________________
अन्ययोगव्य. द्वा. श्लोक : २०
સમાધાન : જે પાંચે ભતેના મળવાથી શરીરને પરિણામ બનતું હોય તે એ શરીર-પરિણામ સદા કાળ થવું જોઈએ. પરંતુ કદાચિત્ય ન હો જોઈએ. માટે પૃથ્વી આદિ પાંચ ભૂતથી અતિરિક્ત કેઈ ચેતન્યરૂપ તત્વ હોય છે એ આત્મા તત્વ જ છે. આત્માથી ભિન્ન કઈ ચેતન્ય હોઈ શકતું નથી. વળી, શરીર પરિણામ વિના કારણે બનતું નથી. જે શરીર પરિણામ નિહેતુક હોય તે દેશ આદિની વ્યવસ્થા બની શકતી નથી. શરીરરૂપે પરિણત પૃથ્વી–આદિ પાંચભૂતમાં ચૈતન્ય શક્તિની ઉત્પત્તિ થતી હોય તે મૃત શરીરમાં પણ ચેતન્યની ઉત્પત્તિ થવી જોઈએ. કારણ કે મૃત શરીરમાં પણ પાંચે ભૂત મજુદ છે એમ ના કહેશે કે મુડદામાં રકતના સંચારને અભાવ હોવાથી તેમાં ચૈતન્ય શકિતને પ્રાદુર્ભાવ થતું નથી, રક્તને સંચાર તથા અસંચાર જ્ઞાન પ્રત્યે કારણ હોય તે સૂતેલા મનુષ્યમાં રક્તને સંચાર છે, તે તેને કેમ જ્ઞાન થતું નથી? વળી. સતની ઉત્પત્તિ કદાપિ થતી નથી, તથાપિ તમે પાંચ ભૂતથી આત્માની ઉત્પત્તિ માનતા હે તે આત્માની ઉત્પત્તિ વારંવાર થવી જોઈએ. કેમ કે શરીરરૂપે પરિણત પંચભૂતની વિદ્યમાનતા સદા છે જ. અસત્ વસ્તુની સાથે અર્થ ક્રિયાને વિરોધ હોય. પરંતુ સતની સાથે અર્થક્રિયાને વિરોધ હોઈ શક્તા નથી, તેથી વારંવાર આત્માની ઉત્પત્તિ થવી જોઈએ. જે કહેશે કે “પહેલાં આત્માનું અસ્તિત્વ ન હતું પરંતુ પાંચભૂતના સંગથી આત્માની ઉત્પત્તિ થાય છે. આમ કહેવું ઉચિત નથી. જે પદાર્થનો સર્વથા અભાવ હોય અને જે સર્વશક્તિથી રહિત હોય તેવા પદાર્થની ઉત્પત્તિ ક્યારે પણ થઈ શકતી નથી. જે તેવા પ્રકારની અસતની ઉત્પત્તિ થતી હોય તે બીજા પણ અસત્ પદાર્થોની ઉત્પત્તિ થવી જોઈએ. આથી સિદ્ધ થાય છે કે આત્મા એ અલગ પદાર્થ છે, પાંચભૂતનું કાર્ય નથી.
(टीका) कुतस्तहि सुप्तोत्थितस्य तदुदयः । असंवेदनेन चैतन्यस्याभावात् । न । जाग्रदवस्थानुभूतस्य स्मरणात् । असंवेदनं तु निद्रोपघातात् । कथं तर्हि कायविकृतौ चैतन्यविकृतिः। नैकान्तः। श्वित्रादिना कश्मलवपुषोऽपि बुद्धिशुद्धः। अविकारे च भावनाविशेषतः प्रीत्यादिभेददर्शनात् । शोकादिना बुद्धिविकृती कायविकारादर्शनाच्च । परिणामिनो विना च न कार्योत्पत्तिः । न च भूतान्येव तथा परिणमन्ति । विजातीयत्वात् । काठिन्यादेरनुपलम्भात् । अणव एवेन्द्रियग्राह्यत्वरूपां स्थूलतां प्रतिपद्यन्ते तज्जात्यादि चोपलभ्यते । तम भूतानां धर्मः फलं वा उपयोगः । तथा भवांश्च यदाक्षिपति तदस्य लक्षणम् । स चात्मा स्वसंविदितः। भूतानां तथाभावे बडिमुखं स्याद् । गोरोऽहमित्यादि तु नान्तमुखम् । बाह्यकरणजन्यत्वात् । अनभ्युपगतानुमानप्रामाण्यस्य चात्मनिषेधोऽपि दुर्लभः ॥
"धर्मः फलं च भूतानाम् उपयोगो भवेद् यदि ।
प्रत्येकमुपलम्भः स्यादुत्पादो वा विलक्षणात् ॥" રુતિ વાર્થઃ ર૦૧