________________
૨૭૨
अन्ययोगव्य. द्वा. श्लोक : २३ ધર્મ હોઈ શકતો નથી. જે સમયે અસ્તિત્વની પ્રધાનતા વિવક્ષિત હોય તે સમયે વસ્તુ અતિરૂપ કહેવાય અને જ્યારે નાસ્તિવ ધર્મની પ્રધાનતા વિવક્ષિત હોય ત્યારે વસ્તુ નાસ્તિરૂપ કહેવાય આ પ્રકારે પ્રધાન અને ગૌણ ભેદ અન્ય ભાંગાઓમાં પણ સમજી લેવા તેમ જ શ્રીમાન ઉમાસ્વાતિ મહારાજે પણ કહ્યું છે કે પ્રધાન અને ગૌણભાવની અપેક્ષાએ પદાર્થોનું સ્વરૂપ સુનિશ્ચિત થાય છે,
तृतीयः स्पष्ट एव । द्वाभ्यामस्तित्वनास्तित्वधर्माभ्यां युगपत्प्रधानतयार्पिताभ्याम् एकस्य वस्तुनोऽभिधित्सायां तादृशस्य शब्दस्यासम्भवाद् अवक्तव्यं जीवादिवस्तु । तथाहि । सदसत्त्वगुणद्वयं युगपद् एकत्र सदित्यनेन वक्तुमशक्यम् । तस्यासत्त्वप्रतिपादनासमर्थत्वात् । तथाऽसदित्यनेनापि तस्य सत्त्वप्रत्यायनसामाभावात् । न त पुष्पदन्तादिवत् साङ्केतिकमेकं पदं तद्वक्तुं समर्थम्, तस्यापि क्रमेणार्थद्वयप्रत्यायने सामथ्र्योपपत्तेः। शतृशानयोः संकेतितसच्छब्दवत् । अतएव द्वन्द्वकर्मधारयवृत्त्योर्वाक्यस्य च न तद्वाचकत्वम् । इति सकलवावकरहितत्वाद अवक्तव्यं वस्तु युगपत्सत्त्वासत्त्वाभ्यां प्रधान भावार्पिताभ्यामाक्रान्तं व्यवतिष्ठते । न च सर्वथाऽवक्तव्यम् । अवक्तव्यशब्देनाप्यनभिधेयत्वप्रसङ्गात् । इति चतुर्थः । शेषास्त्रयः सुगमाभिप्रायाः॥
(અનુવાદ)
ત્રીજો ભાંગે સ્પષ્ટ જ છે. ઘટ આદિ પ્રત્યેક વસ્તુમાં સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વ છે. આ પ્રમાણે વસ્તુનું કમથી અસ્તિત્વ-નાસ્તિત્વ સ્વરૂપ સિદ્ધ થાય છે.
ચેથે ભાંગેઃ વસ્તુના અસ્તિત્વ અને નાસ્તિત્વ ધર્મને એકીસાથે કહી શકાતાં નથી તેથી તે અવક્તવ્યરૂપ છે. જેમ જીવ આદિ જ્યારે સતરૂપ વિવક્ષિત હોય છે. ત્યારે અસત રૂપે કહી શકાતા નથી. જયારે અસરૂપે વિવક્ષિત હોય ત્યારે વસ્તુને સતરૂપે કહી શકાતી નથી. કેમ કે અસ્તિત્વ નાસ્તિત્વ બને ધર્મો પરસ્પર વિરોધી છે.
શંકા; જેમ ચંદ્ર અને સૂર્યનું જ્ઞાન સાંકેતિક પુષ્પદંત શબ્દથી થાય છે, તેમ અસ્તિત્વ અને નાસ્તિત્વ અને ધર્મોનું એકી સાથે જ્ઞાન કેઈ એક સાંકેતિક શબ્દથી થવું જોઈએ
સમાધાન : કઈ એ શબ્દ નથી કે જેથી અસ્તિત્વ-નાસ્તિત્વ, બને ધર્મોનું જ્ઞાન એકી સાથે થાય. માને કે તે બને ધર્મોને કહેનાર કેઈ એક સાંકેતિક શબ્દ હોય તેપણું અસ્તિત્વ-નાસ્તિત્વ ધર્મોનું જ્ઞાન ક્રમપૂર્વક જ થાય છે, એકી સાથે થઈ શકતું નથી. વળી, પુષ્પદંત શબ્દથી સુર્ય અને ચંદ્રનું જ્ઞાન થાય છે, તે પણ કમથી જ થાય છે. વ્યાકરણમાં પણ સત્ શબદથી “ફ” અને “જ્ઞાન” પ્રત્યેનું જ્ઞાન થાય છે, તે પણ ક્રમથી જ થાય છે. એક સાથે થઈ શકતું નથી. કદ્ધ અને કર્મધારય