________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૪/૧૧)].
૧૧૩ અપરોક્ષપણે અનુભૂયમાન, અનંતગુણમય, સમગ્ર ચૈતન્યપિંડાત્મક, આનંદઘનસ્વરૂપી, ધ્રુવ, શુદ્ધ, અસંગ એવા આત્માના સર્વ અંશોને એકીસાથે મુખ્યરૂપે અત્યંત સ્પષ્ટપણે શબ્દ દ્વારા વર્ણવવા માટે કેવલજ્ઞાની પણ અસમર્થ છે. તેથી જ આચારાંગસૂત્રમાં ‘સર્વે કરા નિયટ્ટુતિ' ઈત્યાદિ કહેવા દ્વારા જણાવેલ છે જેના કે સ્વાનુભકગમ્ય શુદ્ધ અખંડ આત્માનું વર્ણન કરવામાં અસમર્થ પુરવાર થયેલા સર્વે સ્વરો-વ્યંજનો ! -શબ્દો-તર્કો પાછા ફરે છે, બુદ્ધિ પણ પાંગળી બની જાય છે. શુદ્ધ આત્માને સમજવામાં મતિ મૂઢ બની જાય છે.
૪ શબ્દભોગ નહિ, શદયોગ પકડીએ જ આથી સ્વાનુભૂતિરસિક મુમુક્ષુજને શબ્દના બાહ્ય સ્વરૂપમાં અટવાયા વિના, શબ્દગમ્ય આત્મસ્વરૂપમાં રોકાયા વિના, શબ્દભોગને છોડી, શબ્દયોગનું આલંબન લઈને મોક્ષમાર્ગે આગળ વધવાનું છે. તેમજ G. શબ્દબ્રહ્મમાં પણ લેપાયા વિના, અવાચ્ય-અકથ્ય એવા અનુપમ પરબ્રહ્મતત્ત્વને અપરોક્ષપણે પ્રગટ કરવા સદા કટિબદ્ધ બનવું જોઈએ. તેનાથી પ્રજ્ઞાપના સૂત્રમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ ખૂબ નજીક આવે. ત્યાં બીજા પદમાં શ્યામાચાર્યજીએ જણાવેલ છે કે “સિદ્ધ ભગવંતો સાદિ-અનંતકાલીન અસ્તિત્વને ધરાવે છે. અનેક છે. પ્રકારના જન્મ, ઘડપણ, મરણ, ૮૪ લાખ યોનિમાં સંચાર (= રખડપટ્ટી), અશુચિદશા, પુનર્જન્મ, ગર્ભવાસમાં વસવાટ વગેરે પ્રપંચને તેઓ સદા માટે ઓળંગીને અનંત ભવિષ્ય કાળ સુધી તેઓ પોતાના સ્વરૂપમાં રહેલા છે. (૪/૧૧)
S
13
s