________________
स्याद्वादमंजरी
२२७ न्यथानुपपत्तिप्रभृतयोऽपि हेतवो वाच्याः। तदेवमाप्तेन सर्वविदा प्रणीत आगमः प्रमाणमेव । तदप्रामाण्यं हि प्रणायकदोषनिबन्धनम् ।
"रागाद्वा द्वेषाद्वा मोहाद्वा वाक्यमुच्यते ह्यनृतम् ।
यस्य तु नैते दोषास्तस्यानृतकारणं किं स्यात्" ॥ इति वचनात् । प्रणेतुश्च निर्दोषत्वमुपपादितमेवेति सिद्धः आगमादप्यात्मा “एगे आया" इत्यादि वचनात् । तदेवं प्रत्यक्षानुमानागमैः सिद्धः प्रमाता ॥
(અનુવાદ) સર્વજ્ઞની સિદ્ધિ :- (૧) જ્ઞાનમાં તરતમતા હોવાથી કેઈ પણ જીવમાં સર્વોત્કૃષ્ટ જ્ઞાન હોય છે. જેની તરતમતા હોય તેની વિશ્રાંતિ જરૂર હોય. જેમ કે પરિણામમાં તરતમતા હોવાથી પરિણામની પરાકાષ્ટા આકાશમાં છે તેમ જ્ઞાનમાં તરતમતા હોવાથી જ્ઞાનની પરાકાષ્ઠા કોઈ પુરુષવિશેષમાં હોવી જોઈએ તે પરાકાષ્ઠા જેનામાં હોય છે, તે જ ભગવાન સર્વજ્ઞ છે. (૨) સ્વભાવથી દૂર રહેલા સૂક્ષમ પદાર્થો કઈને કઈ વ્યક્તિને પ્રત્યક્ષ હોય છે. કેમકે પદાર્થો અનુમેય હોય છે. જે જે અનુમેય (અનુમાનના વિષય) હોય તે તે કેઈનાથી પણ પ્રત્યક્ષ હોય. જેમ પર્વતની ગુફામાં રહેલ અગ્નિ અનુમાનનો વિષય હેવાથી, કોઈને પણ પ્રત્યક્ષ છે. તેમ આપણું પ્રત્યક્ષથી અગ્રાહ્ય પરમાણુ આદિ સૂક્ષ્મ પદાર્થો કેઈન અવશ્ય પ્રત્યક્ષ હોવા જોઈએ. જેને એવા પદાર્થો પ્રત્યક્ષ છે. તે જ ભગવાન સર્વજ્ઞ છે. ચંદ્ર-સૂર્યનું ગ્રહણ આદિ જણાવનાર તિષશાસ્ત્રની સત્યતાથી પણ સર્વજ્ઞની સિદ્ધિ થાય છે.
ઉક્ત સ્વરૂપ સર્વજ્ઞ આ પુરુષવડે પ્રણીત આગમ જ પ્રમાણરૂપ છે. જે આગમન રચયિતા દેષયુક્ત હોય તે આગમ જ અપ્રમાણુ હોય. અર્થાત્ આગમની પ્રમાણુતામાં તેના રચયિતા જ કારણ છે. કેમકે “પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ હોય છે. કહ્યું પણ છે કે રાગ, દ્વેષ અને મેહ વડે જ અસત્ય ભાષણ થાય છે. જે પુરુષના રાગ દ્વેષ આદિ દોષોને સમૂલ નાશ થયો હોય તે પુરુષને અસત્ય બોલવાનું કે પ્રયોજન નથી. આથી આગમના પ્રણેતા નિર્દોષ હેવાથી “આત્મા છે,’ વગેરે આગમ પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થાય છે. આ પ્રકારે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણથી પ્રમાતાની સિદ્ધિ થાય છે. (टीका) प्रमेयं चानन्तरमेव बाह्यार्थसाधने साधितम् । तत्सिद्धौ च प्रमाणं ज्ञानम् तच्च प्रमेयाभावे कस्य ग्राहकमस्तु निर्विषयत्वात् इति प्रलापमात्रम् । करणमन्तरेण क्रियासिद्धरयोगाद् । लवनादिषु तथादर्शनात् । यच्च, अर्थसमकालमित्याद्युक्तम् , तत्र विकल्पद्वयमपि स्वीक्रियत एव । अस्मदादिप्रत्यक्षं हि समकालार्थाऽऽकलनकुशलम् । स्मरणमतीतार्थस्य ग्राहकम् । शब्दानुमाने च त्रैकालिकस्याप्यर्थस्य परिच्छेदकम् । निराकारं चैतद् द्वयमपि । न चातिप्रसङ्गः। स्वज्ञानावरणवीर्यान्तरायक्षयोपशमविशेषवशादेवास्य नैयत्येन प्रवृत्तेः । शेषविकल्पानामस्वीकार एव