________________
પ્રમાણમીમાંસા /૧/૧/૪
क्षणिकत्वात् पर्यायाणाम्; तत्कथं तनिवृत्त्यर्थं विशेषणमुपादीयेत ? अथ द्रव्यापेक्षया, तदप्ययुक्तम्, द्रव्यस्य नित्यत्वादेकत्वेन गृहीतग्रहीष्यमाणावस्थयोन भेदः । ततश्च कं विशेषमाश्रित्य ग्रहीष्यमाणग्राहिणः प्रामाण्यम,न गहीतग्राहिणः? अपि च अवग्रहेहादीनां गहीत-ग्राहित्वेऽपि प्रामाण्यमिष्यत एव ।
પૂર્વ અને પછીના જ્ઞાનનો વિષય એક જ પદાર્થ બન્યો,
હવે વિષય સમાન હોવા છતાં તમે કંઈ વિશેષતાના આધારે અનાગત અપૂર્વ-પર્યાયગ્રાહી જ્ઞાન પ્રમાણ માનો અને ગૃહીત-પર્યાયગ્રાહી જ્ઞાનને અપ્રમાણ માનો છો ? કારણ કે ગ્રહીષ્યમાણ વખતે પણ દ્રવ્ય તો ગૃહીત જ છે માટે દ્રવ્ય અપેક્ષાએ તો તમારે ગ્રીષ્યમાણ ગ્રાહી જ્ઞાનને પણ અપ્રમાણ માનવાની આપત્તિ આવશે, માટે ભલા થાઓ અને બન્નેને પ્રમાણ માનો.]
૧૫ અહીં અભિપ્રાય એ છે કે - દ્રવ્ય અપેક્ષાએ ગૃહીતગ્રાહી જ્ઞાનનો પ્રમાણ તરીકે નિષેધ કરો છો કે પર્યાય અપેક્ષાએ ગૃહીત ગ્રાહી જ્ઞાનનો પ્રમાણ તરીકે નિષેધ કરો છો?
ત્યાં પર્યાય અપેક્ષાએ ધારાવાહિ જ્ઞાન પણ ગૃહીતગ્રાહી બની શકતા નથી. કારણ કે પર્યાયો તો ક્ષણિક છે. ઉત્તર ક્ષણમાં તે પદાર્થને ગ્રહણ કરતા પર્યાય બદલાઈ ગયો હોવાથી પર્યાય અપેક્ષાએ ભિન્ન બનેલ પદાર્થને જ જ્ઞાન ગ્રહણ કરશે. તો પછી “આ ઘટ. આ ઘટ” એવું ધારાવાહિ જ્ઞાન પણ અગૃહીતગ્રાહી હોવાથી તેની પ્રમાણતા નિવૃત્ત કરવા અપૂર્વ વિશેષણ મૂકવાની જરૂર જ શી ?
કારણ તે અપૂર્વગ્રાહી હોવાથી ધારાવાહિ પણ લક્ષ્ય જ છે, અપૂર્વગ્રાહીત્વ તેમાં ઘટતું હોવાથી અપૂર્વ વિશેષણ મૂકીને તેનો પ્રમાણ તરીકે નિષેધ પણ સંભવી શકતો નથી.
હવે જો “ધારાવાહિકશાન દ્રવ્ય અપેક્ષાએ ગૃહીત ગ્રાહી હોવાથી અપ્રમાણ છે” એમ દ્રવ્ય અપેક્ષાએ કહેતા હો તો તે પણ યુક્ત નથી. કારણ દ્રવ્ય નિત્ય હોવાથી ત્રણે કાલમાં એક જ રૂપે રહે છે. એટલે ગૃહીત કે ગ્રહીષ્યમાણ અવસ્થામાં કોઈ ભેદ પડતો નથી. તેથી તમારે ગૃહીતગ્રાહીની જેમ ગ્રહીષ્યમાણ-ગ્રાહી જ્ઞાનને પણ અપ્રમાણે કહેવું જોઈએ. અથવા બનેને પ્રમાણ ઘોષિત કરવા જોઈએ. તેથી- દ્રવ્યની ભૂત ભાવી અવસ્થામાં કશો ફેર નથી તો પછી દ્રવ્યની કંઈ વિશેષતાના આધારે “ગ્રીષ્યમાણ પદાર્થને ગ્રહણ કરનાર જ્ઞાન પ્રમાણ અને ગૃહીતગ્રાવિજ્ઞાન અપ્રમાણ છે.” એવું તમો માનો છે? એટલે દ્રવ્યની અપેક્ષાએ પદાર્થમાં કશો ફેરફાર ન હોવાથી અને જ્ઞાનને પ્રમાણ માનવા જોઇએ.
વળી અવગ્રહ ઇહા અપાય ગૃહીત-ગ્રાહી હોવા છતાં પણ તમે તેમને પ્રમાણભૂત માનો છો તેથી તમારે અવ્યાપ્તિ આવશે, કારણ કે પ્રમાણ તો અગૃહીતગ્રાહી જ્ઞાન અને ગૃહીતગ્રાહી એવા અવગ્રહાદિ પણ છે, જ્યારે તમારું લક્ષણ તો “અગૃહીતગ્રાહીત્વ” હોવાથી, ગૃહીતગ્રાહીશાનમાં (તેવા અવગ્રહ ઇહાદિમાં) લક્ષણ ન જવાથી અવ્યાપિ આવશે.
१ गृहीतार्थनाहिज्ञाननिरासायेत्यर्थः । २ दीयते-डे ।