________________
स्याद्वादमंजरी
(રા)-મથાતિ ચેતન ગાત્મા, પરં ચેતનાવાયાપાર, ન હતા, तथाप्रतीते: इति चेत् । तदयुक्तम् । यतः प्रतीतिश्चेत प्रमाणीक्रियते, तर्हि निर्बाधमुपयोगात्मक एवात्मा प्रसिद्धयति । न हि जातुचित् स्वयमचेतनोऽहं चेतनायोगात् चेतनः, अचेतने वा मयि चेतनायाः समवाय इति प्रतीतिरस्ति । ज्ञाताहमिति समानाधिकरणतया प्रतीतः । भेदे तथाप्रतीतिरिति चेत् ? न, कथंचित् तादाम्याभावे सामानाधिकरण्यप्रतीतेरदर्शनात् । यष्टिः पुरुष इत्यादिप्रतीतित्तु भेदे सत्युपचाराद् दृष्टा, न पुनस्तात्त्विकी । उपचारस्य तु बीजं पुरुषस्य यष्टिगतस्तब्धत्वादिगुणैरभेदः उपचारस्य मुख्यार्थस्पर्शित्वात् । तथा चात्मनि ज्ञाताहमिति प्रतीतिः कथश्चित् चेतनात्मतां गमयति तामन्तरेण ज्ञाताहमिति प्रतीतेरनुपपद्यमानत्वाद् घटादिवत् । न हि घटादिरचेतनात्मको ज्ञाताहमिति प्रत्येति । चैतन्ययोगाभावात् असौ न तथा प्रत्येति चेत् ? न. अचेतनस्यापि चैतन्ययोगात् चेतनोऽहमिति प्रतिपत्तेरनन्तरमेव निरस्तत्वात् । इत्यचेतनत्व सिद्धमात्मनो जडस्यार्थपरिच्छेदं पराकारोति तं पुनरिच्छता चैतन्यस्वरूपतास्य स्वीकरणीया ।
(અનુવાદ)
વૈશેષિક – આત્મ સમવાય સંબંધ વડે ચેતન સ્વરૂપ બને છે. પરંતુ સ્વયં ચેતન સ્વરૂપ નથી, કેમકે તેવા પ્રકારની પ્રતીતિ થતી નથી.
જૈન - એ પણ આ૫નું કથન ઠીક નથી. કારણકે જે તમે જ્ઞાનને પ્રમાણરૂપ સ્વીકારતા હો, તે આત્માને પણ નિરાબાધિતપણે ઉપગરૂપ માનવો પડશે, કેમકે હું સ્વયં અચેન છું પરંતુ ચેતનાના સંબંધથી ચૈતન્યવાન છું,' અથવા “અચેતન એવા મારા વિષે ચેતનાને સમવાય છે. આવા પ્રકારની પ્રતીતિ કયારેય પણ આત્મામાં થતી નથી, પરંતુ તેનાથી વિપરીત, આત્મા અને જ્ઞાનનું એકાધિકરણ હોવાથી હું જ્ઞાતા છું” તેવા પ્રકારની પ્રતીતિ થાય છે ! જે કહેશો કે આત્મા અને જ્ઞાનમાં ભેદ છે, તેથી જ તેમાં હું જ્ઞાનવાન છું'ઈત્યાકારક પ્રતીતિ થાય છે, તે પણ તમારું મન બરાબર નથી, કેમકે કથંચિત તાદામ્ય-અભિન્નતા વિના એકાધિકરણની પ્રતીતિ થઈ શકતી નથી. દા. ત. દંડમાં પુરુષની પ્રતીતિ થાય છે, ત્યાં ભેદ હોવા છતાં પણ ઉપચારથી અભેદ-પ્રતીતિ થાય છે, પરંતુ વાસ્તવિક થતી નથી. કેમકે દંડમાં રહેલા સ્તબ્ધતા આદિ ગુણેને પુરુષની સાથે કંઈક અભેદ છે, તેથી જ તેમાં ઉપચારથી અભેદનું જ્ઞાન થાય છે. કારણ કે ઉપચાર મુખ્ય અર્થને અનુલક્ષીને જ થાય છે. તેવી જ રીતે આત્મામાં હું જ્ઞાતા છું” તેવા પ્રકારની પ્રતીતિ જ્ઞાન અને આત્માના અભેદને અનુલક્ષીને જ ચેતન્ય સ્વભાવને જણાવે છે. કેમકે ચૈતન્ય વિના
જ્ઞાતા છું” તેવા પ્રકારની પ્રતીતિ થઈ શકતી નથી. જેમ ઘટમાં ચૈતન્ય નહીં હોવાથી હું જ્ઞાતા છું' તેવા પ્રકારની પ્રતીતિ સ્વપ્નમાં પણ થતી નથી.