________________
પ્રમાણમીમાંસા /૧/૧/૨૯
६ १०८. तत्रोभयरूपस्यापि ज्ञानस्य प्रामाण्यमुपेक्ष्य 'यतः' शब्दाध्याहारक्लेशेनाऽज्ञानरूपस्य सन्निकर्षादेः प्रामाण्यसमर्थनमयुक्तम्।
कथं ह्यज्ञानरूयाः सन्निकर्षादयोऽर्थपरिच्छित्तौ साधकतमा भवन्ति व्यभिचारात् ? सत्यपीन्द्रियार्थसन्निकर्षेऽर्थोपलब्धेरभावात् । ज्ञाने सत्येव भावात्, साधकतमं हि करणमव्यवहितफलं च तदिति ।
१०९. सन्निकर्षोऽपि यदि योग्यतातिरिक्तः संयोगादिसम्बन्धस्तर्हि स चक्षुषोऽर्थेन सह नास्ति अप्राप्यकारित्वात्तस्य । दृश्यते हि काचाभ्रस्फटिकादिव्यवहित स्याप्यर्थस्य चक्षुषोपलब्धिः । મૂક્યું છે, એટલે એમને અવ્યપદેશ્ય- એ નિર્વિકલ્પ જ્ઞાનનું વિશેષણ છે તેની સાથે વાંધો નથી.
૧૦૮. નિર્વિકલ્પક અને સવિકલ્પક બને જ્ઞાન સ્વરૂપ છે, આવાં બન્ને પ્રકારનાં જ્ઞાનની પ્રમાણતાની ઉપેક્ષા કરી, “યત': શબ્દને અધ્યાહાર માનવાની કષ્ટદાયી કલ્પના કરી અજ્ઞાનરૂપ સંનિકર્ષ વગેરેને પ્રમાણ તરીકે માનવા યોગ્ય નથી. અજ્ઞાનરૂપ સંનિકર્ષ વગેરે અર્થને જણાવવામાં સાધકતમ કેવી રીતે બની શકે? કારણ કે એમાં તો વ્યભિચાર આવે છે. રસ્તામાં તણ સાથે ઈદ્રિય સંનિકર્ષ હોવા છતાં પણ તુણનું જ્ઞાન થતું નથી. જ્ઞાન થાય ત્યારે જ તૃણની ઉપલબ્ધિ થાય છે. કાર્યમાં સાધકતમ હોય તેજ કરણ કહેવાય જે વ્યવધાન વિના ફળ આપનાર હોય છે.
“નૈયાયિક-બને જ્ઞાનમાં પ્રામાણ્યની ઉપેક્ષા કરી રહ્યા છે એવું દર્શાવવા આચાર્યશ્રીએ “પ્રામાયઅપેક્ષ્ય” “આ બન્ને જ્ઞાનમાં પ્રામાણ્યની ઉપેક્ષા કરીને” આમ કહ્યું છે, તેથી વાચસ્પતિ નિર્વિકલ્પની પણ ના પાડે છે એવું લાગે છે. [પરંતુ “જ્ઞાનરૂપ સાધન” એવું કીધું હોવાથી આ નિર્વિકલ્પ જ્ઞાન લેવું જરૂરી લાગે છે.]
