________________
પ્રમાણમીમાંસા /૧/૧૪૨
૧૩૧
'ततोऽवस्थावतस्तत्त्वात् कर्तवाणोति तत्फलम् ॥" ..
૦ ૦ ૨૨૩-૨૨૭] इति अनेनैकान्तनित्यानित्यवादव्युदासः । 'आत्मा' इत्यनात्मवादिनो व्युदस्यति । कायाप्रमाणता त्वात्मनः प्रकृतानुपयोगानोक्तेति सुस्थितं प्रमातृलक्षणम् ॥४२॥
इत्याचार्यश्रीहेमचन्द्रविरचितायाः प्रमाणमीमांसायास्तवृत्तेश्च
प्रथमस्याध्यायस्य प्रथममाह्निकम् કર્તુત્વ ભોકતૃત્વ પુરૂષમાં નથી હોતા પરંતુ આત્માની અવસ્થામાં હોય છે,
શંકા - એટલે જેમ ચૈત્ર જન્મથી મરણ સુધી એક જ છે, પણ તેની અવસ્થા બદલાયા કરે છે, પહેલા બાળ અવસ્થા હતી તો તેને અનુરૂપ કામ કરે છે, અને યુવા અવસ્થામાં તેને લગતું અને વૃદ્ધાવસ્થામાં તેને યોગ્ય કાર્ય કરે છે, એટલે બાલિશ ચેષ્ટા તે અવસ્થા કરતી હતી, ચૈત્ર તો અત્યારે પણ છે, પણ વર્તમાનમાં તો તેવી શિશુચેષ્ટા કરતો નથી એટલે કે તે તે અવસ્થા છે તે અર્થક્રિયાને કરે છે,
. [બપ્પભટ્ટી સૂરીની વાત આવે છે ઉપાશ્રયની બહાર રમતા હતા અને પંડિતો વાદ કરવા આવ્યા, તેમને કહ્યું- હું નહોતો રમતો એ મારી ઉંમર રમતી હતી અને પુરુષ તો નિર્લેપ અકર્તા છે, તેથી અવસ્થા બધી ક્રિયા કરે છે એમ માનવું જોઈએ.
સમા. - અહીં એટલું જ સમજવું જોઈએ કે ચૈત્ર કાંઈ તે અવસ્થાથી અલગ છે? ખરી રીતે તો તમારે ના પાડવી જ પડશે, નહીંતર ચૈત્રને બાળ અવસ્થામાં કુદતા વાગી જવાથી જે ખોડ રહી હોય તે આગળની અવસ્થામાં ન રહેવી જોઈએ, પણ રહે જ છે અને પૂર્વની ક્રિયા તેને યાદ પણ આવે છે. માટે અવસ્થાથી અવસ્થાવાનું ચૈત્ર ભિન્ન નથી; તેમ પુરુષ આત્મા અવસ્થાથી ભિન્ન નથી. માટે કર્તા અને ભોક્તારૂપે સર્વ પરિણામ પામનારો પરિણામી આત્મા માનવો જ રહ્યો.] આ અવસ્થાની કલ્પના યુક્ત નથી કારણ કે અવસ્થાથી અવસ્થાવાનું ભિન્ન નથી, કથંચિત્ અભિન્ન હોવાથી કર્મનો કર્તા જ તેનાં ફલને ભોગવે છે, જે આત્મા પ્રથમ કર્તુત્વ પર્યાય રૂપે હોય છે, તે જ આત્મા પછી ભોકતૃત્વ અવસ્થાને પામે છે. માટે એ પ્રમાણે આત્મા “એકાન્ત નિત્ય” અને “એકાન્ત અનિત્ય છે.”, આ બન્ને વાદનો નિરાસ થઈ જાય છે. સૂત્રમાં આત્મા શબ્દનો ઉલ્લેખ અનાત્મવાદિનો નિરાસ કરી દે છે. “આત્મા શરીર પ્રમાણ છે.” આ ઉલ્લેખ પ્રસ્તુતમાં ઉપયોગી ન હોવાથી તેનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. આ પ્રમાણે પ્રમાતાનું લક્ષણ સુવ્યવસ્થિત-સુનિશ્ચિત બન્યુ! l૪રા
તે પહેલા અધ્યાયનું પહેલું આહ્નિક પુરું
પહેલા અધ્યાયન
૧ અવસ્થાવાડા ૨ -૦વતાવા-
૦થા તવા-તાવ
શ૦ ૨૨૭ ૨ પત્યાનં ૪-૦માં શ્રેય:-તા.