________________
अन्ययोगव्य. द्वा. श्लोक : ६
જ્ઞાન પ્રાપ્યકારી નથી. (વિષયદેશમાં જઈને પદાર્થને નથી જાણતું, પરંતુ આત્મામાં રહીને જ પદાર્થને જાણે છે. કેમ કે જ્ઞાન એ આત્માનો ધર્મ છે માટે તે આમદ્રવ્યને છેડીને કયાંય પણ બહાર જતું નથી. જે જ્ઞાન ગુણ આત્મારૂપી ગુણનો ત્યાગ કરીને બહાર ચાલ્યું જાય તે ચિતન્યસ્વરૂપ આત્મદ્રવ્ય અચેતન બની જાય, તે તો કોઈ પણું દર્શનકારને ઈષ્ટ જ નથી ! માટે ધમીને ત્યાગ કરીને ધર્મો કઈ બીજા સ્થળે રહી શકતા નથી.
વૈશેષિકે જ્ઞાનમાં અપ્રાપ્યકારીપણુનું ખંડન કરતાં દૃષ્ટાંત આપે છે કે : જેમ સૂર્યનાં કિરણ ગુણરૂપ હોવા છતાં પણ સૂર્યથી બહાર નીકળીને જગતને પ્રકાશિત કરે છે, તેમ જ્ઞાન પણ આત્માને ગુણ હોવાથી આત્મદ્રવ્યથી બહાર ફેય (વિષય) દેશમાં જઈને જ પદાર્થોને જાણે છે. જૈનદર્શન આ દષ્ટાંતને અયોગ્ય બતાવતાં કહે છે કે : તમારું આ દૃષ્ટાંત ઠીક નથી. કિરણોમાં ગુણરૂપતા જ અસિદ્ધ છે ! કિરણે તૈજસપુદગલરૂપ છે, તેથી તે દ્રવ્ય છે. અને તે કિરણને પ્રકાશરૂપ ગુણ, કિરણથી કેઈપણ વખતે અલગ થતો નથી. પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજીએ ધર્મસંહણ ગ્રંથમાં કહ્યું છે કે કિરણે એ ગુણ નથી પરંતુ દ્રવ્ય છે. અને તેનો પ્રકાશ એ ગુણ છે; પરંતુ દ્રવ્ય નથી. આથી પ્રકાશરૂપ ગુણ કિરણરૂપી ગુણીને ત્યાગ કરીને અન્યત્ર હોઈ શકતો નથી, તેમ આત્માને જ્ઞાનગુણ આત્માને છેડીને અન્યત્ર હેત નથી. તેથી જ જ્ઞાનવગુણ દેશમાં જઈને પદાર્થોને નથી જાણતું પરંતુ આત્મામાં રહીને દૂર રહેલા પણ પદાર્થોને જાણી શકે છે. આત્મામાં રહેલા જ્ઞાનમાં તેવા પ્રકારની અચિંત્ય શક્તિ હોય છે. જેમ લેહચુંબકમાં રહેલી આકર્ષણ શક્તિ તે ચુંબકમાં રહીને જ ભિન્ન દેશમાં રહેલા લેહનું આકર્ષણ કરે છે, તેમ આત્મામાં રહેલી અચિંત્ય જ્ઞાનશક્તિ લેકના છેડે રહેલા પણ પદાર્થોને સમ્યફ પ્રકારે જાણે છે, તેમાં કઈ જાતને વિરોધ ન હોઈ શકે.
(टीका) अथ सर्वगः सर्वज्ञ इति व्याख्यातम् । तत्रापि प्रतिविधीयते । ननु तस्य सार्वत्य केन प्रमाणेन गृहीतम् ? प्रत्यक्षेण परोक्षेण वा ? न तावत् प्रत्यक्षेण, तस्येन्द्रियार्थसन्निकर्पोत्पन्नतयातीन्द्रिय ग्रहणासामर्थ्यात् । नापि परोक्षेण । तद्धि अनुमानं, शाब्दं वा स्यात् । न तावदनुमानम् , तस्य लिङ्गिलिङ्गसम्बन्धस्मरणपूर्वकत्वात् । न च तस्य सर्वज्ञत्वेऽनुमेये किश्चिदव्यभिचारि लिङ्गं पश्यामः । तस्थात्यन्तविप्रकृष्टत्वेन तत्प्रतिबद्धलिङ्गसम्बन्धग्रहणाभावात् ।
: -(અનુવાદ ) - વૈશેષિકે “સર્વગ” શબ્દનો અર્થ “સર્વજ્ઞ” કરે છે, તે પણ ઇશ્વરમાં ઘટી શકશે નહી.
ઈશ્વરનું સર્વશપણું ક્યા પ્રમાણથી સિદ્ધ કરો છો ? પ્રત્યક્ષ પ્રમાણુથી કે પરોક્ષ પ્રમાણથી ? પ્રત્યક્ષ પ્રમાણુથી સર્વજ્ઞતાની સિદ્ધિ થશે નહીં; કેમકે ઇંદ્રિય અને પદાર્થના સંબંધથી ઉત્પન્ન થતું પ્રત્યક્ષજ્ઞાન બહિશ્ત પદાર્થને જાણે છે, પરંતુ અતીદ્રિય વસ્તુને જાણવામાં પ્રત્યક્ષનું સામર્થ્ય નથી ! આ પ્રકારે પ્રત્યક્ષ પ્રમાણથી ઇવરમાં સર્વજ્ઞતાની સિદ્ધિ થઈ શકતી નથી.