________________
પ્રમાણમીમાંસા /૧૧/૩
૧૫
स्वनिर्णयः सनप्यलक्षणम्, अप्रमाणेऽपि भावात् ॥ ३ ॥ ६ १३. सन्नपि-इति परोक्तमनुमोदते । अयमर्थः न हि अस्ति इत्येव सर्वं लक्षण त्वेन वाच्यं, किन्तु यो धर्मो विपक्षाव्यावर्त्तते । स्वनिर्णयस्तु अप्रमाणेऽपि संशयादौ वर्त्तते, नहि काचित् ज्ञानमात्रा सास्ति या न स्वसंविदिता नाम । ततो न स्वनिर्णयो लक्षणमुक्तोऽस्माभिः, वृद्वैस्तु परीक्षार्थमुपक्षिप्त
યલોષઃ | રૂ . ६ १४. ननु च परिच्छिन्नमर्थं परिच्छिन्दता प्रमाणेन पिष्टं पिष्टं स्यात् । तथा च गृहीतग्राहिणां धारावाहिज्ञानानामपि प्रामाण्यप्रसङ्गः । ततोऽपूर्वार्थनिर्णय इत्यस्तु लक्षणम्, यथाहुः- "स्वा पूर्वार्थવ્યવસાયાત્મ જ્ઞાન પ્રમાણ” [પરીક્ષાનું૦ ૨.૧] તિ, “તત્રા પૂર્વાર્થવિજ્ઞાનમ્” રૂતિ ૨. તંત્રીજ્ઞાન સ્વનિર્ણય સ્વરૂપ છે તો ખરું પણ તે લક્ષણ રૂપ નથી, કારણ કે સ્વનિર્ણય તો અપ્રમાણમાં
પણ રહેલ છે. II3n એટલે સ્વનિર્ણયને પ્રમાણનું લક્ષણ બનાવતા અતિવ્યાપ્તિ આવે છે, માટે તેને લક્ષણ તરીકે સ્વીકારવામાં નથી આવ્યું. ૧૩. આચાર્યશ્રીએ “સન્નપિ” કહીને પ્રાચીન આચાર્યોના ઉક્ત કથનનું અનુમોદન કર્યું છે. અભિપ્રાય આ છે કે કોઈ વસ્તુમાં જે જે ધર્મ હોય તે બધા લક્ષણ રૂપ નથી કહેવાતા. પરંતુ જે ધર્મ વિપક્ષથી વ્યાવૃત્ત કરે એટલે સ્વધર્મીને અલક્ષ્યથી અલગ પાડે તે ધર્મ લક્ષણ કહેવાય. સ્વનિર્ણય તો અપ્રમાણ એવા સંશય વગેરેમાં પણ હોય છે, કારણ કે એવું કોઈ જ્ઞાન નથી કે જેમાં સ્વસંવેદનત્વ -સ્વપ્રકાશકત્વ ન હોય “મને સંશય થયો”. “મને કશી ખબર ન પડી” ઈત્યાદિ રૂપે પોતાને ભાન થાય જ છે. કોઈ પણ દીવો હોય તે સ્વને તો પ્રકાશિત કરે જ છે, ભલે કદાચ તેનાથી રૂપાદી પદાર્થ ખોટા જોવાઈ જાય એટલે દીવાનો પ્રકાશ ધુંધળો હોય તો પદાર્થને અસ્પષ્ટ રૂપે પ્રકાશિત કરે છે અને અમુક લાઈટથી સામેની વસ્તુનો વર્ણ બદલાઈ જાય છે એમ અન્યરૂપે કરે છે, છતાં તે સ્વનો પ્રકાશ-જ્યોતને તો પ્રકાશરૂપે જણાવે છે, એટલે દીવો તો પ્રકાશમય જોવા મળે છે. એટલે અમે(ગ્રંથકારે) સ્વનિર્ણયને લક્ષણ તરીકે નથી જણાવ્યું.
પ્રાચીન આચાર્યોએ પરીક્ષા માટે તેનો લક્ષણમાં સમાવેશ કર્યો છે. અમારા કે વૃદ્ધાચાર્યનાં કથનમાં કોઈ દોષ નથી ૩ ૨ ત્રણ વાર્થ- ૨ -૦૩દિવાના- I ૩ સ્વસ્થ અપૂર્વાર્થથ a ૪ તતાપૂoછેતવેતિ પ્રત્યેકટ્ટઃ (?) I ૬ પ્રામાવI: I
૧ પ્રમાણના લક્ષણની પરીક્ષા માટે લક્ષણમાં સ્વપદ મૂકયું છે, એટલે જે લક્ષણ બનાવ્યું હોય તેની પરીક્ષા કરાય, એટલે જે જ્ઞાન છે તે સ્વને- જ્ઞાનને પ્રકાશિત કરે છે કે નહીં” આવી તપાસ કરવાનું મન કયારે થાય ? જ્યારે તેનું લક્ષણમાં ગ્રહણ કર્યું હોય તો જ આવો વિચાર ઉભો થાય, પૂર્વકાળમાં અનેક અન્ય દર્શનીઓ જ્ઞાનને સ્વપ્રકાશક માનતા ન હતા. હવે આપણે પ્રમાણના લક્ષણમાં સ્વપદ ન મૂકીએ તો તેમની પંક્તિમાં આપણો સમાવેશ થઈ જાય અને કોઈને વિચારનો અવસર પણ ન મળે કે જ્ઞાન, વાસ્તવમાં સ્વપ્રકાશક છે કે નહીં, એમ બીજાઓ પણ “જ્ઞાન સ્વપ્રકાશક” છે તે માટેની પરીક્ષા કરતા થાય; અને તેમના મતમાંથી જુદા પડી વાસ્તવિકતાને જગત સામે રજૂ કરવા પૂર્વોચાર્યોએ સ્વ પદનું લક્ષણમાંઉપાદાન કરેલું લાગે છે. પૂજયશ્રી તેમનો અપલાપ ન થાય અને પોતે અન્યમતમાં પ્રવેશી ન જાય તેમજ લક્ષણમાં અતિવ્યાતિ ન થઇ જાય માટે (તે બધાનો ખુલાસો કરવા) ત્રીજા સૂત્રમાં ખુલાસો કર્યો છે.