________________
स्थाबादमंजरी
(टीका) अथानेकं गोत्वाश्चत्वघटत्वपटत्वादिभेदर्भिमत्वात् तर्हि विशेषा एव स्वीकृताः। अन्योन्यव्यावृत्ति हेतुत्वात् । न हि यद् गोत्वं तदश्वत्वात्मकमिति । अर्थक्रियाकारित्वं च वस्तुनो लक्षणम् । तच्च विशेषेष्वेव स्फुटं प्रतीयते । न हि सामान्येन काचिदर्थक्रिया क्रियते । तस्य निष्क्रियत्वात् । वाहदोहादिकास्वर्थक्रियासु विशेषाणामेवोपयोगात् । तथेदं सामान्य विशेषेभ्यो भिन्नमभिन्नं वा ? भिन्नं चेद् अवस्तु । विशेषविश्लेषेणार्थक्रियाकारित्वाभावात् । अभिन्न चेत् विशेषा एक, तत्स्वरूपवत् । इति विशेष कान्तवादः ॥
(અનુવાદ) જે કહે કે સામાન્ય ગોત્વ, અવ,ઘટવ પટ આદિ ભેદથી ભિન્ન છે. એમ જે સામાન્યનું અનેકપણું હોય તે તેનું વિશેષરૂપ સ્વીકાર્યું કહેવાશે. આ રીતે ગોત્વ અને અશ્વત્વ પરસ્પર ભિન્ન હોવાથી ગોવની વ્યાવૃત્તિ અશ્વત્વથી થાય છે. જે અર્થ ક્રિયા કરનાર હોય તે જ વાત કહેવાય છે. આવું વર્તન લક્ષણ વિશેષમાં જ ઘટે છે, કેમકે સામાન્ય નિકિય હોવાથી તેમાં અર્થક્રિયા ઘટી શકતી નથી. વહન-દહન આદિ અર્થ ક્રિયા કરવામાં અશ્વત્વ, ગોત્વ આદિ સામાન્ય ઉપયોગી નથી. પરંતુ વહન–દેહન આદિ અર્થક્રિયા કરવાવાળા અશ્વ અને ગોરૂપ વિશે જ ઉપયોગી છે. હવે એ વિચારીએ કે એ સામાન્ય વિશેષથી ભિન્ન છે કે અભિન્ન? જે વિશેષથી સામાન્ય ભિન્ન હોય તે સામાન્ય અવસ્તુ બની જશે ! વિશેષથી ભિન્ન હોવાને કારણે સામાન્યમાં કઈ અર્થ ક્રિયા ઘટી શકતી નથી. કારણ કે “અર્થ ક્રિયાકારિત્વ' એ વસ્તુનું લક્ષણ છે, તે લક્ષણ સામાન્યમાં નહીં ઘટવાથી સામાન્ય અવસ્તુ બની જાય, જે વિશેષથી સામાન્ય અભિન્ન હોય તે સામાન્ય એ વિશે જ કહેવાશે. આથી સિદ્ધ થાય છે કે વિશેષ એ જ તત્વ છે.
(टीका) नैगमनयानुगामिनस्त्वाहुः । स्वतन्त्रौ सामान्यविशेषौ । तथैव प्रमाणेन प्रतीतत्वात् । तथाहि । सामान्यविशेषावत्यन्तभिन्नौ, विरुद्धधर्माध्यासितत्वात् । यावेवं तावेवं, यथा पाथःपावकौ, तथा चैतौ तस्मात् तथा । सामान्य दि गोत्वादि सर्वगतम् तद्विपरीताश्च शबलशाबलेयादयो विशेषाः। ततः कथमेषामैक्यं युक्तम् ॥
હવે ગમનયાનુસારી તૈયાયિક એને વૈશેષિક કહે છે કે : સામાન્ય અને વિશેષ પરસ્પર નિરપેક્ષ (સ્વતંત્ર) તત્ત્વ છે કેમ કે પ્રમાણથી તે પ્રકારે જ સિદ્ધ થાય છે. સામાન્ય અને વિશેષ પરસ્પર અત્યંત ભિન્ન છે, કેમ કે એકબીજામાં વિરુદ્ધ ધર્મને અધ્યાસ છે અને તેથી પરસ્પર વિરોધી છે. જે પરસ્પર વિરોધી હોય છે તે અત્યંત ભિન્ન હોય છે. જલ અને અગ્નિ એ પરસ્પર વિરુદ્ધ ધર્મના અધ્યાસી હોવાથી એ જેમ અત્યંત ભિન્ન છે, તેમ સામાન્ય અને વિશેષ પણ પરસ્પર વિરુદ્ધ ધર્મના અધ્યાસી હોવાથી પરસ્પર અત્યંત ભિન્ન છે. તથા ગોત્યાદિ સામાન્ય એક છે અને સર્વવ્યાપક છે, શબલ શાબલેયાદિ વિશેષ અનેક છે અને પરિમિત ક્ષેત્રમાં રહે છે, તેથી સામાન્ય અને વિશેષનું ભિન્ન ભિન્ન સ્વરૂપ હોવાથી તેમાં એક્તા કેવી રીતે ઘટી શકે ?
ત્યા. ૨૧