________________
પ૬ /૧/૧/૧૭
પ્રમાણમીમાંસા
स्वपक्षे चानुपलम्भमप्रमाणयन् सर्वज्ञाभावे कुतः प्रमाणयेदविशेषात् । તેવું તો ન બને. પંરતુ કોઈમાં આંખનું તેજ આટલા પ્રમાણમાં વધ્યું અને આને ઘસ્યું એટલે કે દેખવામાં દર્શનમાં કોઈ વિશેષ તરતમતા જોવા મળતી નથી, માટે સર્વદર્શી તો કોઈને માની શકાય નહીં. ]
[ જૈનો— સર્વદર્શી એટલે સંપૂર્ણ દર્શન કરનાર તેની સિદ્ધિ કરવા કહે છે નિરાકાર બોધસ્વરૂપ દર્શનમાં પણ તરતમતા રહેલી છે. એટલે તેના આધારે સમસ્ત પદાર્થના સામાન્ય ધર્મને ગ્રહણ કરવાની શક્તિ રૂપ કેવલદર્શન અને સકલાર્થદર્શી પુરૂષનું પણ અનુમાન કરી શકાય છે. અથવા કોઈક પુરૂષ પ્રજ્ઞાના પ્રકર્ષથી સમસ્ત પદાર્થના વિશેષ ધર્મને જાણવાવાળો છે, તો પછી તે વસ્તુના સામાન્ય ધર્મને પણ જાણવા વાળો હોવો જોઈએ, જેમ ધટના વિશેષ જ્ઞાનવાળાને તેનું સામાન્ય જ્ઞાન હોય જ છે.]
[જૈને > યોગીપ્રત્યક્ષ અનેક પ્રકારે છે યુજાનયોગી, સમાધિયોગી વગેરે, એટલે બધા યોગીઓ પદાર્થોને જુએ છે, તે સમાન સંખ્યામાં જોતા નથી, એમાં ઘણો ફેર હોય છે. એટલે યોગીઓના દર્શનમાં તરતમતા સ્પષ્ટ છે, શિવરાજર્ષિએ ૭ સમુદ્ર જોયા, કોઈ યોગીએ તેનાથી ઓછા વધારે પણ જોયેલા અને અમારા મત પ્રમાણે તો કશો વાંધો છે જ નહીં, કા.કે. અવધિદર્શનથી તરતમભાવે દર્શન થાય છે, તેમાં નંદીસૂત્ર, વિ. ભાષ્ય ઈત્યાદિ અનેક આગમગ્રંથ સાક્ષી છે, એટલે અંગુલમાત્ર ક્ષેત્ર દેખનાર કાળથી એક આવલિકા પ્રમાણ જાણે અને જુએ “દોકપ પઢમ પુઢવિં..... પાસંતિ પંચમં પુઢવી” ૧૯૩ (ગૃહત્ સં.) સવલાપ પર સમાનાનાસિં, પાલત મત્તા સેવા (સા.જિ.૧૦).
બે દેવલોકના દેવ પહેલી નરક પૃથ્વી સુધી જુએ છે, ૩/૪ દેવલોકના દેવો બીજી નરક પૃથ્વી સુધી જુએ છે, ૫/૬ દેવલોકના દેવો ત્રીજી નારક પૃથ્વી સુધી જુએ છે. ૭/૮ દેવલોકના દેવો ચોથી નરક પૃથ્વી સુધી જુએ છે. ૯, ૧૦, ૧૧,૧૨ દેવલોકના દેવો પાંચમી નારક પૃથ્વી સુધી જુએ છે. એમ દર્શનમાં તરતમતા સ્પષ્ટ છે. વળી ચક્રવર્તી ૧૨ જોજન દૂરના અપ્રકાશક પદાર્થને પણ જુએ અને વાસુદેવ વગેરે ઓછું ઓછું જોઈ શકે છે. એમ ચક્ષુદર્શનમાં પણ તતમતા જોવા મળે છે, માટે તેનો પ્રકર્ષ સિદ્ધ થાય છે, એટલે કેવલદર્શનના આવરણનો ક્ષય થવાથી સર્વદર્શી સિદ્ધ થાય છે.]
આપણે કહીએ કે “શબ્દ નિત્ય નથી, સતત શ્રાવણ પ્રત્યક્ષ ન થતું હોવાથી” એમ અહીં શ્રાવણ દ્વારા શબ્દનો અનુપલલ્મ દર્શાવી તેની નિત્યતાનો નિષેધ કરીએ ત્યારે મીમાંસક આમ જ કહીદે છે કે પ્રત્યક્ષથી તો વિધાન જ થઈ શકે કોઈનો નિષેધ સંભવતો નથી, અનુપલબ્ધિ પ્રમાણભૂત નથી (ઇદ્રિય સંબદ્ધ થયા વિના પ્રવર્તતી હોવાથી) એમ મીમાંસકે પોતાના પક્ષમાં અનુપલંભને અપ્રમાણિત માન્યો છે. જ્યારે પોતે જ અહીં પ્રત્યક્ષ દ્વારા કેવલજ્ઞાન/સર્વજ્ઞનો અનુપલંભ થવાથી નિષેધ કરે છે, એટલે કે સર્વજ્ઞાભાવને સિદ્ધ કરવા -