આંખની અપ્રાપ્યારિતા - ૧૦૯. સંનિકર્ષ પણ યોગ્યતાથી અતિરિક્ત સંયોગાદિ સંબંધ રૂપ હોય તો તેવો સંનિકર્ષ આંખનો પદાર્થની સાથે નથી.કારણ કે ચક્ષુ પદાર્થને પ્રાપ્ત કર્યા વિના રૂપાદિ પદાર્થને જાણે છે. કાચ અભરખ સ્ફટિક વગેરેથી ઢંકાઇને અલગ રહેલા વ્યવહિત પદાર્થને પણ ચક્ષુ જાણે જુએ છે, એવું જોવા મળે છે. વળી જો આંખ પદાર્થની પાસે જઈને સંયોગ કરીને જ અર્થનો બોધ કરાવતી હોય તો આગ છરી વિ.નું જ્ઞાન કરતા બળવું, ૧ /વાદિન - 1 ૨ -૦ચાઈચ-૨૦I કંઈ થતુપદનો અધ્યાહાર કરવાનો ન હોય, કા.કે. પોતે સ્વતંત્ર હોવાથી પોતાની વ્યાખ્યામાંતો સીધું સાક્ષાત્ યતઃ પદ મૂકી શકે છે, એટલે યતુ પદનો અધ્યાહાર મૂળ ન્યાયસૂત્રમાં કરવાનો હોવાથી તે સૂત્રમાં કહેલ વિશેષણોવાળું જ્ઞાન જેનાથી પેદા થાય તે પ્રત્યક્ષ. (નૈયા.) સનિકર્ષને પણ પ્રત્યક્ષ પ્રમાણ માને છે, માટે વ્યાખ્યાકાર સૂત્રમાં યતુ લગાડીને વ્યાખ્યા કરવાનું કહે છે, કે જેથી પોતાની માન્યતા સચવાઇ શકે, જો યતુનો પ્રયોગ ન કરે તો સન્નિકર્ષ પ્રત્યક્ષ પ્રમાણ ન બની શકે. કા.કે. સંનિકર્ષ તો સૂત્રોક્ત વિશેષણવાળો નથી, માત્ર પોતે તો તેનું જ્ઞાન પેદા કરે છે, એટલે “યતઃ” મૂકો તો જ તે પ્રમાણ બની શકે. પ્રઝ શું બન્ને પ્રકારના જ્ઞાનની ઉપેક્ષા કરવામાં યતઃ શબ્દનો આધ્યાહાર નિમિત્ત બને છે ને ? જો આવું ન હોય તો ચ મુકવો જોઇએ ને? ઉ3 મૂળસૂત્રમાં “ચ” ન હોય છતાં વિભાગ પાડવામાં વ્યાખ્યાકારને વાંધો નથી. મૂળમાં જે ન્યાયસૂત્રમાં પ્રત્યક્ષનું લક્ષણ દર્શાવ્યું છે, તેની વ્યાખ્યારૂપે વાચસ્પતિ પોતે લક્ષણ દર્શાવે છે, માત્ર તે એક વ્યાખ્યાનો વિકલ્પ છે, એટલે વ્યાખ્યા કરતા તેમાં અવ્યપદેશ્ય, વ્યવસાયાત્મક આ વિશેષણ ન મૂકે તો પણ ચાલે. કા.કે. તેની વ્યાખ્યાકાર નિર્વિકલ્પક જ્ઞાન અને સવિકલ્પક એમ વિભાગપાડી વ્યાખ્યા કરવાના છે. એસ્કે કંઇ પોતાના લક્ષણમાં તે વિશેષણ નથી મૂક્યા તેનો મતલબ પોતે છોડી મૂક્યા છે એમ નથી. અથવા પોતાને સવિકલ્પક જ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણ માનવું ઇષ્ટ ન હોય તેથી આ વિશેષણો છોડી દીધા હોય. અને નિર્વિકલ્પથી તો સવિકલ્પજ્ઞાન પેદા થાય છે, માટે તેમાં આ લક્ષણ ઘટાડવાનું છે અને સવિકલ્પક જ્ઞાનથી નવું કોઈ પ્રત્યક્ષ જ્ઞાન પેદા થતું ન હોવાથી યતઃ પદથી તેનું સવિકલ્પનું ગ્રહણ થવાનો પ્રસંગ ન હોવાથી નિર્વિકલ્પનું જે અવ્યપદેશ્ય એવું વિશેષણ છે તે પણ મૂકવાની જરૂર જ નથી. યત પદથી જ સંવિકલ્પની બાદબાકી થઈ જતી હોવાથી વ્યભિચારનો સંભવ ન હોવાથી. (કા.કે. સંભવ અને વ્યભિચાર આવતો હોય તો જ વિશેષણ મૂકાય.) વળી અહીં તો તાદશજ્ઞાનનું જે સાધન હોય તે જ પ્રત્યક્ષ છે, પછી લક્ષણના શરીરમાં તો તેવા વિશેષણની કંઇ જરૂર રહેતી નથી.