________________
પ્રમાણમીમાંસા /૧/૧/૨૧
૬૯
तेषां च "पुढवी चित्तमन्तमक्खाया" [ दशवै० ४.१ ] इत्यादेराप्तागमात्सिद्धिः । अनुमानाच्च - ज्ञानं क्वचिदात्मनि परमापकर्षवत् अपकृष्यमाणविशेषत्वात् परिमाणवत्, यत्र तदपकर्षपर्यन्तस्त एकेन्द्रियाः स्थावराः । न च स्पर्शनेन्द्रियस्याप्यभावे भस्मादिषु ज्ञानस्यापकर्षो युक्तः तत्र हि ज्ञानस्याभाव एव, न पुनरपकर्षस्ततो यथा गंगनपरिमाणादारभ्यापकृष्यमाणविशेषं परिमाणं परमाणौ परमापकर्षवत् तथा ज्ञानमपि केवलज्ञानादारभ्यापकृष्यमाणविशेषमेकेन्द्रियेष्वत्यन्तमपकृष्यते । पृथिव्यादीनां च प्रत्येकं નીવત્વસિનિને વતે । સ્પર્શનનેન્દ્રિયે મિ-અપાાિ-નૂપુરર્વા-ફૂપલ-શદ્ધ-શુક્ત્તિા-શમ્વોજૂજાપ્રવૃતીનાં ત્રણાનામ્ । સ્પર્શનસન-પ્રાળાનિ પિપીસ્તા-રોળિયા-કપચિજા-ધુન્ધુ-તુલાપ્રપુત્ત-ચીન-વાર્તાસાસ્થિવા-શતપવી-અમેન-તૃળપત્ર-જાæારાવીનામ્ ।
આગમથી સ્થાવરમાં જીવ સત્તાની સિદ્ધિ થાય છે. અને અનુમાન પ્રમાણથી તેની સિદ્ધિ દર્શાવે છે “જ્ઞાન કોઇક આત્મામાં પરમ અપકર્ષવાળુ (ન્યૂનતાની અપેક્ષાએ છેલ્લી કોટિનું) હોય છે, અપકર્ષ પામતું જોવામાં આવતું હોવાથી, પરિમાણની જેમ. અર્થાત્ પરિમાણનો પરમ પ્રકર્ષ આકાશમાં છે અને અનુક્રમે લોકાકાશ, મધ્યલોક, જંબુદ્વીપ, ભરતક્ષેત્ર આદિમાં ઘટતું ઘટતું એક પરમાણુમાં સહુથી અલ્પ પરિમાણ હોય છે. તેમ કેવલજ્ઞાનીને સંપૂર્ણ જ્ઞાન હોય છે, તેનાથી નીચલી કક્ષાવાળામાં અલ્પ અલ્પ જ્ઞાન. વળી પંચેન્દ્રિય કરતાં ચઉરિન્દ્રિયને માત્ર ચાર વિષયનું જ જ્ઞાન, એમ ઘટતું ઘટતું સુહુથી થોડુ જ્ઞાનં સ્થાવર–એકેન્દ્રિયને હોય છે.
♦ શંકાકાર - સ્પર્શેન્દ્રિયનાં અભાવમાં પણ ભસ્મ રાખ વિ. માં જ્ઞાનનો અપકર્ષ જોવા મળે છે ને ? • સમાધાન - રાખ વગેરેમાં જ્ઞાનનો અપકર્ષ નહિ, પરંતુ સર્વથા જ્ઞાનનો અભાવ છે. વનસ્પતિ વગેરે ઉપર તેઉકાયનું શસ્ત્ર લાગવાથી ભસ્મ બને છે. તેથી વનસ્પતિ વગેરે જીવોનો ઘાત થઇ ગયો હોવાથી ભસ્મમાં જ્ઞાનમાત્રા માનવી યુક્ત નથી.
પૃથ્વી વગેરેમાં તો ગરમાશ, ઉષ્ણશ્વાસ, વૃદ્ધિ વગેરે લિંગથી આત્મા સિદ્ધ થતો હોવાથી ત્યાં જ્ઞાન માનવું યુક્ત છે. ભસ્મમાં આવા કોઇ લિંગ જોવા મળતા નથી. પૃથ્વી વિગેરે દરેક જીવ છે તે આગળ કહીશું. સ્પર્શન અને રસના આ બે ઇંદ્રિયો –→કૃમિ લાકડાના કીડા, અળસિયા, ગંડોલા, શંખ, નાનાશંખો, શંખલા, મોતીની છીપ, કોડી-કોડા, ખરાબલોહી પીનાર જળો વગેરે ત્રસ જીવોમાં હોય છે. ત્વચા, જીભ, નાકે, આ ત્રણ ઇંદ્રિયો→ કીડી, રોહણિકા= મોટી કીડી, મંકોડા કે મોટા માથાવાળી નાની કીડી, કન્થવા, ઘીમેલ, ઉધેઈ, લીખ, જૂ, ગીગોડી, કાનખજૂરો, ચીચડી, છાણના કીડા ગહિયા, માંકણ, ગોકળગાય, આદિથી ચોમાસાના
१ रोहिणिकापेचिका डे० । २ तुबरका० ता० । तुंबुरक मु० । ३ त्रिपुस- डे० । ४ बीजककर्पा०ता० ।
૧ નિગોદના જીવને અતિ અલ્પમતિજ્ઞાનતો હોય જ છે, તેથી તેમને પણ આવરણ અને અંતરાયનો ક્ષયોપશમ હોવો જરૂરી છે, હવે જે દેશઘાતિ હોય તેનો જ ક્ષયોપશમસંભવે માટે અંતરાય સર્વાતિ નથી પણ દેશાતિ જ છે. અન્યથા સર્વથા જ્ઞાનાદિનો અભાવ થઇ જાત. પરંતુ નિગોદમાં પણ શાન દર્શન, ચરિત્ર તપ, વીર્ય ઉપયોગ આ છ લક્ષણ માન્યા છે. તેમજ દૈય-હૈયવગેરે પદાર્થ અતિ અલ્પ હોવાથી તેને આવરવા ઓછા આવરણની જરૂર પડે માટે પણ અંતરાય દેશધાતી મનાય છે. (કર્મપ્રકૃતિ) ૨ આચાર્યશ્રી આ બધામાં જીવત્વની સિદ્ધિ કરવાનું ધારેલું, પરંતુ ગ્રંથપૂર્ણ થતા પહેલા પરલોકવાસી બની ગયા હોય તેવું લાગે છે. કા.કે. ગ્રંથ અધૂરો જ ઉપલબ્ધ થાય છે. છતાં આચાર્યશ્રીના આ બુદ્ધિસ્થગ્રંથને ઉમેરા રૂપે આપવાની કોશીશ આ ગ્રંથના છેડે કરવામાં આવી છે. જેમાં આ બધામાં જીવત્વની સિદ્ધિ સન્મતિપ્રકરણ વિ. અનેક ગ્રંથોનો આધાર લઇને કરી છે.