય અશુદ્ધપર્યાયાર્થિક જાણવો. જેમ કે એકીસાથે સ્વપર્યાય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી વ્યાપ્ત હોય છે આવું કથન. (૬૪)
હS તૃતીય-ચતુર્થ પર્યાયાર્થિકનય વૈરાગ્યજનક 68 આધ્યાત્મિક ઉપનય :- પર્યાયની ક્ષણભંગુરતાને દેખાડનાર ત્રીજા પર્યાયાર્થિકનયને લક્ષમાં રાખીને - પોતાના ક્ષાયોપથમિક જ્ઞાન, પુણ્યોદય, આરોગ્ય વગેરેના ભરોસે મુસ્તાક બનીને ફરવું ન જોઈએ.
તથા રોગ, દુર્ભાગ્ય, અપયશ, અપકીર્તિ વગેરેની ક્ષણભંગુરતા વિચારી તેવા કાળમાં અત્યંત ઉદ્વિગ્ન Aી ન થવું. ત્રણેય કાળના સાંસારિક સુખપર્યાયો વર્તમાન એક સિદ્ધસુખક્ષણ કરતાં અતિનિમ્ન છે. તેથી * સાંસારિક સુખની તૃષ્ણા ત્યાજ્ય છે. આ જ અભિપ્રાયથી ભગવતી આરાધના ગ્રંથમાં જણાવેલ છે કે છે “મનુષ્ય,તિર્યંચ અને દેવો - આ ત્રણેયના ત્રણેય કાળમાં જેટલા સુખો છે તે સર્વને ભેગા કરીએ તો Sો પણ સિદ્ધ ભગવંતના માત્ર એક ક્ષણના સુખની તુલનાને સૈકાલિક સાંસારિક સુખો કરી શકતા નથી.”
વળી, ઈષ્ટસંયોગની ક્ષણિકતાનો વિચાર વૈરાગ્યપ્રેરક બને છે. અનિષ્ટસંયોગની ક્ષણિકતાનો વિચાર તો સમાધિપ્રેરક બને છે. આ રીતે રાગ-દ્વેષના તોફાનમાંથી બચવા માટે ત્રીજો પર્યાયાર્થિકનય સહાયક બને છે.
હાય મારું જ્ઞાન નાશ પામશે તો મારું શું થશે ?' આ રીતે હતાશાના વમળમાં ફસાતા જીવને ગૌણરૂપે ધ્રૌવ્યદર્શક ચોથો પર્યાયાર્થિકનય બચાવે છે. (૬૪) 8 M(૧)માં ‘સમયનઈ? પાઠ.. પ્રસ્તુતમાં પુસ્તકોમાં તથા અનેક હસ્મતોમાં નિત્ય’ પાઠ. ફક્ત મો.(૧) + પાલ.માં અનિત્ય પાઠ. આ પુસ્તકોમાં “સમઈ” પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે. હું કો.(૧)માં ‘વિરુદ્ધ' પાઠ. D પ્રસ્તુતમાં અનિત્ય પાઠ જોઈએ. * લા.(૨)માં ‘નિત્યશુદ્ધ' પાઠ, ૧ મ.માં ‘રૂદ્ધ' પાઠ. કો.(૭) + કો.(૯) + સિ.+આ.(૧)નો પાઠ લીધો છે. * મ.માં ‘બોલિઈ” પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે.