________________
સમયસાર : આત્મખ્યાતિ
मालिनी जयति सहजपुंजः पुंजमजत्लिोकी - स्खलदखिलविकल्पोऽप्येक एव स्वरूपः । स्वरसविसरपूर्णाच्छिन्नतत्त्वोपलंभः, प्रसभनियमितार्चिच्चिचमत्कार एषः ॥२७५॥ જયતિ સહજ પુંજો ! પુંજ મત ત્રિલોકી,
અલત - અખિલ વિકલ્પો એક એવ સ્વરૂપો; - સ્વરસ પૂરણ તત્ત્વાનુભૂતિ જ્યાં અછિત્ર, - સ્વનિયત જસ અર્ચિષ ચિચમત્કાર એહ. ૨૭૫
અમૃત પદ - ૨૭૫
રત્નમાલા જય સહજાત્મસ્વરૂપી પુંજ ! ચિત્ ચમત્કારે ચેતન મુંજ જસ જ્ઞાનકુંજે મજ્જતુંય ત્રિલોકી, અલત વિકલ્પો સકલ આલોકી... જય સહજાત્મ. ૧ સ્વરસ વિસરથી પૂર્ણ અખંડ, તત્ત્વ તણો જ્યાં અનુભવ કંદ; જય સહજાત્મસ્વરૂપી પુંજ ! ચિતુ ચમત્કારી ચેતન યુજ... જય સહજાત્મ. ૨ સ્વરૂપથી બહાર કદીય ન જાતી, સ્વરૂપમાંહિ સતત સમાતી; નિયમિત એવી અર્ચિષ જેની, એક સ્વરૂપે નિત્ય જ લીની... જય સહજાત્મ. ૩ ચમકતો ચેતન ચમકારે. ચિત ચમકાવે ચિત ચમત્કારે. ચિત ચમત્કારી આતમ એવો, જય સહજાસ્મસ્વરૂપી દેવો... જય સહાત્મ. ૪ ચિત ચિંતામણિમય સંગીતા. આત્મતિ' આ “અમત ગીતા', તત્ત્વ ચિંતામણિ અમૃતચંદ્ર, તત્ત્વ ચિંતામણિમય સુચ્છેદે... જય સહજાત્મ. ૫ તત્ત્વ ચિંતામણિ શિલા સંયોજી, “આત્મખ્યાતિ' આ પ્રાસાદ યોજી; તત્ત્વકળાના અનુપમ શિલ્પી, અમૃત દાખી કળા અનલ્પી... જય. સહજાત્મ. ૬. તત્ત્વ ચિંતામણિમય પ્રાસાદ, તત્ત્વ ચિંતામણિ અમૃત પ્રસાદ; પ્રાસાદ મૂંગે કળશ ચઢાવ્યા, સર્વાગે સુવર્ણ મઢાવ્યા.... જય સહજાત્મ. ૭ સહજસ્વરૂપી અમૃતચંદ્ર, ભગવાનું જ્ઞાનામૃત રસકંદ;
તસ ચંદ્રિકા આનંદ, સહજસ્વરૂપી અમૃતચંદ્ર... જય સહાત્મ. ૮ અર્થ - સહજ પુંજ જયવંત છે – કે જે પુંજમાં મર્જતી ત્રિલોકી સંબંધી અખિલ વિકલ્પ જેમાંથી અલિત થાય છે એવો છતો પણ એક જ સ્વરૂપ. સ્વરસ વિસરથી પૂર્ણ અચ્છિન્ન (અખંડ) તત્ત્વોપલંભ (તસ્વાનુભવ પ્રાપ્તિ) જ્યાં છે એવો આ પ્રસંભથી (સ્વરૂપ) બલથી નિયમિત અર્ચિવાળો (જ્યોતિવાળો) ચિતચમત્કાર છે. ૨૭૫
અમૃત જ્યોતિ' મહાભાષ્ય “આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહજે સાંભરી આવે છે.”
“અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપ પરિણતિ વર્તતી હોવાને લીધે છે.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૬૩, ૩૧૩, ૩૨૩
૮૮૨