________________
अन्ययोगव्य. द्वा. श्लोक : २३
ભાંગા થાય છે. યથા (૧) સ્થાત્ સામાન્ય, (૨) સ્થાત્ વિશેષ (૩) સ્યાત્ ઉભય (૪) સ્વાત અવક્તવ્ય (૫) સ્થાત્ સામાન્ય અવક્તવ્ય (૬) સ્થાત્ વિશેષ અવક્તવ્ય (૭) સ્યાત્ સામાન્ય વિશેષ અવક્તવ્ય આ પ્રમાણે સાત ભાંગા થાય છે. અહિંયા સામાન્ય અને વિશેષ વિધિનિષેધરૂપ નથી. એમ નહીં પરંતુ સામાન્ય અને વિશેષ અને વિધિ અને નિષેધ રૂપ છે. કારણ કે સામાન્ય એ વિધિરૂપ છે અને વિશેષ વ્યવછેદ(નિષેધ)રૂપ છે. અથવા સામાન્ય અને વિશેષ, બને પરસ્પર વિરોધી હોવાથી, જ્યારે સામાન્યની પ્રધાનતા હોય ત્યારે સામાન્ય વિધિરૂપ અને વિશેષ નિષેધરૂપ કહેવાય છે, અને જ્યારે વિશેષની પ્રધાનતા હોય ત્યારે વિશેષ વિધિરૂપ થાય છે અને સામાન્ય નિષેધરૂપ કહેવાય છે. આ પ્રમાણે સામાન્ય અને વિશેષના વિધિ અને નિષેધરૂપ ધર્મની અપેક્ષાએ સાત ભાંગ થાય છે. તેવી રીતે પ્રત્યેક ધર્મની અપેક્ષાએ, વિધિ-નિષેધરૂપ ધર્મની અપેક્ષાએ સાત સાત ભાંગા થાય છે. આ રીતે અનંત ધર્મોની અનંત સપ્તભંગીઓ થાય છે. કેમકે પ્રત્યેક ધર્મની અપેક્ષાએ સાત પ્રકારના જ પ્રશ્ન ઉદ્ભવે છે. તેથી તે તે ધર્મોની અપેક્ષાએ સાત સાત ભાંગા થાય છે કારણ કે પ્રત્યેક ધર્મની અપેક્ષાએ સાત પ્રકારની જિજ્ઞાસા થાય છે. પ્રત્યેક વસ્તુમાં સાત પ્રકારના સંદેહ થવાથી સાત પ્રકારની જિજ્ઞાસા થાય છે. અને તે સંદેહે પણ સાત પ્રકારના જ ઉત્પન્ન થાય છે. કેમકે તેના વિષયરૂપ પદાર્થ ધર્મોની સાત પ્રકારે જ પ્રાપ્તિ થાય છે.
- इयं च सप्तभङ्गी प्रतिभङ्गं सकलादेशस्वभावा विकलादेशस्वभावा च । तत्र सकलादेशः प्रमाणवाक्यम् । तल्लक्षणं चेदम् । प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकवस्तुनः कालादिभिरभेदवृत्तिप्राधान्याद अभेदोपचाराद् वा यौगपद्येन प्रतिपादकं वचः सकलादेशः । अस्यार्थः कालादिभिरष्टाभिः कृत्वा यदभेदवृत्ते धर्मधर्मिणोरपृथग्भावस्य प्राधान्यं तस्मात् कालादिभिर्मिनात्मनामपि धर्मधर्मिणामभेदाध्यारोपाद् वा समकालमभिधायकं वाक्यं सकलादेशः। तद्विपरीतस्तु विकलादेशो नयवाक्यमित्यर्थः। अयमाशयः। यौगपधेनाशेषधर्मात्मकं वस्तु कालादिभिरभेदप्राधान्यवृत्त्याऽभेदोपचारेण वा प्रतिपादयति सकलादेशः। तस्य प्रमाणाधीनत्वात् । विकलादेशस्तु क्रमेण भेदोपचाराद् भेदप्राधान्याद्वा तदभिधत्ते । तस्य नयात्मकत्वात् ॥
(અનુવાદ) સપ્તભંગી પ્રત્યેક ભાંગામાં સકલાદેશ અને વિકલાદેશ સ્વભાવવાળી છે. સકલાદેશને પ્રમાણ-વાકય કહે છે. તે આ પ્રમાણે પ્રમાણ વડે જણાયેલી અનંતધર્મ સ્વરૂપ વસ્તુના સર્વધર્મોને કાળ, આત્મરૂપ, અર્થ, સંબંધ, ઉપકાર, ગુણદેશ, સંસર્ગ અને શબ્દ, આ આઠની અપેક્ષાએ અભેદ વૃત્તિ અથવા અભેદના ઉપચારની પ્રધાનતાથી એકસાથે પ્રતિપાદન કરવાવાળા વચનને સકલાદેશ કહે છે. કેમકે પ્રત્યેક વસ્તુમાં રહેલા અનંત
ને એકીસાથે અથવા કમથી શબ્દદ્વારા પ્રતિપાદન કરવામાં આવે છે. જ્યારે વર્તમ કાલાદિ આઠની અપેક્ષાએ અભિન્નરૂપે રહેલા સંપૂર્ણ ધર્મ અને ધમીમાં અભેદભાવની પ્રધાનતા રાખવામાં આવે અથવા કાલાદિથી ભિન્ન ધર્મ અને ધમીમાં અભેદને ઉપચાર કરીને ધર્મ અને ધમીનું એકીસાથે કથન કરવાવાળા વાકયને સલાદેશ કહે છે. તે