________________
૩૮ /૧/૧/૧૨
પ્રમાણમીમાંસા
६ ४१. ननु भावांशादभावांशस्याभेदे कथं प्रत्यक्षेणाग्रहणम् ?, भेदे वा घटाद्यभावरहितं भूतलं प्रत्यक्षेण गृह्यत इति घटादयो गृह्यन्त इति प्राप्तम्, तदभावा ग्रहणस्य तद्भावग्रहणनान्तरीयकत्वात् । तथा चाभावप्रमाणमपि पश्चात्प्रवृत्तं न तानुत्सारयितुं पटिष्ठं स्यात्, अन्यथा ऽसङ्कीर्णस्य सङ्कीर्णताग्रहणात् प्रत्यक्षं भ्रान्तं स्यात् ।
૪૧. જૈનાઃ તમે ભાવ અંશથી અભાવાંશને અભિન માનો છો કે ભિન? તેમાં પહેલો વિકલ્પ જો અભાવાંશ ભાવ અંશથી અભિન્ન હોય તો ભાવઅંશનું પ્રત્યક્ષ થતાં તેનાથી અભિન્ન અભાવાંશનું અપ્રત્યક્ષ કેવી રીતે રહેશે? ઘટને ગ્રહણ કરતાં તેનાથી અભિન્ન ઘટ સ્વરૂપ જણાઈ જ આવે છે. હવે જો તમો અભાવાંશને ભાવાંશથી ભિન્ન માનશો તો ઘટાદિ અભાવથી રહિત ભિન્ન એવા ભૂતલને પ્રત્યક્ષથી ગ્રહણ કરતાં “ઘટાભાવાભાવવત્ ભૂતલ” આવું પ્રત્યક્ષ થશે - એટલે તમે ઘટાભાવથી શૂન્ય એવા ભૂતલનું જ્ઞાન કર્યું અને ઘટાભાવાભાવ = ઘટ અર્થ નીકળે છે, એટલે તમારે ઘટાદિનું ગ્રહણ કરવાનું જ થયું ને! કારણ કે કોઈ વસ્તુના અભાવનું ગ્રહણ ન થવું તેનો મતલબ તેનાં ભાવને ગ્રહણ કરવો છે. એટલે ભૂતલમાં ઘટનું જ્ઞાન થાય ત્યારે જ એમ કહી શકાય કે અહીં ઘટાભાવ નથી. “આ ઘટાભાવ સ્વરૂપ નથી” એવું ક્યારે કરી શકાશે.? તો કહેવું પડશે કે આ ઘટ સ્વરૂપ છે માટે, જે જે ઘટ સ્વરૂપ નથી તેને ઘટાભાવ સ્વરૂપહોય છે. અને ઘટાભાવ સ્વરૂપ તો પટાદિ આવશે તેનાથી ભિન ઘટ જ આવશે ને! જ્યારે પ્રત્યક્ષથી ઘટનું ગ્રહણ થઈ ગયું તો પછી પાછળથી પ્રવૃત્ત થનારૂં અભાવ પ્રમાણ તેનો (ઘટના સદ્ભાવન) નિષેધ ન કરી શકે. (વળી તમારા અભાવ પ્રમાણનું સ્વરૂપ જ એવું છે કે પ્રમાણપંચકની પ્રવૃત્ત ન થતી હોય તો જ લાગું પડે છે. જ્યારે અહીં તો ઘટના પ્રહણ માટે પ્રત્યક્ષ પ્રમાણ પ્રવૃત્ત થઈ ગયું છે, તેથી હવે અભાવ પ્રમાણ અહીં પ્રવૃત્ત થઈ શકશે નહીં. જો અભાવ પ્રમાણ ઘટનો નિષેધ કરશે તો પ્રત્યક્ષને ભ્રાંતમાનવું પડશે. કારણ કે અસંકીર્ણને ઘટરહિત ભૂતલને સંકીર્ણ-ઘટ સહિત જાણ્યું. અભાવ પ્રમાણથી ઘટાભાવવાળું= ઘટથી અસંકીર્ણ ભૂતલ જણાય છે. જ્યારે પ્રત્યક્ષ તો ઘટથી સંકીર્ણ ભૂતલ જોયું એમ અર્થ વ્યભિચારી બનવાથી તો પ્રત્યક્ષ અપ્રમાણ- ભાંત બની જશે.
१ तदभावग्रहण डे० । २ चाभावग्रहणमपि-डे० । ३ अन्यथ सङ्की०-डे० ।
૧. તમારા મતે તો હવે ભાવાંશથી અભાંવાશ ભિન્ન હોવાથી પ્રત્યક્ષ અભાવ અંશનો ગ્રાહક નહી બને માટે પ્રત્યક્ષથી માત્ર ભૂતલનું જ શાન થશે, પણ ઘટાભાવનું નહી થાય અને ઘટાભાવનું જ્ઞાન ન થયુ માટે આવું નક્કી થઇ જશે કે ભૂતલ ઘટાભાવના અભાવવાળો છે = ઘટવાળો છે. આમાં દષ્ટાન્ત - પાતરું અને ભોજન સર્વથા ભિન્ન હોય-એકબાજુ જુદુ પડેલું હોય તો જે વખતે આંખથી પાત્રાને જોશે ત્યારે ભોજનનું ગ્રહણ નહીં થાય, માત્ર ખાલી પાત્ર જોયું, તો પછી ભોજનવાળુ પાત્ર આવું શાન કેમ સંભવે. પેન અને નોટ સર્વથા જુદા પડ્યા છે, તો તમે જ્યારે પેનને લેવા જશો તો હાથમાં એકલી પેન જ આવશે, નોટ ક્યાંથી આવે તો પછી હવે નોટવાળી પેનનું ગ્રહણ કેવી રીતે થઈ શકે. એટલે તમારા હિસાબે ઘટાભાવથી ભિન્ન એકલા ભૂતલનું પ્રત્યક્ષથી ગ્રહણ થશે. ત્યારે ઘટનું ગ્રહણ થઈ જ જશે કા.કે. અભાવનો નિષેધ પ્રતિયોગીના શાનથી જ કરી શકાય છે.