________________
૨૪/૧/૧/૮
પ્રમાણમીમાંસા
६ २४. शाब्दे तु प्रमाणे दृष्टार्थेऽर्थाव्यभिचारस्य दुर्ज्ञानत्वात् संवादाद्यधीनः परतः प्रामाण्यनिश्चयः, એવું ઘટના સમાન વિષયવાળું જ સંવાદી બીજુ (શાબ્દ) જ્ઞાન થયું, તેથી મારું પ્રથમ જ્ઞાન સત્ય છે. એવો નિર્ણય કરે છે. (જેમ આર્દ્રકુમારને જાતિસ્મરણથી પ્રતિમા વિષયનું સંવાદિ જ્ઞાન થવાથી પ્રતિમાની ખાત્રી થઈ.) [આમ કોઈ પણ રીતે તે વિષયવાળું બીજું જ્ઞાન થતા, પૂર્વ જ્ઞાનની સચ્ચાઈ પરખાઈ જાય છે. અથવા બીજી રીતે- અર્થક્રિયાના જ્ઞાનથી પ્રથમ જ્ઞાનની પ્રમાણતા નિશ્ચિત થાય છે. જેમ જાપાનમાં બ્રિટીશ લોકો બંદુક લઈને ગયા. જાપાનીઝને લાગ્યું કે, આ કોઈ શસ્ત્ર છે, પણ તેમને પહેલીવાર બંદુક જોયેલી હોવાથી “આ શસ્ત્રજ છે આ મારૂં જ્ઞાન સત્ય જ છે.” એવી ખાત્રી કરી શકતા નથી. પણ જ્યારે હાથમાં લઈને ચલાવે છે, અને સામે વિસ્ફોટશૂવારૂપ અર્થક્રિયા જોવાથી તેવો નિર્ણય કરે છે. અથવા અવિનાભાવી અર્થના દર્શનથી પૂર્વજ્ઞાનની પ્રમાણતા નિશ્ચિત થઈ શકે છે. જેમ “સામેનો ઘટ પૃથ્વીનો છે.” આ જ્ઞાન પહેલીવાર કર્યું, પણ તો આ માટીનો જ છે,” એવો સત્યનિર્ણય પોતાના પ્રથમ જ્ઞાન ઉપરથી કરી શકતો નથી. પરંતુ પૃથ્વીના અવિનાભૂતપદાર્થ ગંધના જ્ઞાનથી એટલે “ગંધ આવે છે, માટે આ માટી જ છે. એવો નિર્ણય થઈ જાય છે.]તે સમાન વિષયવાળું જ્ઞાન, અર્થક્રિયાનું જ્ઞાન, અવિનાભાવી પદાર્થનું દર્શન/જ્ઞાન આ ત્રણેની પ્રમાણતાનો નિર્ણય સ્વતઃ થઈ જતો હોવાથી અનવસ્થા વગેરે દોષોની આપત્તિ આવતી નથી.
