________________
પ્રમાણમીમાંસા /૧/૧/૩૧-૩૨
૧૦૩ ६ १२०. कुतः पुनर्द्रव्यपर्यायात्मकमेव वस्तु प्रमाणानां विषयो न द्रव्यमानं पर्यायमात्रमुभयं वा स्वतन्त्रम् ? इत्याह
अर्थक्रियासामर्थ्यात् ॥३१॥ - ६१२१. अर्थस्य' हानोपादानादिलक्षणस्य' क्रिया' निष्पत्तिस्तत्र 'सामर्थ्यात्' द्रव्यपर्यायात्मकस्यैव वस्तुनोऽर्थक्रियासमर्थत्वादित्यर्थः ॥३१॥ ६ १२२. यदि नामैवं ततः किमित्याह
तल्लक्षणत्वाद्वरेस्तुनः ॥३२॥ १२३. 'तद्' अर्थक्रियासामर्थ्य लक्षणम्' असाधारणं रूपं यस्य तत् तल्लक्षणं तस्य भावस्तत्त्वं तस्मात् । कस्य ? 'वस्तुनः' परमार्थसतो रूपस्य । अयमर्थः-अर्थक्रियार्थी हि सर्वः प्रमाणमन्वेषते,
નામનું દ્રવ્ય બધામાં સ્થિર છે. માટે ચણક વગેરે પણ પૃથ્વીદ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે. તે જ પરમાણુ અન્ય પરમાણુ વિગેરેની સાથે જોડાતા પોતાના પર્યાયને છોડી અન્ય પર્યાયને પામે છે. વળી તેના વર્ણાદિ ગુણો પણ પરિવર્તન પામ્યા કરે છે, માટે પરમાણુ પણ એકાન્ત નિત્ય નથી. ૩૦
૧૨૦. શંકાકાર દ્રવ્ય પર્યાયાત્મક વસ્તુ જ પ્રમાણનો વિષય કેમ? એકલું દ્રવ્ય કે એકલો પર્યાય અથવા નિરપેક્ષ એવાં દ્રવ્ય અને પર્યાય વિષય કેમ ન બની શકે? આનું સમાધાન કરવાં આચાર્યશ્રી સૂત્ર દર્શાવે છે .....
અર્થ ક્રિયાનાં સામર્થ્યથી ઉભરાત્મક વસ્તુ જ વિષય છે. [૩૧ ૧૨૧. અર્થ એટલે છોડવું, ગ્રહણ કરવું, ઉપેક્ષા કરવી છે, તેની ક્રિયા નિષ્પત્તિ તેમાં સામર્થ્ય હોવાથી અર્થાત્ દ્રવ્યપર્યાયાત્મક વસ્તુ જ અર્થ=છોડવું વગેરે ક્રિયામાં સમર્થ હોવાથી (હોય છે)
૧૨૨. શંકાકાર ભલે ને દ્રવ્યપર્યાયાત્મક વસ્તુ અર્થક્રિયામાં સમર્થ હોય એનાથી શું? એટલે ભલે આવું હોય, એમાં સ્વતંત્ર દ્રવ્યપર્યાયને વિષય બનાવવામાં શું વાંધો આવે? સમાધાન કરવા આચાર્યશ્રી કહે છે કે.......
અર્થ ક્રિયા જ વસ્તુનું લક્ષણ છે માટે II3રા ૧૨૩. તદ્ એટલે “અર્થ ક્રિયાનું સામર્થ્ય હોવું” તે સત્ વસ્તુનું લક્ષણ-અસાધારણ સ્વરૂપ છે. આવું લક્ષણ જેનું છે તે તલ્લક્ષણ, તેને ભાવ અર્થમાં ત્વ પ્રત્યય લાગતા “તલ્લક્ષણત્વ તસ્માતુ- તેથી (હેતુ અર્થમાં પંચમી થઈ) કસ્ય- આવું સ્વરૂપ કોનું છે? વસ્તુનઃ = પરમાર્થથી સત્ પદાર્થનું આવું સ્વરૂપ છે. १ एकत्रिंशत्तमं द्वात्रिंशत्तमं च सूत्रद्वयं सं-मू० प्रती भेदकचिह्न विना सहैव लिखितं दृश्यते-सम्पा० । २-० क्रियार्थसत०-डे० । ૨ ૦ાા ચતુનઃ સં-મૂ |