________________
स्थाद्वादमंजरी
(અનુવાદ) શંકા : જે આત્માને શરીરપ્રમાણ માનવામાં આવે તે અહિં પ્રશ્ન થાય છે કે બાલ શરીરનું પરિમાણુ યુવાન શરીરમાં કઈ રીતે બદલાય છે? શું બાલ શરીરના પરિમાણને ત્યાગ કરીને યુવાન શરીર બને છે, કે બાલ શરીરને ત્યાગ કર્યા વિના જ યુવાન શરીર બને છે? જે બાલ શરીરને ત્યાગ કરીને યુવાન શરીર બનતું હોય તે આત્મા પણ શરીરપ્રમાણુ હાઈને શરીરની જેમ આત્મામાં પણ અનિત્યપણું માનવું પડશે અને આત્મામાં અનિત્યતા માનવાથી પરલોક આદિને પણ અભાવ થશે ! કેમકે શરીરને નાશ થવા સાથે આત્માને પણું નાશ થશે. પછી પરલકે કોણ જશે?
હવે બીજે પક્ષ બાલ શરીરને ત્યાગ કર્યા વિના યુવાન શરીર બને છે તેમ માનવાથી અનુભવને અપલોપ થાય છે. કેમકે શરીરની જેમ આત્માનું પણ ઉત્તર પરિમાણ થશે નહીં.
સમાધાન: આપનું કથન ઠીક નથી કેમકે બાલશરીરનો ત્યાગ વડે યુવાન શરીરની પ્રાપ્તિ થવાથી કંઈ આત્માને સર્વથા નાશ થતું નથી, જેમકે ફણાવાળા સર્ષની સરલ અવસ્થા થવાથી કંઈ સપનો સર્વથા નાશ થતો નથી ! તેમ બાલ્યાવસ્થાના ત્યાગ વડે યુવાન અવસ્થાની પ્રાપ્તિ થવાથી, આત્માને સદંતર નાશ થતો નથી. માટે આત્માનું શરીરપ્રમાણ માનવાથી કંઈ પરલેક આદિનો અભાવ થતું નથી. આત્મા દ્રવ્યાસ્તિકને નિત્ય છે અને પર્યાયાસ્તિક નયે અનિત્ય છે.
6 (टीका) अथात्मनः कायपरिमाणत्वे तत्खण्डने खण्डनप्रसङ्गः, इति चेत् , कः किमाह शरीरस्य खण्डने कथंचित् तत्खण्डनस्येष्टत्वात् । शरोरसम्बद्धात्मप्रदेशेभ्यो हि कतिपयात्मप्रदेशानां खण्डितशरीरप्रदेशेऽवस्थानादात्मनः खण्डनम् । तच्चात्र विद्यत एव । अन्यथा शरीरात् पृथग्भूतावयवस्य कम्पोपलब्धिर्न स्यात् । न च खण्डितावयवानुप्रविष्टस्यात्मप्रदेशस्य पृथगात्मत्वप्रसङ्गः, तत्रैवानुप्रवेशात् । न चैका सन्तानेऽनेके आत्मानः । अनेकार्थप्रतिभासिज्ञानानामेकप्रमात्राधारतया प्रतिभासाभावप्रसङ्गात् । शरीरान्तरव्यवस्थितानेकज्ञानावसेयार्थसंवित्तिवत् ॥
(અનુવાદ) શંકા જે આત્માને શરીર પ્રમાણ માનશે તે શરીરના અવયવે ખંડિત થવાથી આત્મા પણ ખંડિત થશે ને ?
સમાધાન : તેથી તમે શું કહે છે? કેમકે અમે આત્માનું કથંચિત ખંડનસ્વરૂપ તે સ્વીકારીએ જ છીએ! કેમકે શરીરથી સંબંધિત આત્મપ્રદેશને શરીરના અવય ખંડિત થવાથી, ખંડિત શરીરમાં રહેલ આત્માનું પણ કથંચિત ખંડન થાય છે જ. જે ખંડિત શરીરના અવયવની અપેક્ષાએ આત્માનું કથંચિત ખંડનસ્વરૂપ સ્વીકારવામાં ના આવે તે તલવાર આદિથી કપાઈને ભિન્ન થયેલા શરીરના અવયવોમાં કંપન ન થવું જોઈએ, પરંતુ શરીરથી પૃથગૃભૂત થયેલા હાથ, પગ આદિ અવયવોમાં કંપન આદિ તે થાય છે! માટે સિદ્ધ થાય છે કે તલવાર આદિના પ્રાગ વડે શરીરથી અલગ થયેલા અવયમાં પણ આત્મપ્રદેશને સદુભાવ છે. અન્યથા પૃથગત અવયમાં કંપન આદિ ક્રિયા ન થવી જોઈએ.