________________
સમયસાર : આત્મખ્યાતિ
वसंततिलका इत्यायनेकनिजशक्तिसुनिर्भरोऽपि, यो ज्ञानमात्रमयतां न जहाति भावः । एकं क्रमाक्रमविवर्तिविवर्तचित्रं,
तद् द्रव्यपर्ययमयं चिदिहास्ति वस्तु ॥२६४॥ ઈત્યાદિ નિજ બહુ શક્તિ ભર્યો છતાં ય, જે જ્ઞાનમાત્ર મયતા ત્યજતો ન ભાવ; તે દ્રવ્ય પર્યયમથી ચિદ્ વસ્તુ અત્ર, એક ક્રમાક્રમ વિવર્તિ વિવર્ત ચિત્ર. ૨૬૪
અમૃત પદ - ૨૬૪
ચંદ્ર પ્રભુ મુખચંદ' - એ રાગ એમ અનેકાંત તત્ત્વ. ચેતન ચિતવ રે. અનેક શક્તિ સંપન્ન... ચેતન. ધ્રુવ પદ. ૧ એમ નિજ શક્તિ અનેક... ચેતન ચિંતવ રે. તેથી સુનિર્ભર સાવ... ચેતન. જ્ઞાનમાત્રમયતા એક... ચેતન. છોડે ન જ જે ભાવ... ચેતન. ૨ ક્રમ અક્રમથી વિવર્તતા... ચેતન. વિવર્તથી ચિત્ર એક... ચેતન. દ્રવ્ય પર્યયમય વર્તતાં... ચેતન. ચિદ્ વસ્તુ તે છેક... ચેતન. ૩ જ્ઞાનમાત્ર એક હવંત... ચેતન. શક્તિ અનેક ધરંત... ચેતન.
ભગવાન અમૃત સંત... ચેતન. અમૃત વાણી વદત.. ચેતન. ૪ અર્થ - ઈત્યાદિ અનેક નિજ શક્તિઓથી સુનિર્ભર છતાં જે ભાવ જ્ઞાનમાત્રમયતા છોડતો નથી, તે ક્રમ - અક્રમે વિવર્તી વિવર્તીથી ચિત્ર એવી એક દ્રવ્ય પર્યાયમય ચિત્ અહીં વસ્તુ છે. ૨૬૪
“અમૃત જ્યોતિ મહાભાષ્ય “આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય.” - શ્રીમદ્ રાજચંદ્રજી “સેવો ઈશ્વર દેવ જિ ઈશવરતા હો નિજ અદભુત વરી, તિરોભાવની શક્તિ, આવિરભાવે હો સહુ પરગટ કરી.” - શ્રી દેવચંદ્રજી ) એમ ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્ય વિભાગમાં જે વિવિધ અપૂર્વ આત્મશક્તિઓનું અભૂતપૂર્વ
અનન્ય પરમ અદ્ભુત વર્ણન કર્યું, તેના સારસમુચ્ચયરૂપ આ ઉપસંહાર ચિત્ વસ્તુ દ્રવ્ય પર્યયમય કળશ કાવ્યમાં ચિત્ વસ્તુ દ્રવ્ય - પર્યયમય છે એમ નિગમન કર્યું છે -
ત્યાઘનેનિનશવિત્તમુર્મિકવિ - ઈત્યાદિ અનેક નિજ શક્તિઓથી સુનિર્ભર' - સારી પેઠે નિર્ભર - પરિપૂર્ણ છતાં જે ભાવ “જ્ઞાનમાત્રમયતા’ - કેવલ શાનમયપણું નથી છોડતો - “જો જ્ઞાનમીત્રમયતાં ન નહાતિ ભાવ:', તે અહીં જગતને વિષે ક્રમ – “અક્રમથી” - કમથી - એક પછી એક “અક્રમથી' - યુગપત - એકી સાથે “વિવર્તિ” - વિવર્તતા - પલટાતા વિવાઁથી ચિત્ર' - નાના રૂપ એવી “એક' - અદ્વૈત દ્રવ્યપર્યયમય ચિત્ વસ્તુ છે - 9 શ્રમઝિમવિવર્તિવિવર્તીવિત્ર, તત્ દ્રવ્યપર્વયમ િિાતિ વસ્તુ ! ઈતિ યાવતું.
૮૬૦