________________
પ્રમાણમીમાંસા /૧/૧/૧૬
૪૯ इति त्रिकालविषयवस्तुनिवेदनाऽन्यथानुपपत्तेरतीन्द्रियकेवलज्ञानसिद्धिः।
५७. किञ्च, प्रत्यक्षानुमानसिद्धसंवादं शास्त्रमेवातीन्द्रियार्थदर्शिसद्भावे प्रमाणम् । य एव हि शास्त्रस्य विषयः स्याद्वादः स एव प्रत्यक्षादेरपीति संवादः, तथाहि
આપણને ત્યાંની વાત જણાવે. પણ કાંઈ આપણા ઘરડામાબાપને કહેવાનો શો મતલબ? જેને ચાયનો અંશ માત્ર ખબર નથી તેની સામે તે વાત જણાવીએ અને અવચ્છેદક અવચ્છિન્ન પદ્ધતિથી તેમની સાથે ન્યાયપૂર્ણ શાસ્ત્રીય ભાષામાં વાતો કરીએ તો આપણે કેવા લાગીએ ?] એમ વેદનું ઐકાલીન અર્થ પ્રતિપાદન બીજી રીતે સંભવી શકતું ન હોવાથી સૈકાલિક અર્થવેત્તાની સિદ્ધિ થાય છે, તેનાથી કેવલજ્ઞાનની સિદ્ધિ થાય છે. જેમ સામે પાત્ર વિના કોઈ મહાદાની બની શકતો નથી, તેમ કોઈ પણ પુરુષ ત્રણે કાલનું જ્ઞાન મેળવે જ નહીં તો “વેદ ત્રણે કાલનું જ્ઞાન આપનાર છે,” એમ પ્રસિદ્ધ કેમ બને? જ્યાં સુધી કોઈને ત્રણે કાળનું જ્ઞાન આપે નહીં ત્યાં સુધી આ પ્રસિદ્ધ થાય નહિં, જ્યારે આપશે ત્યારે વેદમાં ત્રિકાળનું જ્ઞાન છે એ પ્રસિદ્ધ તો બનશે, એટલે કે “સ હિ નિવેદય”= ત્રણે કાળનું જ્ઞાન કોઈકને આપતા કોઈક અધિકારી પુરુષને ત્રિકાળવેત્તા તરીકે ગ્રહણ કરાવી આપે છે, એક પણ માણસ ઘડામાં હાથ નાંખી અંદરની વસ્તુને જાણે નહીં, ત્યાં સુધી વાતની ખબર કેવી રીતે પડે કે ઘડામાં આટ આટલી જાતની વસ્તુઓ છે. એટલે કોઈ એક પુરુષ એવો જોઈશે કે જે અંદરની વસ્તુઓને જાણે પછી જ પ્રસિદ્ધ થઈ શકે કે આમાં આમ છે. કેસેટમાં “આ આ ગીત છે” આ વાતની ખબર કેસેટ કેવી રીતે આપી શકે? એટલે કે “મારામાં આ ગીત છે”, એવું બીજાને નિવેદન જાણ કેવી રીતે કરી શકે? ઉત્તરમાં આમ જ કહેવું પડે કે પોતે સંભળાવીને. બસ તો વેદ પણ આવું તો જણાવે છે કે મારામાં ત્રણ કાળનું જ્ઞાન છે, તો તેણે પણ કોઈ પુરુષને સંભળાવવું પડશે અને સાંભળતા તે પુરુષ પણ ત્રિકાળવેત્તા બની જ જશે, જેમ અમને તો એવું માન્ય જ છે કે ૧૪ પૂર્વ ભણતા તે શ્રુતકેવલી બને છે. એથી અમે કહીએ છે કે ૧૪ પૂર્વમાં ત્રણે કાળનું જ્ઞાન રહેલું છે.]
૫૭ વળી પ્રત્યક્ષ અને અનુમાનથી જેનો સંવાદ સિદ્ધ છે, એવા આગમો અતીન્દ્રિયાર્થદર્શના સદ્ભાવમાં પ્રમાણ છે. એટલે અતીન્દ્રિયાર્થદર્શ સદ્ભાવની સિદ્ધિ પણ આગમથી જ થઈ, કા. કે. તેના આગમના બીજા વિષયો પ્રત્યક્ષ અને અનુંમાનથી પ્રમાણભૂત છે, માટે આ પણ પ્રમાણભૂત છે. જેમ આચારાંગમાં “આત્મા છે” એવું જણાવ્યું છે, તેનું “હું સુખી છું,” હું દુઃખી છું” એવું અહ-પ્રત્યય સ્વરૂપ માનસ પ્રત્યક્ષ થાય છે. અને શરીર કાર્ય છે તેના કર્તા તરીકે અનુમાનથી આત્માની સિદ્ધિ થાય છે. એમ આગમ વચનોની સંવાદિતા જોવા મળે છે. તેથી આગમ પ્રમાણભૂત બને છે. તેવા જ આગમમાં સર્વશા સદ્ભાવના વચન છે. માટે સર્વશ આગમથી સિદ્ધ થઈ જાય છે. અથવા આગમનો વિષય જે સ્યાદ્વાદ છે, તેનો પ્રત્યક્ષાદિથી સંવાદ સધાયેલો જોવા મળે છે. એટલે પ્રત્યક્ષ વગેરેથી પણ તેવું જોવા-જાણવા મળે છે. તે આ
પ્રમાણે...
“દરેકે દરેક વસ્તુ સ્વરૂપથી સત્ છે અને પરરૂપથી અસત્ છે. અન્યથા જો પરરૂપથી પણ વસ્તુને સત માનશું તો દરેક પદાર્થ સર્વમય બની જશે. એટલે ઘટ સ્વરૂપે સતુ છે. તેમ પટ મઠ ઇત્યાદિ રૂપે પણ સત થઈ