________________
પ્રમાણમીમાંસા ૧/૧/૧
कलिकालसर्वज्ञश्रीहेमचन्द्राचार्यविरचिता
. स्वोपज्ञवृत्तिसहिता ॥ प्रमाणमीमांसा ॥ अनन्तदर्शन ज्ञानवीर्यानन्दमयात्मने । नमोऽर्हते कृपाक्लृप्त धर्मतीर्थाय तायिने ॥१॥ बोधिबीजमुपस्कर्तुं तत्त्वाभ्यासेन धीमताम् ।
जैनसिद्धान्तसूत्राणां स्वेषां वृत्तिविधीयते ॥२॥ ६१. ननु यदि भवदीयानीमानि जैनसिद्धान्तसूत्राणि तर्हि भवतः पूर्वं कानि किमीयानि वा तान्यासन्निति ? अत्यल्पमिदमन्वयुक्थाः । पाणिनि-पिङ्गल-कणादा-ऽक्षपादादिभ्योऽपि पूर्वं कानि किमीयानि वा व्याकरणादिसूत्राणीत्येतदपि पर्यनुयुक्ष्व !
1 ટીકાકારનું મંગલાચરણ ‘મનુવંદ રાય નું પ્રતિપાદન કરતાં આચાર્યશ્રી – અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય અને અનંત આનંદમય સ્વરૂપવાળા ! હૈયામાં પ્રાણિમાત્ર પ્રત્યે ભરેલા કરૂણા રસના વશથી ધર્મતીર્થ - ચતુર્વિધ સંઘની સ્થાપના કરનારા ! જગજંતુનું રક્ષણ કરવાનાં સ્વભાવવાળા ! અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ // ૧ //
- તત્ત્વ (વસ્તુનાં યથાવસ્થિત સ્વરૂપ)નાં અભ્યાસથી બુદ્ધિશાળીઓના બોધિબીજ - (પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિ થવી તે બોધિ તેનું બીજ-મૂળભૂત કારણ સમ્યકત્વ) તે સમકિતને ઉપસ્કાર-સંસ્કૃત કરવા - મઠારવા માટે પોતે રચેલા- (આચાર્યશ્રીએ જાતે બનાવેલા) જૈન સિદ્ધાન્ત સંબંધી સૂત્રોની ટીકા કરાય છે. લાઘવ દર્શાવવા કર્મણિ પ્રયોગ કરેલ છે. એટલે કે કર્તરિપ્રયોગમાં કર્તાની મુખ્યતા હોય છે, જ્યારે ગ્રંથકાર પોતાને ગૌણ દર્શાવવા માંગે છે. રા.
૧૦ શંકા : આપશ્રી જે. સૂત્રોની ટીકા રચી રહ્યાં છો, તે સૂત્રો આપશ્રીના હોય, તો આપશ્રીની પહેલાં કયાં અને કોનાં સૂત્રો હતા?
• સમાધાન : તમારી આ શંકા તો ખુબજ સંક્ષિપ્ત છે. તમારે આ પણ પૂછવું જોઈએ કે પાણિની (પાણિની દ્વારા બનાવેલ સૂત્રાત્મક વ્યાકરણશાસ્ત્ર) તેની પહેલા વ્યાકરણ સૂત્ર, પિંગલ (પિંગલ રચિત છંદ શાસ્ત્ર) તેની પહેલા છંદ શાસ્ત્રના સૂત્ર, કણાદનું દશ અધ્યાય પ્રમાણ વૈશેષિક સૂત્ર અને અક્ષપાદનું પંચ १ तत्त्वश्रद्धानं सामान्यज्ञानं वा दर्शनम् । २ ०रचित० । ३ प्रेत्यजिनधर्मप्राप्तिर्बोधिस्तस्य बीजं सम्यक्त्वम् । ४ कस्य सत्कानि? ટી-૧ પ્રકરણકાર અને સૂત્રકારમાં તફાવત શું? સમા નું સૂત્રકાર સ્વયં નવેસરથી સૂત્ર બનાવે છે, અને પોતાના અભિપ્રાયમાં સ્વતંત્ર હોય છે, જેમ ઉમાસ્વાતિ વાચકે તત્ત્વાર્થના સૂત્રો નવા રચ્યા છે, અને “કાલક્ષેત્યેકે” ઇત્યાદિ સૂત્રોમાં પોતાનો સ્વતંત્ર અભિપ્રાય દર્શાવ્યો છે કે કેટલાક કાળને દ્રવ્ય માને છે, એટલે પોતે નથી માનતા આવો પોતાનો અભિપ્રાય દર્શાવ્યો. જ્યારે દિગંબરાચાર્ય અકલાકે તે જ સૂત્રોનો અંધારે લઈ રાજવાર્તિક પ્રકરણ બનાવ્યું. તેમાં પ્રકરણકાર સૂત્રકારના અભિપ્રાયને પરિસ્કૃત કરે, પણ સ્વતંત્ર અભિપ્રાય ન આપી શકે. સૂત્રકારની જવાબદારી પોતાની હોય છે. જ્યારે પ્રકરણકાર સૂત્રકાર એવા-પૂર્વચાર્યના શિરે જવાબદારી સોંપી દે છે. પ્રકરણકારની મહત્તા વધારે કે સૂત્રકારની મહત્તા વધારે? ઉ. જવાબદાર માણસ વધારે મહત્તા ધરાવે છે. બીજ પ્રકરણકારને પોતાના વિષયને શોધવા જવું નથી પડતું, જે સામે સુત્ર છે તેના આધારે જ વર્ણન કરવાનું હોવાથી તેનું કાર્ય સરળ છે. જ્યારે સૂત્રકારને નવેસરથી રચના કરવાની હોવાથી તેનું કાર્ય કઠિન કહેવાય, માટે સૂત્રકાર વધારે મહત્તા ધરાવે છે.