________________
પ્રકાશકીય
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રચિત પ્રમાણમીમાંસા સ્વપજ્ઞ ટીકા અને અનુવાદ સાથે પ્રકાશિત કરતા આનંદ અનુભવીએ છીએ.
ટુંકા શબ્દોમાં ગંભીર અને મહાન અર્થને દર્શાવતા સૂત્રોની રચના દ્વારા પૂજ્યશ્રીના આ ગ્રંથે ન્યાય ગ્રંથોમાં અગ્રેસર સ્થાન મેળવ્યું છે. આ ગ્રંથ પાઠ્યક્રમમાં પણ જોવા મળે છે.
વર્તમાન સાધુ-સાધ્વી વર્ગને જૈન પદાર્થનો તાર્કિક ભાષામાં બોધ આપવા માટે આ ગ્રંથ અતિશય ઉપયોગી બને એમ છે. તેનું સંપાદન તો પં. દલસુખ માલવણીયાએ વર્ષો પૂર્વે કરેલ છે. હવે પ.પૂ. આચાર્ય દેવશ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા અને માર્ગદર્શન દ્વારા મુનિરાજ શ્રી રત્નજ્યોતવિજયજી મ.સાહેબે અનુવાદનું કામ કરેલ છે.
વિશેષ વિશ્લેષણથી આ ગ્રંથ ૩૦૦ પાનાનાં કદને પામ્યો છે, આવા અણમોલ ગ્રંથને પ્રકાશિત કરવાનો લાભ અમારી સંસ્થાને મળ્યો છે, તે બદલ અમો આભારી છીએ.
આ ગ્રંથના પ્રકાશનથી જિજ્ઞાસુવર્ગને લાભ થશે તેવી અમો આશા રાખીએ છીએ.
આ ગ્રંથનું કંપોઝ તથા મુદ્રણ કાર્ય નવનીત પ્રિન્ટર્સ અમદાવાદ વાળાએ સારી રીતે કર્યું છે તે બદલ ધન્યવાદ.
લિ.
શ્રી રંજનવિજયજી જૈન પુસ્તકાલય માલવાડા