________________
૬૫
પ્રમાણમીમાંસા /૧/૧/૨૦-૨૧
७३. ननु स्वसंवेदनरूपमन्यदपि प्रत्यक्षमस्ति तत् कस्मान्नोक्तम् ?, इति न वाच्यम्, इन्द्रिय जज्ञानस्वसंवेदनस्येन्द्रियप्रत्यक्षे, अनिन्द्रियजसुखादिसंवेदनस्य मनःप्रत्यक्षे, योगिप्रत्यक्षस्वसंवेदनस्य योगिप्रत्यक्षेऽन्तर्भावात् । स्मृत्यादिस्वसंवेदनं तु मानसमेवेति नापरं स्वसंवेदनं नाम प्रत्यक्षमस्तीति જે નોર્ આરા ६७४. इन्द्रियेत्युक्तमितीन्द्रियाणि लक्षयतिस्पर्शरसगन्धरूपशब्दग्रहणलक्षणानि स्पर्शनरसनघ्राणचक्षुः
श्रोत्राणीन्द्रियाणि द्रव्यभावभेदानि ॥२१॥ પ્રવૃત્ત થતું નથી. હા મનનો ઉપયોગ તે વખતે તદ્વિષયક બને છે. આ સમસ્તનો દાખલો થયો, જ્યારે સુખદુઃખનો સાક્ષાત્ વિશુદ્ધિ યુક્ત મન સાથે સંબંધ થાય છે. એટલે સુખ દુઃખને ગ્રહણ કરવા મન ખુદ એકલું પ્રવર્તે છે તે વ્યસ્તનું ઉદાહરણ થયું તે મનોનિમિત્ત પ્રત્યક્ષ છે. ૭૩ શંકાકાર” સ્વસંવેદનનામક પ્રત્યક્ષ પણ છે. તો તેનું નિરૂપણ કેમ ન કર્યું?
સમાધાન » સ્વસંવેદન પ્રત્યક્ષ છે. એ વાત સાચી, ઇન્દ્રિયજ જે જ્ઞાન થયું છે. “આ ઘટ છે” એવું તેની સાથોસાથ મેં ઘટને જાણ્યો છે “ઘટ જ્ઞાનવાળો હું છું” આવું જે આત્માને સ્વતઃ ઘટ જ્ઞાનનું ભાન થઈ જાય છે, તે માટે અન્ય જ્ઞાન કે ઈન્દ્રિયાદિની જરૂર પડતી નથી, માટે સ્વસંવેદન કહેવાય. પરંતુ તે જ્ઞાન તો ઘટના જ્ઞાનની સાથે જ થઈ જાય છે, જેમાં પ્રતિબિંબને જોવાની સાથે તે દર્પણનું પણ ભાન થઈ જતું હોવાથી દર્પણના જ્ઞાન માટે જુદુ પ્રમાણ માનવાની જરૂર નથી. માટે તેની ઈન્દ્રિયજ પ્રત્યક્ષમાં સમાવેશ થઈ જાય. એજ પ્રમાણે મનોનિમિત્તક સુખદુઃખનો અનુભવ અને તેનું સંવેદન સાથે જ થવાથી તેનો મનોનિમિત્તક માનસ પ્રત્યક્ષમાં સમાવેશ થઈ જાય છે. એમ યોગિપ્રત્યક્ષ સ્વસંવેદનનો (અવધિજ્ઞાન મુનિ વિ.ને હોય છે, તેમાં સમાવેશ સમજી લેવાનો) યોગિપ્રત્યક્ષમાં અને સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા વગેરે (જ્ઞાન)નું સ્વસંવેદન માનસપ્રત્યક્ષમાં સમાવિષ્ટ થાય છે, માટે અલગથી સ્વસંવેદન પ્રત્યક્ષ કહ્યું નથી પરવા
૭૪. ઈન્દ્રિયમનો નિમિત્ત જે કહ્યું તેમાં ઇન્દ્રિયોને ઓળખાવે છે...
સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ ઇન્દ્રિય છે, અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દને ગ્રહણ કરવા એ તેમનું લક્ષણ છે, આ પાંચે દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયના ભેદથી બે
પ્રકારની છે. ર૧ १ इन्द्रियज्ञा०-ता० । २-०सुखादिस्वसं०-मु०३ भेदेनोक्तम्-डे-मु०। ४ 'इन्द्रियाणि' इत्यन्तमेकं 'भेदानि' इत्यन्तं च अपरम् इति सूत्रद्वयं सं-मू०प्रती दृश्यते । -
૧ ગુણના નિમિત્તે ઘણું કરીને પતિને અવવિજ્ઞાન ઉત્પન થાય છે, માટે બહુલતાની અપેક્ષાએ તે જ્ઞાનને યોગિપ્રત્યક્ષ કહી શકાય છે. વળી અન્યને પણ આ જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેમાં પણ પૂર્વભવની સંયમ આરાધના પ્રાયઃ ઉપયોગી બને છે, વળી યોગિપ્રત્યક્ષનું જે સ્વરૂપ છે તેનું લગભગ મળતું સ્વરૂપ અવધિજ્ઞાનનું છે, અવધિજ્ઞાની પણ ઉપયોગ મૂકે તો તરત જ દૂર રહેલા, વ્યવહિતભીંત વિગેરેથી અવરાયેલા પદાર્થ, ચર્મચક્ષુથી ન જોઈ શકાય તેવા પદાર્થ, અને ભૂત ભાવિનું જ્ઞાન કરી શકે છે, આવું જ્ઞાન યોગીને સમાધિના બળથી થાય, અમને તો વિભંગશાન માન્ય હોવાથી અન્ય દર્શનીમાં આવું જ્ઞાન માન્ય છે જ.