________________
સમયસાર : આત્મખ્યાતિ
स्यावाददीपितलसन्महसि प्रकाशे - शुद्धस्वभावमहिमन्युदिते मयीति । किं बंधमोक्षपथपातिभिरन्यभावै -
नित्योदयः परमयं स्फुरतु स्वभावः ॥२६९॥ સ્યાદ્વાદ દીપિત લસનું મહસું હું પ્રકાશ, શુદ્ધ સ્વભાવ મહિમા મહિ છું ઉદિત; શું બંધ - મોક્ષપથપાતિ જ અન્ય ભાવે ? નિત્યોદયો મમ સ્વભાવ હુરો સ્વભાવે. ૨૬૯
અમૃત પદ - ૨૯
(‘ચંદ્ર પ્રભુ મુખ ચંદ' - એ રાગ ચાલુ) સ્યાદ્વાદ દીપિત પ્રકાશમાંહિ.. ચેતન ચિંતવ રે. લસતું મહમ્ મહિત... ચેતન. હું શુદ્ધ સ્વભાવ મહિમા માંહિ... ચેતન. થયો એમ ઉદિત... ચેતન. ૧ બંધ-મોક્ષપથ પાતિ તિહાં... ચેતન. શું કામના અન્ય ભાવ ?... ચેતન. નિત્યોદયી જ હુરો ઈહાં... ચેતન. કેવલ એહ સ્વભાવ... ચેતન. ૨ સ્વભાવ ભાવના ભાવના... ચેતન. ભગવાન અમૃતચંદ્ર... ચેતન. '
અમૃત કળશે આત્મ ભાવના... ચેતન. સંભૂત અનુભવ કંદ... ચેતન. ૩ અર્થ - Dાવાદથી જેનું લસલસતું મહસુ (મહા તેજ - મહા જ્યોતિ) દીપિત છે, એવો પ્રકાશ (પ્રગટ) શુદ્ધ સ્વભાવ મહિમાવંતો હું એમ ઉદિત થયે, બંધ - મોક્ષપથપાતી (બંધ - મોક્ષ માર્ગમાં પડતા - અંતર્ભવતા) અન્ય ભાવોથી શું? નિત્યોદયપણે માત્ર આ સ્વભાવ જ ભલે હુરો ! ૨૬૯
અમૃત જ્યોતિ' મહાભાષ્ય શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું, કર વિચાર તો પામ.'
- શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૧૭ “શુદ્ધ સ્યાદ્વાદ નિજ ભાવ ભોગી જિકે, તેહ પરભાવને કેમ ચાખે?” - શ્રી દેવચંદ્રજી
આ મંગલ કલશ કાવ્યમાં આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા મહામુનિચંદ્ર અમૃતચંદ્રજી અમને સદા આ સ્વભાવોદય હો ! એવી મંગલ ભાવના ભાવે છે - ચીકવિતતસન્મતિ પ્રાશે - શુદ્ધ સ્વભાવમહિમન્યુકિત મીતિ | - “સ્યાદ્વાદથી' - અનેકાંતથી “દીપિત' - પ્રજ્વલિત - પ્રગટાવાયેલ (Krindled, ignifed) લસતું' - લસલસતું “મહમ્ - સર્વાતિશાયિ પરંજ્યોતિ રૂપ મહાતેજ જેનું, એવો
“પ્રકાશ” - હું - અમૃતવર્ષી અમૃતચંદ્ર આત્મા શુદ્ધ સ્વભાવ મહિનામાં એવા શુદ્ધ સ્વભાવ મહઃ પ્રકારે “ઉદિત થયો છું ઉદય પામી ગયો છું, ત્યારે હવે બંધ - મોક્ષ પથ મહિમા નિત્યોદય પાતી અન્ય ભાવોથી શું ? “જિં વંધમોક્ષપથપતિમિરન્સમાવૈઃ ? બંધમાર્ગમાં અને પરમ સ્વભાવ હુરો ! મોક્ષમાર્ગમાં “પડતા’ - અંતર્ભાવ પામતા અન્ય ભાવોનું - બીજા ભાવોનું
અમને હવે શું પ્રયોજન છે ? અર્થાત્ ચિદ્ - અચિત્ વસ્તુના અથવા જ્ઞાન - શેયના “અનેક - એક નહિ એવા ભિન્ન ભિન્ન “અંત’ - ધર્મ પ્રકાશતા “અનેકાંત' - સ્યાદ્વાદથી સ્વ - પરનો વિવેક ઉપજતાં, અમને પરભાવ પ્રહણ રૂપ બંધ છૂટી ગયો અને સાક્ષાત્ શુદ્ધ સ્વભાવ સ્થિતિ રૂપ મોક્ષ પ્રાપ્ત થઈ ચૂક્યો, તો પછી હવે બંધમાર્ગ સંબંધી કે મોક્ષમાર્ગ સંબંધી કોઈ વિકલ્પનું પ્રયોજન અમને રહ્યું નથી. એટલે માત્ર એટલું જ પ્રાર્થીએ છીએ કે “માત્ર' - કેવલ આ નિત્યોદયી જ સ્વભાવ જ “નિત્યોદય પણે' - સદોદયપણે અમને સ્કરો ! “નિત્યોદયી' - નિત્ય ઉદયવંતો આ સ્વભાવ જ સહજાત્મ સ્વરૂપ તેજથી ઝળહળો ! નિત્યોદયં (પાઠાં. નિત્યોદય) પરમાં ક્રૂરતિ સ્વભાવ: |
૮૭૨