________________
પ્રમાણમીમાંસા ૧૧૨
न, अज्ञाननिरासा दिद्वारेण प्रकाशकत्वोपपत्तेः । न च नेत्रादिभिरनैकान्तिकता, तेषां भावेन्द्रियरूपाणामेव प्रकाशकत्वात् । भावेन्द्रियाणां च स्वसंवेदनख्यतैवेति न व्यभिचारः। तथा, संवित् स्वप्रकाशा, अर्थप्रतीतित्वात्, यः स्वप्रकाशो न भवति नासावर्थप्रतीतिः यथा घटः । तथा यत् ज्ञानं तत् आत्मबोधं प्रत्यनपेक्षितपरव्यापारम्, यथा गोचरान्तरग्राहिज्ञानात् प्राग्भाविगोचरान्तरग्राहिज्ञानप्रबन्धस्यान्त्यज्ञानम्,
શકે છે. કારણ કે જે સંશય કે અજ્ઞાન રૂપે ન હોય તે વિશેષ ન્યાયથી જ્ઞાન જ હોઈ શકે છે. [જો પોતે અપ્રકાશક હોત તો દુનિયામાં એક પણ વસ્તુ જ્ઞાત ન બનત. અરે ! તમે જો જ્ઞાનને પ્રકાશ્ય કહી અપ્રકાશક માનવા જાઓ તો, તે કોઈ પણ હિસાબે પ્રકાશ્ય જ ન બની શકત, કારણ કે તમે તે જ્ઞાનને તો અપ્રકાશક માનો છો તો આ જ્ઞાન પણ કોનાથી પ્રકાશ્ય બને ? જ્ઞાનાન્તરનો રસ્તો ન લેવાય તેનો નિરાસ અમે કરી લીધો છે (અનવસ્થા, અન્યોન્યાશ્રય દોષ આવતા હોવાથી). અને (સ્વથી) પ્રકાશ્ય માનશો તો અવશ્ય પ્રકાશક માનવું જ પડશે. જેમ જન્ય હોય તો તેનો કોઈ જનક હોય જ. દુનિયામાં જે જ્ઞાન છે તે “પ્રકાશ્ય તો છે જ, તેમને અપ્રકાશક માનો તો તે પ્રકાશ્ય પણ ન બની શકે. (જ્ઞાનપેદા થાય ત્યારે સ્વનું ભાન અવશ્ય કરાવે જ છે ]. • ઈન્દ્રિય પ્રમાણવાદી નૈયા. – નેત્ર વગેરે ઘટાદિને પ્રકાશિત તો કરે છે, છતાં પોતે તો પ્રકાશમાન નથી એટલે તમારી વ્યક્તિમાં વ્યભિચાર આવશે. • સ્વસંવેદનવાદી – વાસ્તવમાં બહારથી દેખાતી ઇન્દ્રિય કાંઈ પરપ્રકાશક નથી, પરંતુ ત્યાં ગોઠવાયેલા ક્ષયોપશમવાળા આત્મપ્રદેશ-સ્વરૂપ ભાવેન્દ્રિય જ પ્રકાશક હોય છે. અને તે ક્ષયોપશમ ભાવ તો જ્ઞાન સ્વરૂપ હોવાથી પ્રકાશમાન છે, તેનું ભાન સંભવી શકે છે, માટે અમારી વ્યાપ્તિમાં વ્યભિચાર નથી. તેમજ બીજું કેવલવ્યતિરેકી અનુમાન આપે છે, “જ્ઞાન સ્વપ્રકાશક છે, અર્થનું પ્રકાશક હોવાથી, “જે સ્વપ્રકાશક નથી હોતું તે અર્થ-પ્રકાશક પણ નથી, જેમ ઘડો, તથા જે જ્ઞાન છે તે સ્વબોધ ખુદને જણાવવા માટે અન્ય જ્ઞાનના વ્યાપારની અપેક્ષા રાખતું નથી. જેમ અન્ય (ઘટ) વિષયને ગ્રહણ કરનાર જ્ઞાનથી પહેલા થનારૂં અન્ય–પટ વિષયવાળા જ્ઞાન પ્રવાહનું છેલ્લું જ્ઞાન થાય છે. ત્યાં પટ વિષયક છેલ્લા જ્ઞાન પછી તો ઘટ વિષયક જ્ઞાન થતું હોવાથી તેણે પટ વિષયક જ્ઞાનને પ્રકાશિત કરનાર ન મનાય, ભિન્ન વિષયક જ્ઞાન હોવાથી અને પોતે છેલ્લું હોવાથી તેનાં પ્રવાહમાં સમાન વિષયક જ્ઞાનનો સંભવ નથી એટલે પટવિષયક બીજુ જ્ઞાનાન્તર ત્યાં વિદ્યમાન નથી કે જે પૂર્વના પટજ્ઞાનને પ્રકાશિત કરે અને તે છેલ્લું જ્ઞાન પણ પટનું તો ભાન કરાવે છે. માટે તે અંતિમ જ્ઞાનને પણ જ્ઞાન માનવું તો આવશ્યક છે. કારણ કે કોઈપણ જ્ઞાન પોતે જ્ઞાત ન બને ત્યાં સુધી અર્થને જણાવી
१ आदेः संशयादिनिरासः । २ ज्ञानान्तरानपेक्षितव्यापारम् । ३ घटविषयम् । ४-०ज्ञानप्रा०-डे० ।