- આગમમાં પરતઃપ્રામાય ૨૪. જે આગમ પ્રમાણ દષ્ટ અર્થનું પ્રતિપાદક હોય તે શબ્દ જ્ઞાનનો પદાર્થ સાથે અવ્યભિચાર જાણવો મુશ્કેલ હોવાથી તેવા શાબ્દજ્ઞાનના પ્રામાયનો નિશ્ચય સંવાદિ જ્ઞાન (જેવું સાંભળ્યું તેવું જોવું), અર્થક્રિયાજ્ઞાન, અવિનાભૂતનું જ્ઞાન ઇત્યાદિજ્ઞાનને આધીન છે, માટે પરતઃ પ્રામાણ્ય નિશ્ચિત થાય છે. [જેમકે કોઈએ કહ્યું “મમાં ઘડિયાલ પડી છે.” આ જ્ઞાન સત્ય છે તેની ખાત્રી કરવા શ્રોતા જાતે જઈને જોઈ આવે ત્યારે “દિશા” એવું સંવાદિ પ્રત્યક્ષ જ્ઞાનથી અથવા સહેતુ અવિનાભાવિમર્થના જ્ઞાનથી ઘડિયાલનો ટહુ ટક અવાજ સાંભળી “રૂમમાં ઘડિયાલ છે એ જ્ઞાનની પ્રમાણતા નિશ્ચિત થઈ જાય છે. અથવા પોતાને ઘડિયાળનો આકારજ ખ્યાલ નથી તેને તો જોવાથી પણ ખાત્રી નહીં થાએ, પરંતુ તેને એટલું જ્ઞાન હતું કે ઘડિયાળનું કામ અર્થક્રિયા છે “સમય બતાવવો” આ વસ્તુપણ સમયદર્શાવે છે, માટે આય ઘડિયાળ
૧ જેમકે અહીં “ઘડો છે” આ સાંભળ્યું આ મારું જ્ઞાન સત્ય છે, તે જાણવા આંખ ખોલી ને સામે જોયું તો ઘડો દેખાયો એમ સમાન વિષયના પ્રત્યક્ષથી પૂર્વના શાબ્દ જ્ઞાનને પ્રામાણ્ય માને છે, અને ઘડો આંખથી તો ઘણી વાર જોયેલો હતો માટે સમાન વિષય જ્ઞાન ના પ્રામાયનો સ્વતઃ નિશ્ચય થઈ ગયેલો છે. અથવા વક્તા આમ હોવાથી પણ ખાત્રી થઈ શકે છે. કારણ કે આપના વાક્યની ખાત્રી કરવા કોઈને પૂછતા નથી. અર્થક્રિયાના સ્વતઃ ગ્રહણ માટે બાવીશમાં પેરામાં દાખલો આપ્યો છે. અવિનાભાવી ધૂમને વારંવાર જોવાથી આ ધૂમ જ છે આવો તો સ્વતઃ નિર્ણય થઈ જાય છે. અને અનેક વાર અલગ અલગ ઠેકાણે ધૂમની સાથે વદ્ધિને જોયેલો હોવાથી-લીલાલાકડાને આગ લગાડતા ધૂમાડો પેદા થતો દેખેલો હોવાથી વ્યભિચાર શંકા પણ દૂર થઈ શકે છે. પ્ર. - પરતઃપ્રામાણ્ય માટે આવશ્યક જ્ઞાનના પ્રામાયનો સ્વતઃ નિર્ણય કેવી રીતે? જ. ખાંડ ફટકડીના ટુકડા પડ્યા છે “આ સાકર છે”, એવો નિર્ણય કરવો હોય તો જીભ ઉપર મૂકતા મધુરતાનું જ્ઞાન થાય, તેવા સાકરના અવિનાભાવિ જ્ઞાનથી “સાકર છે” એ જ્ઞાનમાં પ્રામાણ્યનો પરતઃ નિશ્ચય થઈ જાય છે. જ્યારે જીભ ઉપર મૂક્યા પછી આ મધુર છે કે નહિ તેવો સંશય રહેતો નથી, મધુરતા નું સાક્ષાત્ પ્રત્યક્ષ થઈ જતું હોવાથી એટલે સ્વતઃ નિશ્ચય થઈ જ જાય છે. હા જ્યાં જીભ ઉપર મૂક્યા પછી પણ મધુરતા વિગેરેનો નિશ્ચય ન થાય, ત્યાં સુધી સાકર વગેરેનો નિશ્ચય પણ ન થાય માટે કેટલીક વાર સ્વાદનો નિર્ણય કરવા થોડીવાર જીભ હલાવવી પડે છે, જ્યારે મધુર સ્વાદ જણાશે ત્યારે સાકરનો નિર્ણય પણ થઈ જશે. ૨. અનુમાનથી થતો પ્રામાણ્ય નિશ્ચય અને અવિનાભાવી અર્થના દર્શનથી/જ્ઞાનથી પ્રામાણ્યનો નિશ્ચય થાય, તે બન્નેમાં શું તફાવત? કારણ કે આમાં પણ ગંધ દ્વારા જ માટીનું અનુમાન કર્યું છે. ઉ. અનુમાનમાં સાધ્ય અપ્રત્યક્ષ હોય છે. અને અહીં બન્ને પ્રત્યક્ષ છે.