________________
સ્યાદ્વાદ અધિકારઃ સમયસાર કલશ ૨૭૨ : ‘અમૃત જ્યોતિ’ पृथ्वीवृत्त
क्वचिल्लसति मेचकं क्वचिन्मेचकामेचकं, क्वचित् पुनरमेचकं सहजमेव तत्त्वं ममं । तथापि न विमोहयत्यमलमेधसां तन्मनः, परस्परसुसंहतप्रकटशक्तिचक्रं स्फुरत् ॥ २७२॥
ક્વચિત્ લસતું મેચક ક્વચિત્ મેચકામેચક, ક્વચિત્ વળી અમેચકં સહજ તત્ત્વ ખરે ! મમ; તથાપિ ન વિમોહતું અચલ બુદ્ધિનું ચિત્ત તે, પરસ્પર સુસંહત પ્રકટ શક્તિચક્ર સ્ફુરત્. ૨૭૨
અમૃત પદ ૨૭૨
-
ક્વચિત લસંતું રંગબેરંગી, ક્વચિત લસંતું જેહ અરંગી;
ક્વચિત રંગબેરંગી અરંગી, સહજ તત્ત્વ મુજ વિપુલ તરંગી..... ક્વચિત લસંતું. ૧
કાચ પાંદડી જેમ અરંગી, પ્રકાશયોગે રંગબેરંગી;
રંગબેરંગી વળીય અરંગી, તેમ તત્ત્વ મમ ચિત્ર તરંગી..... ક્વચિત લસંતું. ૨
તોય અમલમતિ જેહ અસંગી, તસ મન કરે ન મોહ કુરંગી;
સ્ફુરંત તે શક્તિચક્ર સુરંગી, પરસ્પર સુસંહત શક્તિ તરંગી... ક્વચિત લસંતું. ૩
શક્તિચક્ર તો એક સુભંગી, શક્તિ તિહાં ચમકે બહુરંગી;
પ્રકટ પરસ્પર ગાઢ પ્રસંગી, રહી સુસંહત એકરસ રંગી... ક્વચિત લસંતું. ૪ ભગવાન અમૃત ભાખી અસંગી, સહજાત્મસ્વરૂપની બહુ ભંગી;
અમૃત કળશે અનુભવરંગી, પાન કરે જન તત્ત્વતરંગી..... ક્વચિત લસંતું. ૫
અર્થ - ક્વચિત્ જે મેચક (ચિત્ર) વિલસે છે, ક્વચિત્ મેચકામેચક (ચિત્ર-અચિત્ર) અને ક્વચિત્ વળી અમેચક (અચિત્ર) વિલસે છે, એવું સહજ જ ‘મમ' (મ્હારૂં) તત્ત્વ છે, તથાપિ પરસ્પર સુસંહત પ્રકટ શક્તિચક્રવાળું સ્ફુરતું તે અમલ મેધાવંતોના (નિર્મલ બુદ્ધિવંતોના) મનને વિમોહ પમાડતું નથી. ૨૭૨
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મનો ક્ષય થયે જ અસંગતા અને સુખ સ્વરૂપતા કહી છે, જ્ઞાની પુરુષોના તે વચન અત્યંત સાચાં છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૯૩, ૫૮૫, ૩૩૦
“એવું જે આત્મભાન તે વારંવાર ઉજ્વલપણે વસ્યા કરે છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૯૩, ૨૯૮ ‘“સહજ ગુણ આગરો સ્વામી સુખ સાગરો, જ્ઞાન વયરાગરો પ્રભુ સવાયો.'' શ્રી દેવચંદ્રજી હવે પરમગંભીર પૃથ્વીવૃત્તમાં નિબદ્ધ ત્રણ ૫૨મામૃત સંસ્મૃત કળશ કાવ્યમાં પરમાર્થ - મહાકવિ અમૃતચંદ્રજી વસ્તુતત્ત્વના અનેકાંત સ્વભાવનું ‘સ્વભાવોક્તિમય’ પરમ પરમાર્થ ગંભીર અદ્ભુતાદ્ભુત’ મીમાંસન કરે છે. તેમાં - આ પ્રથમ કળશ કાવ્યમાં તેઓશ્રી પ્રકાશે છે
क्वचिल्लसति मेचकं
662
-
-