________________
ટીકાકારની પ્રશસ્તિ
(અનુવાદ)
પ્રામાણિકાના માગ ને અનુસરનારા જે લેાકેાને ઉજ્જવલ હેતુમેરૂપી શોથી સુદર એવા શ્રી હેમચંદ્રાચાર્યાંથી અનાવાએલી સ્તુતિથી ઉત્પન્ન થયેલા અરૂપ સમમિત્ર વિદ્યમાન છે. અને દુન યરૂપી લુંટારાથી થયેલા ભયના જેમને સ્પશ પણ નથી તે લેાકેાને વિના પ્રયાસે મેાક્ષરૂપી લક્ષ્મીને આપવાવાળી શ્રી જિનેશ્વરભગવાનના આગમરૂપી નગરની પ્રાપ્તિ થાય છે. ॥ ૧ ॥
ચારે પ્રકારની વિદ્યાના સમુદ્ર એવા ભગવાન શ્રી હેમચંદ્રાચાય ની વાણીના ગંભીર અને સમજવામાં જે કઇ મારી બુદ્ધિ પ્રકૃષ્ટ થઇ તથા મહાન સિદ્ધાંતના આદરપૂક ગ્રહણુ કરવામાં પ્રાપ્ત થયેલાં પ્રમળ વિધ્નાનેા નાશ થયે, તે બધું ગુરુમહારાજના ચરણુરૂપી સિદ્ધાંજનનું જ માહાત્મ્ય છે. ! ૨ ।।
ભિન્ન ભિન્ન શાસ્ત્રો (દર્શીનેા) રૂપી વૃક્ષેામાં રહેલા મનેાહર પુષ્પરૂપી કેટલાક પ્રમેયા (પઢાર્થŕ) ને લઇને મારાવડે ગુંથાયેલી (રચેલી) અંતિમ જિનેશ્વર શ્રી વર્ધમાન સ્વામીની સ્તુતિની આ ટીકાને નિ`ળ હૃદયવાળા પુરુષો પોતાના હૃદયને વિષે માળાની પેઠે ધારણ
કરા. શાળા
આ ટીકામાં મારાથી બુદ્ધિની મહતાના દેષને લીધે જે કાંઈ સિદ્ધાંતથી વિરુદ્ધ પ્રરૂપણા થઈ હાય તેને સજ્જન પુરુષા માટ્સ ભાવના ત્યાગ કરીને પ્રસન્નતા પૂર્ણાંક સ ંશેાધિત કરશે. પ્રજા
જેમની પ્રતિભા(બુદ્ધિ)ને લીધે જે ત્રિલેાકના વિસ્તારમાં ભરહિત આ અનુમાન ફેલાય છે કે : જાણે આ (ઉદયપ્રભસૂરિજી) પૃથ્વી ઉપર દેવતાઓના ગુરુ (બૃહસ્પતિ) ઉતર્યા ના હાય? વળી જેમનાં વચનેને અમૃત તુલ્ય સમર્થને પ્રશંસા કરતા પંડિત પુરુષો સંવાદથી પુષ્ટ એવી તે વાણીને પ્રસિદ્ધ કરે છે, તેમ જ નાગેદ્ર ગચ્છરૂપી વિષ્ણુના વક્ષઃસ્થલને રોાભાવવામાં કૌસ્તુભમણિસરખા તથા વિશ્વમાં વંદનીય એવા શ્રી ઉદયપ્રભસૂરિજી સમૃદ્ધિને પ્રાપ્ત કરવાવાળા થાએ! ।।૫-૬।।
શ્રી ઉદયપ્રભસૂરિના ચરણુરૂપી આકાશમાં સૂર્યસમાન એવા શ્રી મલ્લિષેણુસૂરિથી શક. ૧૨૧૪ ની દિવાળીની શનિવારે આ વૃત્તિ પૂર્ણ કરાઇ તાળા
શ્રી જિનપ્રભસૂરિની સહાયતાથી સુવાસિત બનેલી આ સ્યાદ્વાદમંજરી નામની ટીકા સજ્જન પુરુષાના કર્ણાના આભૂષણ રૂપ થાએ।૮।
વિજય પ્રાપ્ત કરવાથી શ્રી જિનેન્દ્રની સમાનતા મેળવનારા ભગવાન શ્રી હેમચંદ્રાચાયની તેમની રચેલી શ્રી મહાવીર પરમાત્માની સ્તુતિની ટીકા રચવાને બ્હાને મારાથી વિસ્તૃત ભક્તિ પ્રદર્શિત કરવામાં આવી છે, તેથી પેાતાની વાણીના ગુણદોષાના નિર્ણય કરવાને માટે મેં સજ્જન પુરુષોને પ્રાર્થના કરી નથી. કેમકે વાણીનું અકૃત્રિમતત્ત્વ બહુમતિ છે અને તે બહુમતિ આ વૃત્તિમાં સારી પેઠે વિદ્યમાન છે. ક્ષા
સપૂ