________________
પ્રમાણમીમાંસા /૧/૧/૭
तद्धिश्व (स्व) संविदितत्वात् ज्ञानमित्येव गृह्णीयात् न पुनः सम्यक्त्वलक्षणं प्रामाण्यम्, ज्ञानत्वमात्रं तु प्रमाणाभाससाधारणम् । अपि च स्वतः प्रामाण्ये सर्वेषामविप्रतिपत्तिप्रसङ्गः । नापि परतः परं हि तद्गोचरगोचरं वा ज्ञानम् अभ्युपेयेत, अर्थक्रियानिर्भासं वा तद् गोचरनान्तरीयकार्थदर्शनं वा ? तच्च सर्वं स्वतोऽनवधृतप्रामाण्यमव्यवस्थितं सत् कथं पूर्वं प्रवर्तकं ज्ञानं व्यवस्थापयेत् ? स्वतो वाऽस्य प्रामाण्ये कोऽपराधः प्रवर्तकज्ञानस्य येन तस्यापि तन्न' स्यात् ?
૨૧
એટલે તે જ્ઞાન-આત્મા જ્ઞાતાને જ્ઞાનમાત્રનો ભાસ તો કરાવી શકશે, પણ “તે જ્ઞાન સત્યરૂપ છે” એવું ભાન કેવી રીતે શક્ય બને ? કારણ કે જ્ઞાનત્વ ધર્મ તો પ્રમાણાભાસમાં પણ રહેલો છે. (દીવો પોતે જાતને પ્રકાશિત કરી શકે છે. પણ પોતે કઈ કંપનીનો છે તે જણાવી શકતો નથી. એતો અન્ય જોનારને નક્કી કરવું પડે છે. જ્યોત માત્ર જ્યોતને પ્રકાશિત કરે તેજ સ્વપ્રકાશકત્વ છે.) વળી જ્ઞાનની પ્રમાણતા સ્વતઃ જણાઇ જતી હોય તો દરેક જ્ઞાતાને ખબર પડી જશે કે મારૂં જ્ઞાન સાચું છે કે ખોટું ? એથી કોઈને વિખવાદ રહેશે જ નહિં. જેમ ચાર્વાકને પણ “આત્માનથી” આમારું જ્ઞાન ખોટું - અપ્રમાણિક છે, આવી ખબર તે જ્ઞાન કરતા જ ખબર પડી જશે, પછી તો તે શા માટે આપણી જોડે વિવાદ કરશે. “આત્મા નથી” એને સાચુ પકડીને બેઠો છે, એટલે જ તો વિખવાદ કરે છે. કં.ના નામને જાતે જ વાંચી લે તો તે કાંઈ આ કંઈ કં. નો છે” એની ચર્ચા કરે ખરો ? પણ હકીકતમાં જ્યોત ઉપર કોઈ કંપનીનું નામ નથી હોતું, તેમ જ્ઞાન ઉપર એવી કોઈ પ્રમાણ કે અપ્રમાણની છાપ હોતી નથી.
પરતઃ પણ પ્રમાણતાનો નિશ્ચય ન માની શકાય. અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે તે બીજું જ્ઞાન કયું છે? શું તે પ્રથમ જ્ઞાનનો વિષય જે જલાદિ છે તે જ વિષય જે જ્ઞાનનો હોય એવું બીજુ જ્ઞાન છે ? કે જ્ઞાતવસ્તુની અર્થક્રિયાનું જ્ઞાન કે પ્રથમ જ્ઞાનનો વિષય જે અગ્નિ વગેરે તેનાં અવિનાભૂત ધૂમ વિ.નું જ્ઞાન ? પણ આ ત્રણે જાતનાં શાનનું પહેલા પોતાનું પ્રામાણ્ય નિશ્ચિત ન થાય ત્યાં સુધી પૂર્વના પ્રવર્તક જ્ઞાનને પ્રામાણ્ય તરીકે કેવી રીતે જાહેર કરી શકે ? પોતે એકડોય ન ભણ્યો હોય તે બીજાને શું ભણાવી શકે ? જો આમ કહો કે તે દ્વિતીય જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ ગૃહીત થઇ જાય છે. અને પછી પ્રથમ જ્ઞાનને પ્રમાણિત જાહેર કરે છે. ત્યારે બીજો પ્રશ્ન પડખે ઉભો થઇ જાય છે કે બિચારા પ્રવર્તક શાને શું અપરાધ કર્યો કે તે પોતાનું પ્રામાણ્ય સ્વતઃ નિશ્ચિત ન કરી શકે ?
१ प्रमाणम् तद्विसंवि० - डे । २ तस्य प्रथमज्ञानस्य गोचरो विषयो जलादिः, स गोचरो यस्य द्वितीयज्ञानस्य । ३ तस्य ज्ञानस्य गोचरोऽग्न्यादिस्तदविनाभूतो धूमादिः । ४ पूर्वप्रवर्तकज्ञानं डे० । ५ तत्-स्वतः प्रामाण्यम् ।
૧ જે ક્ષણે તમને અર્થ ઘટ; આ જ્ઞાન થયું તેના પછી જે જ્ઞાન થાય છે તેના દ્વારા પ્રથમ જ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય થાય છે, એટલે પ્રથમ જ્ઞાન પછી નવેસરથી ઉભુ થતુ જ્ઞાનતે બીજુ શાન, આ બીજુ જ્ઞાન ત્રણ પ્રકારનું હોઈ શકે (જે પ્રથમજ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય કરાવનાર સંભવે છે.) તેમાં પ્રથમ વિકલ્પ (૧) અઘટ : પછી પુનઃ તે જ વિષયવાળુ એટલે “અયંટ:” આવું જ્ઞાન. તે પ્રત્યક્ષાદિ કોઈ પણ પ્રમાણથી જન્ય હોઈ શકે છે, પહેલા દૂર થી ઘટ જોયો પછી નજીકથી ઘટ પ્રત્યક્ષ કર્યો (એટલે કે સંવાદીશાન) આના ઉપરથી પહેલાદૂરથી ઘટ જોયો એ જ્ઞાન સાચુ હતુ એ નક્કી થાય છે. (૨) શાતવસ્તુની અર્થ ક્રિયાનું શાન = “ઘટનાત્ જલાહરણાદિ ચેષ્ટાવાનું ઘટ :” આ શાન છે, શાત એવા ઘટની અર્થ ક્રિયાનું = પાણી લાવવું વિ.નું જ્ઞાન. (૩) ‘‘જમ્મુન્નીવાલિમાન્ અર્થ” જે જે કમ્બુગ્રીવાદિવાળુ હોય તે ઘટ હોય છે. આ પણ કમ્પ્યુગ્રીવાદીમાનુ છે, એટલે ઘટના અવિનાભૂત ધર્મનું શાન કરવું.