________________
પ્રમાણમીમાંસા /૧/૧/૪૨
૧૨૯
न च परप्रकाशकत्वस्य स्वप्रकाशकत्वेन विरोधः प्रदीपवत् । नहि प्रदीपः स्वप्रकाशे परमपेक्षते । अनेनैकान्त-स्वा' भासिपराभासिवादिमतनिरासः । स्वपराभास्येव 'आत्मा प्रमाता' ।
$ १५३. तथा, परिणाम उक्तलक्षणः स विद्यते यस्य स 'परिणामी' । कूटस्थनित्ये ह्यात्मनि हर्षविषादसुख-दुःखभोगादयो विवर्ताः प्रवृत्तिनिवृत्तिधर्माणो न वर्तेरन् । एकान्तनाशिनि च कृतनाशाकृताभ्यागमौ स्याताम्,
જાણવું એનું નામ જ સ્વપ્રકાશ- સ્વસંવેદન છે.
શંકાકાર → જે પર પ્રકાશક હોય તે સ્વ પ્રકાશક કેવી રીતે હોઈ શકે ? જે બેટરીનો પ્રકાશ મુંબઇ તરફ જતો હોય તે પ્રકાશ એક સાથે કલકત્તા તરફ કેવી રીતે જઇ શકે ? એટલે જેની શક્તિ પરને પ્રકાશિત કરવામાં ખર્ચાઈ ગઈ છે, હવે તે સ્વયંને પ્રકાશિત કેમ કરી શકે ?
સમાધાન → પ્રકાશન ક્રિયામાં આવી શંકા યોગ્ય નથી, જેમ દીવો સ્વને પ્રકાશિત કરે છે તેમ સાથોસાથ પદાર્થને પણ, એટલે પર-પ્રકાશકનો સ્વપ્રકાશક સાથે વિરોધ નથી. અરે ભાઈ ! ભિન્નદિશાના પદાર્થ માટે તમારી વાત સાચી છે, પરંતુ દીવાને ખુદને પ્રકાશિત કરવા પદાર્થની દિશાથી પ્રકાશને મુખ ફેરવવાની જરૂર પડતી નથી કા.કે. દીવો સ્વયં પ્રકાશિત છે, એટલે તેને અન્ય પ્રકાશની અપેક્ષા રહેતી નથી, તેમ જ્ઞાનાત્મા ખુદને જણાવતો જ પદાર્થને જણાવે છે, કંઈ તેને નવાજ્ઞાનની જરૂર પડતી નથી કે જેથી પદાર્થથી જ્ઞાનને હટાવી સ્વની ઉપર લગાડવું પડે. એમ સ્વપ્રકાશ માટે અન્ય= દીવા/જ્ઞાનની અપેક્ષા રહેતી નથી.
આ કથનથી આત્મા સ્વાભાસી જ છે, કે પરાભાસી જ છે, આવા બૌદ્ધ, ચાર્વાક વિ.એકાન્ત મતનું ખંડન થયું. આત્મા- પ્રમાતા સ્વપરાભાસી જ છે.
૧૫૩. તથા ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યમય હોય તે પરિણામ, આવું પરિણામનું લક્ષણ પહેલાં અમે કહી ચૂક્યા છીએ. આવાં પરિણામવાળો જે હોય તે પરિણામી. હવે જો આત્મા ફૂટસ્થ નિત્ય હોય તો તેમાં હર્ષ વિષાદ, સુખ દુઃખનો ભોગ ઇત્યાદિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ સ્વભાવવાળા પર્યાયો રહી શકે નહિં. ફૂટ એટલે હથોડો કે ઘન તેનાથી લોઢું કે સોનું કૂટીએ તેથી તેમાં નવનવા ઘાટ ઘડાય પણ હથોડો—ઘન તો તેવોનો તેવો જ રહે છે, તેમાં કશોજ ફેર પડતો નથી, માટે કોશકાર પણ ફૂટસ્થનો અર્થ કરે છે કે અચલ શાશ્વત્, પરિવર્તન ન પામે તેવું. એટલે આત્મામાં કશું પરિવર્તન ન થઇ શકતું હોય તો સુખપર્યાયથી દુઃખ પર્યાયમાં, દુઃખથી સુખપર્યાયમાં કેવી રીતે જઇ શકે ? એટલે તેમાં=કૂટસ્થ નિત્ય આત્મામાં આવા પરિવર્તન થવાનો કોઈ અવકાશ જ નથી.
હર્ષની પ્રવૃત્તિ થતાં વિષાદની નિવૃત્તિ થાય છે. ફૂટસ્થ નિત્યમાં હર્ષ હોય તો હર્ષ જ ચાલે તેમાં વિષાદ આવી જ ન શકે.
અને આત્માનો એકાન્તે—સર્વથા નિરન્વય નાશ માનો તો કૃતનાશ—કરેલાનો નાશ, અકૃત અભ્યાગમનહી કરેલાનો સ્વીકાર કરવો પડે, આ બે દોષ આવશે. એટલે જે ક્ષણનાં આત્માએ કર્મ કર્યું તે ક્ષણનો આત્મા ઉત્તરક્ષણમાં સર્વથા નાશ પામી ગયો, એથી પોતે તે કર્મનું ફળ ભોગવ્યા વિના નાશ પામી જાય છે, એટલે કૃતનાશ દોષ થયો. જ્યારે ઉત્તરક્ષણવર્તી આત્મા તે કર્મના ફળને ભોગવશે પણ તત્ક્ષણવર્તી આત્માએ તો તે
१ बौद्धस्य ।