________________
પ્રમાણમીમાંસા /૧/૧/૧૫
| ૮૫ इति वचनात्, तर्हि सर्व'ज्ञज्ञानस्य वार्तमानिकार्थविषयत्वं न कथञ्चिदुपपद्यते वार्तमानिकक्षणस्याजनकत्वात् अजनकस्य चाग्रहणात् । स्वसंवेदनस्य च स्वरूपाजन्यत्वे कथं ग्राहकत्वं स्वरूपस्य वा कथं ग्राह्यत्वमिति चिन्त्यम् । तस्मात् स्वस्वसामग्रीप्रभवयोर्दीपप्रकाशघटयोरिव ज्ञानार्थयोः प्रकाश्यप्रकाशकभावसम्भवान्न ज्ञाननिमित्तत्वमर्थालोकयोरिति स्थितम्।
જૈન – એવો જ આગ્રહ રાખશો તો સર્વજ્ઞજ્ઞાન વર્તમાન-કાલીન પદાર્થને ગ્રહણ કરવા કોઈ પણ રીતે સમર્થ ન બને. કારણ કે વર્તમાન-કાલીન ક્ષણ (પદાર્થ) સર્વશજ્ઞાનને ઉત્પન્ન કરનાર નથી. અને જે જનક નથી તે પદાર્થ તે જ્ઞાનનો વિષય પણ ન બની શકે.
[સર્વજ્ઞભગવંતને તમામ ક્ષણમાં જ્ઞાન વિદ્યમાન છે. તેમાંથી કોઈક વિવક્ષિત વર્તમાન ક્ષણ ધારો કે તે પાંચમી ક્ષણ છે, આ પાંચમી ક્ષણ જ્ઞાનાત્મક હોય પણ તેનો જનક તો ચોથી ક્ષણ જ હોઈ શકે માટે સર્વજ્ઞનાજ્ઞાનસ્વરૂપ પાંચમી ક્ષણથી ચોથીક્ષણના પદાર્થનું જ્ઞાન થઈ શકે, પણ (૫)મી ક્ષણ સ્વજ્ઞાનની જનક ન હોવાથી (૫મી ક્ષણના પદાર્થનું જ્ઞાન તો સંભવે જ નહીં. એમ જે કોઈ વર્તમાન ક્ષણ લઈશું તે પૂર્વની ક્ષણનું જ્ઞાન કરાવશે, એટલે સર્વશને વર્તમાનકાલીન રૂપે તો કોઈ પણ પદાર્થનું જ્ઞાન થશે જ નહીં. કહેવાનું તાત્પર્ય એમ છે કે બૌદ્ધ એમ માને છે કે સર્વશને ભૂતભાવિ બધીક્ષણોમાં જ્ઞાન પેદા થઈ ગયું છે અને તે તે ક્ષણમાં વર્તમાન રહેનારા તમામ ભાવોનું જ્ઞાન સર્વજ્ઞને થાય છે એવું માનવામાં તો વાંધો નથી. પરંતુ આટલું વિશેષ કે જે ક્ષણમાં જ્ઞાન પેદા થયેલું છે તે જ્ઞાન તેની પૂર્વની ક્ષણથી પેદા થયેલું છે માટે તે ક્ષણવર્તી જ્ઞાન તેની પૂર્વની ક્ષણવર્તી પદાર્થોનું જ્ઞાન કરી શકશે, પરંતુ સ્વક પદાર્થોનું જ્ઞાન ન કરી શકે. તેનું જ્ઞાનતો તેની ઉત્તર ક્ષણવર્તી જ્ઞાનથી થશે. કા.કે. તે ઉત્તરક્ષણવર્તી જ્ઞાનની જનક છે, એટલે પોતાને- સર્વજ્ઞને (બુદ્ધને) ભૂતભાવિ બધુ જ્ઞાન છે ખરું, પરંતુ તે તે જ્ઞાન ક્ષણો પદાર્થને વર્તમાન રૂપે નહીં જાણી શકે કા.કે. તે ક્ષણો સ્વપૂર્વવર્તી પદાર્થને જ ગ્રહણ કરનારી છે.]
વળી સ્વસંવેદન તો પોતાના સ્વરૂપને જાણવું તે છે. અને પોતે પોતાનાથી ઉત્પન્ન તો થઈ શકે નહિ, ઘટ તે જ ઘટથી પેદા થાય નહીં, તો પછી જ્ઞાન કેવી રીતે ગ્રાહક બનશે? અને સ્વરૂપ કેવી રીતે ગ્રાહ્ય બની શકશે? આનો વિચાર કરો ! તેથી સ્નેહ-વાટ અને માટિ, પાણી વિ. પોત પોતાની સામગ્રીથી ઉત્પન થનારા દીવાના પ્રકાશ અને ઘટમાં જેમ પ્રકાશ્ય-પ્રકાશક ભાવ છે, તેમ પોત પોતાનાં કારણોથી ઉત્પન્ન થનારાં જ્ઞાન અને પદાર્થ વચ્ચે પણ પ્રકાશ્ય પ્રકાશક ભાવ સંભવી શકે છે. આ રીતે સિદ્ધ થયુ કે અર્થ અને આલોક જ્ઞાનનાં સાક્ષાતુ કારણ નથી. १ सार्वज्ञ०-डे० । २ तस्मात् स्वसाम०-डे० ।
૧ જેમ દીવાનો પ્રકાશ તેલવાટ વિ. કારણોથી પેદા થાય છે, કંઈ ઘટથી નહી. (અને ઘટ પોતે દંડાદિથી પેદા થાય છે) એમ આ બને વચ્ચે જન્ય-જનક ભાવ નથી, તો પણ પ્રકાશ્ય-પ્રકાશકભાવ છે. તેમ સાંવ્યવહારિક જ્ઞાન ઈદ્રિય મનથી પેદા થાય છે અને ઘટાદિ પદાર્થ પોતાના દંડાદિકારણોથી ઉત્પન્ન થાય છે, છતાં શાનથી તેમનું ગ્રહણ-ભાન થઈ શકે છે. આમ જાન થવા માટે અર્થથી શાનનું પેદા થવું જરૂરી નથી, માટે અર્થના અભાવમાં પણ શાન સંભવી શકે છે. આલોક અને અર્થ બન્નેના અસત્વમાંઅસદુભાવમાં પણ છવડ યોગી વગેરેને શાન થવાથી વ્યતિરેક ઘટતો નથી, પણ વ્યતિરેક વ્યભિચાર આવતો હોવાથી તેમને કારણ માની શકાતાં નથી અને પરંપરાએ કારણનિમિત્ત બને તેનો તો કારણ તરીકે વ્યવહાર થતો નથી કેમકે કારણનું લક્ષણ છે કે કાર્યની અવ્યવહિત પૂર્વમાં નિયત વૃત્તિ હોવી”.