________________
अन्ययोगव्य.द्वा. श्लोक : ८ (टीका) अत्र सत्ता द्रव्यगुणकर्मभ्योऽर्थान्तरं कया युक्त्या इति चेद् । उच्यते । न द्रव्यं सत्ता, द्रव्यादन्येत्यर्थः । एक द्रव्यवत्त्वाद् । एकैकस्मिन् द्रव्ये वर्तमानत्वादित्यर्थः। द्रव्यत्ववत् । यथा द्रव्यत्व नवसु द्रव्येषु प्रत्येक बर्तमान द्रव्य न भवति, किन्तु सामान्यविशेषलक्षणं द्रव्यत्वमेव एवं सत्तापि । वैशेषिकाणां हि भद्रव्यं वा द्रव्यम् , अनेकद्रव्यं वा द्रव्यम् । तत्राद्रव्यं आकाशः कालो दिए आत्मा मनः परमाणवः । अनेकद्रव्यं तु द्वयणुकादिस्कन्धाः । एकद्रव्यं तु द्रव्यमेव न भवति । एकद्रव्यवती च सत्ता । इति द्रव्यलक्षणविलक्षणत्वाद् न द्रव्यम् । एवं न गुणः सत्ता । गुणेषु भावाद् । गुणत्ववत् । यदि हि सत्ता गुणः स्याद् न तर्हि गुणेषु वर्तेत । निर्गुणत्वाद् गुणानाम् । वर्तते च गुणेषु सत्ता । सन् गुण इति प्रतीतेः। तथा न सत्ता कर्म । कर्म । कर्मम भावात् । कर्मत्ववत् । यदि च सत्ता कर्म स्याद् न तर्हि कर्मसु वर्तेत । निष्कर्मत्वात् कर्मणाम् । वर्तते च कर्मसु भावः, सत् कर्मेति प्रतीतेः । तस्मात् पदार्थान्तरं सत्ता ।
(અનુવાદ) પૂર્વપક્ષ સત્તા વ્ય, ગુણ અને કર્મથી ભિન્ન પદાર્થરૂપે સિદ્ધ થાય છે, તે આ પ્રમાણે સત્તા એ દ્રવ્ય નથી, કેમકે તે નવે દ્રવ્યમાં રહે છે. જેમ દ્રવ્યત્વ એ નવે દ્રમાં રહેતું હોવાથી દ્રવ્ય નથી પરંતુ સામાન્ય વિશેષ સ્વરૂપ દ્રવ્યત્વ કહેવાય છે, તેમાં સત્તા પણું પ્રત્યેક દ્રવ્યમાં રહેતી હોવાથી દ્રવ્ય નથી કિન્તુ દ્રવ્યથી અતિરિક્ત (ભિન્ન) પદાર્થ સ્વરૂપ છે. વૈશેષિક મતે દ્રવ્ય “અદ્રવ્યત્વ” દ્રવ્ય અને “અને દ્રવ્યત્વ દ્રવ્યના ભેદથી બે પ્રકારે છે, તેમાં અદ્રવ્ય દ્રવ્ય-જે કોઈનાથી પણ ઉત્પન્ન થતું નથી અને કોઈ પણ પદાર્થને ઉત્પન્ન કરતું નથી. તે આકાશ, કાલ, દિશા, આત્મા મન અને પરમાણુ આદિ અદ્રવ્ય દ્રવ્ય કહેવાય છે. અને જે દ્રવ્ય અનેક દ્રવ્યોથી ઉત્પન્ન થાય છે અને અનેકને ઉત્પન્ન કરી શકે છે, અર્થાત જે દ્રવ્ય કાર્ય અને કારણરૂપે હોય છે, તે કયણુક આદિથી આરંભીને ઘટાદિ પર્વતને “અનેકદ્રવ્ય દ્રવ્ય કહેવાય છે. પ્રકારનું દ્રવ્યનું લક્ષણ સત્તામાં ઘટતું નહીં હોવાથી સત્તા એ દ્રવ્ય નથી પરંતુ પ્રત્યેક દ્રવ્યેામાં રહેવાવાળી હોવાથી દ્રવ્યથી ભિન્ન છે.
એ પ્રમાણે સત્તા એ ગુણ નથી, જેમ ગુણત્વ ગુણમાં રહેતું હેવાથી તે ગુણ નથી તેમ સત્તા પણ ગુણમાં રહેતી હોવાથી ગુણ નથી. જે સત્તા ગુણરૂપ હોય તે તે ગુણમાં રહે નહીં. કેમકે ગુણ એ નિર્ગુણ છે. તેમજ ગુણ સત છે તેવા પ્રકારની પ્રતીતિ થાય છે. અર્થાત્ સત્તા ગુણમાં વિદ્યમાન છે તેથી સત્તા એ ગુણસ્વરૂપ નથી; જેમ કમેવ કર્મમાં રહેતું હોવાથી તે કર્મત્વ કર્મ નથી, તેમ સત્તા પણ કર્મમાં રહેતી હોવાથી તે કર્મ નથી, જે સત્તા એ કર્મ હોય તે તે કર્મમાં રહે નહિ; કેમકે કર્મ એ નિષ્કર્મ છે, તેમજ કર્મ એ સત્ છે, તેવા પ્રકારની પ્રતીતિ થાય છે માટે સત્તા, દ્રવ્ય, ગુણ અને કર્મ એ ત્રણથી ભિન્ન પદાર્થરૂપે છે.