________________
स्याद्वादमंजरी
१२७
(અનુવાદ) શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તમારું આ કથન વ્યભિચાર-દોષવાળું છે. કેમકે શ્રાદ્ધ આદિ કરવા છતાં પણ ઘણા લોકોને સંતાનની વૃદ્ધિ દેખાતી નથી અને શ્રાદ્ધ નહીં કરનાર કેટલાક ગર્દભ, ભુંડ આદિને ઘણું સંતાન હોય છે ! તેથી “સંતાનની વૃદ્ધિ માટે શ્રાદ્ધ આદિ કરવું જોઈએ.' ઈત્યાદિ વાક્ય પણ મૂખલેકને ઠગવા માટે જ છે.
પરલોકમાં ગયેલા પિતૃઓ સ્વયં ઉપાર્જન કરેલા શુભાશુભકર્મને અનુસાર, દેવનારક આદિ ગતિમાં સુખદુઃખને ઉપભેગ કરતા રહે છે, તે તેઓ પુત્ર આદિ દ્વારા આપેલા પિંડને ઉપભોગ કરવાની ઈચ્છાવાળા કેમ હોઈ શકે ? વળી તમારા મતને અનુસરનારા પણ કહે છે કે “જે શ્રાદ્ધ-મરેલાં પ્રાણીઓને તૃપ્તિનું કારણ થતું હોય તો તેલ પણ બુઝાઈ ગયેલા દીપકની જ્યોતને વધારી શકે ને ? તેમજ આ લેકમાં કરાયેલા શ્રાદ્ધ આદિથી ઉત્પન્ન થયેલું પુણ્ય, પરલોકમાં રહેલા પિતૃલકની પાસે કઈ રીતે પહોંચી શકે ? કેમ કે જે પુણ્ય છે; તે તે પિતૃઓથી ભિન્ન પુત્ર આદિ વડે કરાયેલું છે, અને તે પુણ્ય જડ તથા ગતિરહિત હોવાથી પિતૃલેકમાં કઈ રીતે પહોંચી શકે ? અર્થાત્ અન્યદ્વારા કરાયેલું પુણ્ય અન્ય પાસે પહોંચી શકતું નથી. માટે તમારું શ્રાદ્ધ આદિનું વિધાન કપલ કલ્પિત છે.
(ટી) ચય તેવારોની વિવિધs gષે તાતુર તનયા स्यादिति चेत् । तन्न। तेन तज्जन्यपुण्यस्य स्वाध्यवसायादुत्तारितत्वात् एवं च तत्पुण्यं नैकतरस्यापि इति विचाल एव विलीनं त्रिशकुज्ञातेन । किन्तु पापानुबन्धिपुण्यत्वात् तत्त्वतः पापमेव । अथ विप्रोपभुक्तं तेभ्यः उपतिष्ठत इति चेत् क इवैतत्प्रत्येतु । विप्राणामेव मेंदुरोदरतादर्शनात् । तद्वपुषि च तेषां संक्रमः श्रद्धातुमपि न शक्यते। भोजनावसरे तत्सङ्क्रमलिङ्गस्य कस्याप्यनवलोकनात् विप्राणामेव च तृप्तेः साक्षात्करणात् । यदि परं त एव स्थूलकवलैराकुलतरतिगार्द्धयाद भक्षयन्तः प्रेतप्रायाः, इति मुधव श्राद्धादिविधानम् । यदपि च गयाश्राद्धादियाचनमु. पलभ्यते, तदपि तादृशविप्रलम्भकविभङ्गज्ञानिव्यन्तरादिकृतमेव निश्चयम् ।।
(અનુવાદ) શંકા : પિતૃઓને ઉદેશીને શ્રાદ્ધાદિ કરવા છતાં પણ તે શ્રાદ્ધાદિ જન્ય પુય તે શ્રાદ્ધને આપનાર પુત્ર આદિને જ પ્રાપ્ત થાય છે.
સમાધાન : એ પણ ઠીક નથી. કેમ કે શ્રાદ્ધ આદિથી ઉત્પન્ન થયેલું પુણ્ય, પિતાને ઉદ્દેશીને નહીં થવાથી, તે પુણ્ય સાથે પુત્ર આદિન કેઈ પણ સંબંધ નથી રહેતો. તેથી શ્રાદ્ધજન્ય પુણ્ય ન તો પિતાને કે ન તે પુત્રને પ્રાપ્ત થાય છે. પરંતુ કેવળ ત્રિશંકુની જેમ વચ્ચે જ લટકી રહેશે ! (ત્રિશંકુ રાજા વસિષ્ઠ રૂષિના શાપથી થાંડાલ થયા. વિશ્વામિત્રની સહાયતાથી યજ્ઞ કરીને પૃથ્વી છેડી સ્વર્ગમાં ગયે. પણ ત્યાં ઈન્દ્ર ક્રોધે ભરાયે ને ત્રિશંકુને સ્વર્ગનિકાલ કર્યો ! ત્યારથી તે ત્રિશંકુ રાજા પૃથ્વી અને સ્વર્ગની વચમાં લટકતો રહ્યો છે.) શ્રાદ્ધ પુણ્યાનુબંધી પાપનું કારણ હોવાથી વાસ્તવિક તે પાપરૂપ જ છે. જે કહેશે