________________
૧૧૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત જોવા માટે, જાણવા માટે, અનુભવવા માટે કરવાનો છે. આ વાત ફક્ત સપ્તભંગીના અભ્યાસમાં જ ને નહિ પણ તમામ શાસ્ત્રોના અભ્યાસમાં લાગુ પાડવાની છે. સર્વ શાસ્ત્રો ભણીને પણ શુદ્ધ આત્માનો ઠા જ સાક્ષાત્કાર કરવાનો છે. પારમાર્થિક તત્ત્વ તો શુદ્ધ આત્મા, સંવર, નિર્જરા વગેરે જ છે. સપ્તભંગી “ વગેરેના અભ્યાસથી મનની એકાગ્રતા, બુદ્ધિની સૂક્ષ્મતા, સમ્યગુ જ્ઞાનનો ઉઘાડ, તીર્થકર ભગવંતોની (dી સર્વજ્ઞતા ઉપર શ્રદ્ધા, અંતર્મુખતા, દેહાધ્યાસમુક્તતા વગેરે સદ્દગુણો પ્રાપ્ત થવાથી, દઢ થવાથી આત્મા
વગેરે ઉપાદેય તત્ત્વની પારમાર્થિક જાણકારી મળે છે, તેની રુચિ જન્મે છે. તેથી આશ્રવ-બંધની રુચિ ૨૫. તૂટે છે. પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા અને આત્મતત્ત્વને પ્રગટ કરવાની ઝંખના તીવ્ર બનવાથી શુદ્ધ આત્મતત્ત્વનું 4 દર્શન = સ્વાનુભૂતિ પણ પ્રાપ્ત થાય છે. આવા લક્ષ્ય સાથે, તેવી કોઈક આંતરિક પ્રક્રિયા શરૂ થાય છે તેવા પ્રણિધાન સાથે દ્રવ્યાનુયોગનો પ્રસ્તુત અભ્યાસ કરવામાં આવે તો અધ્યાત્મજગતના આધ્યાત્મિક થી રોહણાચલના નવા-નવા શિખરો ઉપર આત્માર્થી જીવ આરૂઢ થવા માંડે છે. આ બાબતમાં કોઈ સંશય 4 કરવા યોગ્ય નથી પણ શ્રદ્ધા કરવા યોગ્ય છે. તેના લીધે મહામુનિ ધર્મસંગ્રહણિમાં દર્શાવેલ મોક્ષને
ઝડપથી મેળવે છે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ શાશ્વત સુખવાળા મોક્ષને ધ્રુવ (= સાદિ-નિત્ય) બતાવેલ છે. (૪/૧૪)
છે ચોથી શાખા સમાપ્ત છે