________________
૨૬ /૧/૧/૮
પ્રમાણમીમાંસા ६ २५. "अर्थोपलब्धिहेतुः प्रमाणम्" इति नैयायिकाः । तत्रार्थोपलब्धौ हेतुत्वं यदि निमित्तत्वमात्रम् , तदा तत् सर्वकारकसाधारणमिति कर्तृकर्मादेरपि प्रमाणत्वप्रसङ्गः।
શબ્દ સાથે અર્થનો વ્યભિચાર આવવાથી ઘટશબ્દ ઘટ વિના હોય જ નહીં આવો અવ્યભિચાર જાણવો દુર્ગાન = મુશ્કેલ છે.]
જ્યારે અષ્ટાર્થમાં તો તે તે શાસ્ત્રમાં પ્રરૂપેલા પદાર્થમાંથી કેટલાક પદાર્થ દષ્ટાર્થ હોય છે, તેમનો સંવાદ જોવાથી અન્યપદાર્થમાં પણ ખાત્રી કરી લેવાય છે. [કા.કે. ત્યાં બીજો કોઈ વ્યભિચાર આવવાનો વિકલ્પ રહેતો નથી. ભાઈ સાહેબ પોતે સાક્ષાત્ અદષ્ટાર્ય પદાર્થ જોઈ શકતા નથી કે અન્યને દેખાડી શકતા નથી કે જેનાથી પોતે વિસંવાદ ઉભો કરી વ્યભિચાર આપી શકે. જેમ કર્મની બાબતમાં કશુ જ્ઞાન ન હોય તે “કર્મગ્રંથમાં આ ખોટું લખેલું છે, આ વાત બરાબર નથી” એવી કોઈ ચર્ચા કે વિસંવાદ ઉભો કરી ન શકે. કારણ આપણે જ તેને કહી દઈશું કે તને કર્મની કશી ખબર તો છે નહી શું ચર્ચા કરવા નીકળ્યો છે? અથવા તે કોઈને કહેશે તો તેની વાતને કોઈ માનશે પણ નહીં. તેમ જે અદષ્ટપદાર્થ છે તે બાબતમાં પોતે કશી ચર્ચા કરી શકે એમ નથી, નરક કોઈથી દેખાતી નથી, તેથી તેના માટે ચર્ચા કરવી માત્ર અપલાપ છે-પોકળ છે. અથવા તે માટે પોતે ચર્ચા કરશે તો કોઈ શાસ્ત્રનો આધાર લઈને જ કરી શકશે. દષ્ટ પદાર્થ જોયા પછી પણ પરિવર્તન થવો સંભવ છે, એવું અદષ્ટમાં બનવાનું નથી (ઠંડુપાણી જોયું હોય પરંતુ કોઈ ગરમ ઉમેરે તો ગરમ થઈ જાય, એની ખબર ન હોય તો એતો આમ જ બોલશે કે ઠંડુ પાણી છે, જ્યારે નારક કે દેખાતા ચંદ્ર સૂર્ય સિવાય બાકીના ૧૩૧, ૧૩૧ ચંદ્રસૂર્ય છે, તેમાં કોઈ વાર ફેરફાર કરવો શક્ય નથી, તેમજ “આ પાપ કર્મ દુખદાયી છે” આવું સાંભલ્યા પછી તે જ પાપી વ્યક્તિને ૪-૫ વર્ષમાં (શરીરમાં કેન્સરાદિરોગ દ્વારા) તે કાતિલ કર્મનો ભોગવટો કરવો પડતો જોવા મળે ત્યારે તેના ઉપરથી “આ પાપ કર્મ દુખદાયી-નરક ગતિ આપનાર છે” એમાં પણ ખાત્રી થઈ જાય છે. દશવૈકાલિકાદિ આગમમાં ષડૂજીવનિકાયની પ્રરૂપણા છે, તેને વૈજ્ઞાનિક સિદ્ધ કરતા જાય છે, એ પણ ખાત્રી આપે છે. વૈદિકો આર્યુવેદ અને મંત્રના અવલંબનથી વેદને પ્રમાણિત કરે છે, તેમાં આપણને વાંધો નથી ૧૪ પૂર્વમાં બધુ આવી જ જાય છે, એટલે અન્યત્ર રહેલું પણ સદુજ્ઞાન દ્વાદશાંગીની બાહા નથી.]
અન્ય લક્ષણનો નિરાસ ૨૫. હવે બીજાઓના ઈષ્ટ-માન્ય પ્રમાણના લક્ષણો ઉપર વિચાર કરાય છે. નૈયાયિક મતનાં અનુસારે “અર્થ-વસ્તુની ઉપલબ્ધિ-જ્ઞાનમાં જે હેતુ હોય તે પ્રમાણ” (ઉત્તરપક્ષ) આચાર્યશ્રી- આ લક્ષણમાં જે હતું શબ્દ પ્રયોગ થયો તેનો અર્થ જો માત્ર નિમિત્ત હોય તો બધા કારક નિમિત્ત તો બને જ છે, માટે કર્તા, કર્મ વગેરે બધા કારકોને પ્રમાણ માનવાની આપત્તિ આવશે. કારણ કે સામે ઘટની હયાતિ હોય તો જ તેનું જ્ઞાન થઈ શકે, પ્રમાતા ન હોય, સામે ખુલ્લી જગ્યા-આકાશ ન હોય તો પણ ઘટનું જ્ઞાન સંભવી શકતું નથી. ભોંયતળીયા વિના નિરાધાર ઘટ રહી ન શકે એટલે અધિકરણ પણ ઉપયોગી-નિમિત્ત તો બને જ છે. ઈત્યાદિ રીતે બધા કારક નિમિત્ત બની શકે છે.