________________
स्याद्वादमंजरी
ઘટગત અનિત્યતા ધર્મ પણ ન માનવો જોઈએ. આ રીતે દષ્ટાન્તના એક વિશેષ ધર્મને સાધ્યમાં લાવીને વાદીના વચનનું ખંડન કરવું તે ઉત્કર્ષ મા જાતિ કહેવાય છે.
(૪) સાધ્યરૂપ ધમીમાંથી દષ્ટાન્તમાં નહીં રહેવાવાળા ધર્મનું અપકર્ષણ કરીને વાદીના વચનનો યાઘાત કર. તે અપકર્ષ સમા જાતિ. દા. ત. શબ્દ અનિત્ય છે. કારણ કે તેમાં કૃતકત્વ છે. ઘટની જેમ, આ પ્રકારે વાદી પ્રવેશ કરે છે ત્યારે પ્રતિવાદી તેનું ખંડન કરવા માટે કહે છે કે જેમ ઘટ શ્રવણને વિષય નથી, તેમ શબ્દ પણ શ્રવણને વિષય ન હોવો જોઈએ ! જે શબ્દમાં અશ્રાવણપણું ન માને તે ઘટગત અનિત્યતા ધર્મ પણ ના માન જોઈએ. આ રીતે દૃષ્ટાતમાં નહીં રહેવાવાળા ધર્મનું ધમમાંથી અપકર્ષણ કરવું, તે અપકર્ષસમાં જાતિ કહેવાય છે. આ પ્રકારે ચાર જાતિનું સ્વરૂપ દિશાસૂચન માટે કહેલ છે, બાકીની વીસ જાતિનું સ્વરૂપ ન્યાયશાસ્ત્રમાંથી જાણી લેવું. પ્રસ્તુતમાં તેનું વર્ણન નિરુપયોગી હોવાથી નથી કર્યું.
(टीका) तथा विप्रतिपत्तिरप्रतिप्रत्तिश्च निग्रहस्थानम् । तत्र विप्रतिपत्तिः साधनाभासे साधनबुद्धिः, दूषणाभासे च षणबुद्धिरिति । अप्रतिपत्तिः साधनस्यादूषण, दूषणस्य चानुद्धरणम् । तच्च निग्रहस्थान द्वाविंशतिविधम् । तद्यथा-प्रतिज्ञाहानिः प्रतिज्ञान्तरम् प्रतिज्ञाविरोधः प्रतिज्ञासंन्यासः हेत्वन्तरम् अर्थान्तरम् निरर्थकम् अविज्ञातार्थम् अपार्थकम् अप्राप्तकालम् न्यूनम् अधिकम् पुनरुक्तम् अननुभाषणम् अज्ञानम् अप्रतिमा विक्षेपः मतानुज्ञा पर्यनुयोज्योपेक्षणम् निरनुयोज्यानुयोगः अपસિદ્ધાન્તઃ દેવામાાય |
(અનુવાદ)
હવે વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિરૂપ નિગ્રહસ્થાન કહેવામાં આવે છે. સાધનાભાસમાં સાધનબુદ્ધિ અને દૂષણાભાસમાં દૂષણબુદ્ધિ તેને વિમતિપત્તિ (વિરૂદ્ધ પ્રતિપત્તિ) કહે છે. અને પ્રતિવાદીના સાધન(હેતુ)ને દૂષણ રહિત માનવું, અથવા તે પ્રતિવાદીના દૂષણને દૂર નહીં કરવું તે અપ્રતિપત્તિ કહેવાય છે. તે નિગ્રહસ્થાન બાવીશ પ્રકારે છે. તે આ પ્રમાણે પ્રતિજ્ઞાહાનિ, પ્રતિજ્ઞાન્તર, પ્રતિજ્ઞાવિરોધ, પ્રતિજ્ઞાસંન્યાસ, હેવન્તર, અર્થાન્તર નિરર્થક, અવિજ્ઞાતાર્થ, અપાર્થક, અપ્રાપ્તકાલ, ન્યૂન, અધિક; પુનરુક્ત, અનનુભાષણ, અજ્ઞાન, અપ્રતિભા, વિક્ષેપ, મતાનુજ્ઞા, પર્યાનુપેક્ષણ, નિરગુજ્યાનુગ, અપસિદ્ધાંત, અને હવાભાસ, એમાં અનનુભાષણ, અજ્ઞાન, અપ્રતિભા, વિક્ષેપ, મતાનુજ્ઞા, અને પર્યનુ પેક્ષણ, એ છ પ્રકારનાં નિગ્રહસ્થાન, અપ્રતિપત્તિથી હોય છે અને બાકીનાં સળ વિપ્રતિપત્તિથી થાય છે.
(टीका) तत्र हेतावनैकान्तिकीकृते प्रतिदृष्टान्तधर्म स्वदृष्टान्तेऽभ्युपगच्छतः प्रतिज्ञाहानि म निग्रहस्थानम् । यथा अनित्यः शब्दः ऐन्द्रियकत्वाद्, घटवदिति प्रतिज्ञासाधनाय वादी वदन् , परेण सामान्यमैन्द्रियकमपि नित्यं दृष्टमिति हेतावनैकान्तिकीकृते, यद्येवं ब्रूयात् सामान्यवद् घटोऽपि नित्यो भवत्विति, स एवं