________________
પ્રમાણમીમાંસા /૧/૧/૩૨
૧૧૧
अथाक्रमात् क्रमिणामनुत्पत्ते व मिति चेत्, एकानंशकारणात् युगपदनेककारणसाध्यानेककार्यविरोधात् क्षणिकानामप्यक्रमेण कार्यकारित्वं मा भूदिति पर्यायैकान्तादपि क्रमाक्रमयोर्व्यापकयोनिवृत्त्यैव व्याप्याऽर्थक्रियापि व्यावर्तते । तद्व्यावृत्तौ च सत्त्वमपि व्यापकानुपलब्धिबलेनैव निवर्तत इत्यसन् પર્ધાન્તોડપા.
આવે, જે અયોગ્ય છે. માટે ભિન્ન ભિન્ન કાર્યો માટે સ્વભાવ ભેદ માનવો જરૂરી છે. [અને આપણે કહીશું કે આ માણસતો હવે બદલાઈ ગયો પહેલા તો એકદમ ગરમ સ્વભાવનો હતો હવે તો ઠંડોગાર બની ગયો છે. એટલે કાર્ય ભેદ સ્વભાવભેદની ચાડી ખાય છે] જેમ પદાર્થ એક સાથે અનેક કાર્ય કરે તો પણ તેનો સ્વભાવ બદલાતો નથી, તો પછી ક્રમશઃ જુદા જુદા કાર્ય કરે તો શું કામ સ્વભાવ બદલવો પડે? કાર્ય ભેદતો બને ઠેકાણે સમાન જ છે. એટલે તમારા હિસાબે કાર્ય ભેદમાં સ્વભાવ બદલાતો ન હોવાથી નિત્ય પદાર્થની નિત્યતા ટકી રહેવાથી તે ક્રમથી કાર્ય કરશે એથી એક સાથે અનેક કાર્યોને ભેગાં થવાનું સાંકર્ય નહીં આવે અને ક્રમથી ભિન્ન ભિન્ન કાર્ય કરવા છતાં સ્વભાવમાં ભેદ પડતો નથી, જેમ એકજ ક્ષણપદાર્થ રૂપ રસ વિ. ભિન્ન કાર્ય કરે છે, છતાં તમને તેમાં સ્વભાવ ભેદ માન્ય નથી, માટે તેનું–નિત્યપદાર્થનું નિત્યપણું કે સ્થિરપણું હણાતું નથી અને કાર્ય કરતો રહેવાથી સર્વાપણું હણાતુ નથી. એમ માની લો, જેથી એકાન્ત નિત્ય પદાર્થ માનવો સંગત કરશે.
ક્ષણિકવાદીઅરેભાઈ ! અક્રમ અર્થાત્ ક્રમ હીન એવા એકાન્ત નિત્ય પદાર્થથી ક્રમિક કાર્યની ઉત્પત્તિ ન હોઈ શકે. નૈમિતિ = માટે તમે કહ્યું તેમ ન થઈ (ઘટી) શકે.
જૈના તો તમે કહ્યું હુકમનું પાનું લઈને બેઠા છો કે, જેથી તમે જીતી જશો, એટલે તમે માનેલ એક નિરંશ કારણથી એક સાથે અનેક કારણોથી સાધ્ય એવાં અનેક કાર્યોની ઉત્પત્તિ માનવામાં પણ વિરોધ આવે છે. એટલે રોટલી માટે લોટ, પાણી વગેરે; ચા માટે દૂધ, ચાની પત્તિ વિ. મિઠાઈ માટે માવો, સાકર વિ.; અનેક કારણ સામગ્રી એકઠી કરવાની જરૂરત નહીં રહે, એક પદાર્થથી વિવિધ કાર્ય થઈ જશે, જેનો સાક્ષાત્ બાધ થાય છે. એથી ક્ષણિક પદાર્થો પણ અક્રમથી રૂપરસાદિ કાર્ય કરનારાં ના બની શકે. એમ ક્રમ અક્રમરૂપ વ્યાપકની નિવૃત્તિ થવાથી તેની વ્યાપ્ય અર્થક્રિયા પણ એકાન્ત પર્યાયથી નિવૃત્ત થઈ જાય છે. અને અર્થક્રિયાની વ્યાવૃત્તિ થવાથી તેનું વ્યાપ્ય સત્ત્વ નિવૃત્ત થઈ જાય. કારણ જ્યાં વ્યાપક જોવા ન મળે ત્યાં વ્યાપ્ય ન રહી શકે. જેમ વદ્ધિના અભાવમાં ધૂમ ન રહી શકે એથી પર્યાય એકાન્તવાદ પણ અસત્ છે.
| [આમ દ્રવ્ય એકાંત માનશો તો જે પાણીને તમે પીવા જાઓ છો, તેમાં કશો ફેરફાર શકય ન હોવાથી પેટમાં જઈ પચવાની ક્રિયા કરશે નહીં, ઘડામાં હતું ત્યાં સુધી જીભને સ્વાદ આપવાની ક્રિયા કરતું ન હતું, તો
१नित्यस्यैकत्वस्यापि क्रमेणेत्यादिको ग्रन्थो न घटते । २ न हि एकोऽश उपादानस्वरूयोऽम्यश्च सहकारिस्वरूपो भवन्मतेऽस्ति । ३ -૦ વો૦િ - 1