________________
પ્રમાણમીમાંસા /૨/૧/૩૪
૨૫૩
९ ८२ प्रतिज्ञाहेत्वोर्विरोधः प्रतिज्ञाविरोधः " [ न्यायसू० ५. २. ४] नाम निग्रहस्थानं भवति । यथा गुणव्यतिरिक्तं द्रव्यं रूपादिभ्योऽर्थान्तरस्यानुपलब्धेरिति । सोऽयं प्रतिज्ञाहेत्वोर्विरोधः- यदि गुणव्यतिरिक्तं द्रव्यं कथं रूपादिभ्योऽर्थान्तरस्यानुपलब्धिः ?, अथ रूपादिभ्यो ऽर्थान्तरस्यानुपलब्धिः कथं गुणव्यतिरिक्तं द्रव्य - मिति ?, तदयं प्रतिज्ञाविरुद्धाभिधानात् पराजीयते । तदेतदसङ्गतम् । यतो हेतुना प्रतिज्ञायाः प्रतिज्ञात्वे निरस्ते प्रकारान्तरतः प्रतिज्ञाहानिरेवेयमुक्ता स्यात्, हेतुदोषो वा विरुद्धतालक्षणः, न प्रतिज्ञादोष इति ३ |
$ ८३. पक्षसाधने परेण दूषिते तदुद्धरणाशक्त्या प्रतिज्ञामेव निहृवानस्य प्रतिज्ञासंन्यासो नाम निग्रहस्थानं भवति । यथा अनित्यः शब्दः ऐन्द्रियकत्वादित्युक्ते तथैव सामान्येनानैकान्तिकतायामुद्भावितायां यदि ब्रूयात्-क एवमाह- अनित्यः शब्द इति-स प्रतिज्ञासंन्यासात् पराजितो भवतीति । एतदपि प्रतिज्ञाहानितो न भिद्यते, हेतोरनैकान्तिकत्वोपलम्भेनात्रापि प्रतिज्ञायाः परित्यागाविशेषात् ४ ।
પ્રતિજ્ઞા હાનિવાળાએ ભ્રાંત બની પ્રતિજ્ઞા બદલી. બેમાં શું ફેર પડ્યો ? એટલે અભ્રાંત માણસની સામે શબ્દને અનિત્ય કહી પછી નિત્ય કહેવો વિરુદ્ધ કહેવાય, તેમ પ્રતિજ્ઞાન્તરમાં અનિત્ય કહી પછી અસર્વગત કહેવો એ પણ ખોટું કહેવાય.
નૈયાયિક : બન્નેમાં પક્ષ પરિત્યાગનું નિમિત્ત ભિન્ન હોવાથી બન્નેમાં ભેદ પડે છે.
જૈના : જો એવું માનશો તો તમને જે નિગ્રહસ્થાનો અનિષ્ટ-અમાન્ય છે, તેવાં નિગ્રહસ્થાનો પણ માનવાનો પ્રસંગ આવશે. ભિન્ન ભિન્ન નિમિત્તથી અનેક નિગ્રહસ્થાનો બની શકે છે. જો તેમનો તે બાવીશમાં જ સમાવેશ થવાનું કહો છો તો પ્રતિજ્ઞાન્તરનો પણ પ્રતિજ્ઞાહાનિમાં અંતર્ભાવ થવો જોઇએ. ॥૨॥
૮૨. પ્રતિજ્ઞાવિરોધ → પ્રતિજ્ઞા અને હેતુમાં વિરોધ હોવો તે (ન્યા. સૂ.જેમ ૫.૨૪), “દ્રવ્ય ગુણોથી ભિન્ન છે”, રૂપાદિથી ભિન્ન પદાર્થ રૂપે ઉપલબ્ધ થતા ન હોવાથી, જે રૂપાદિથી ભિન્ન પદાર્થ રૂપે ઉપલબ્ધ ન થાય તે તો ગુણ રૂપે જ ઉપલબ્ધ થવાનું છે ને ! તો પછી તેવા હેતુથી ગુણ ભેદ–સાધ્યને સિદ્ધ ન કરી શકાય, પરંતુ સાધ્યાભાવ=ગુણભેદાભાવ=ગુણની સાથે વ્યાપ્ત થવાથી તેની સિદ્ધિ થશે, એટલે બસ તે આ પ્રતિજ્ઞા અને હેતુમાં વિરોધ સ્પષ્ટ છે. જો દ્રવ્ય ગુણથી ભિન્ન છે, તો રૂપાદિથી ભિન્ન ઉપલબ્ધ થવા જ જોઇએ. તેની--દ્રવ્યની રૂપાદિથી ભિન્ન તરીકે અનુપલબ્ધિ કેવી રીતે હોઈ શકે ? હવે જો દ્રવ્ય રૂપાદિથી ભિન્ન ઉપલબ્ધ થતુ નથી તો ગુણથી ભિન્ન કેવી રીતે ? પેન ઘડિયાળથી અલગ છે આવું ત્યારે જ કહી શકાય કે તેની ઉપલબ્ધિ પેનથી ભેદરૂપે—અલગથી થતી હોય, આ પ્રમાણે પ્રતિજ્ઞાથી વિરૂદ્ધ હેતુનો પ્રયોગ કરવાથી વાદી પરાજ્યને પામે છે.
જૈના →આ નિગ્રહસ્થાન પણ અસંગત છે. કારણ કે હેતુ દ્વારા પ્રતિજ્ઞાનું પ્રતિજ્ઞાપણું નિરાસ થતા હેતુથી સ્પષ્ટ રીતે આ કરેલી પ્રતિજ્ઞા ખંડિત થઇ જાય છે. એટલે આ પણ એક નવા પ્રકારથી પ્રતિજ્ઞાહાનિ જ થઇ કહેવાય. અથવા આ વિરૂદ્ધ નામનો હેત્વાભાસ થયો, કારણ કે અહીં હેતુ સાધ્યાભાવ=ગુણવ્યતિરેકાભાવ સાથે વ્યાપ્ત છે. એટલે આ પ્રતિજ્ઞા દોષ નથી. ૩ડ્યા
૮૩. પ્રતિજ્ઞા સંન્યાસ →પ્રતિવાદીએ વાદીના પક્ષનાં સાધનમાં દોષ આપ્યું છતે તેનો ઉદ્ધાર કરવા સમર્થ ન હોવાથી પ્રતિજ્ઞાને છુપાવતા વાદીને પ્રતિજ્ઞાસંન્યાસ નામનું નિગ્રહ સ્થાન લાગુ પડે છે.
“જેમ શબ્દ અનિત્ય છે, ઇન્દ્રિયનો વિષય હોવાથી” આવું કહેતાં પ્રતિવાદી પૂર્વની જેમ સામાન્યનાં આધારે વ્યભિચાર દોષ ઉભો કરે. ત્યારે વાદી બોલે કે કોણ એમ કહે છે કે “શબ્દ અનિત્ય છે” ? આમ
१ इति प्रति०डे० ।