________________
સમયસાર : આત્મખ્યાતિ
ભાવ હોય છે. આમ ભાવભાવ શક્તિ અભાવ અભાવ શક્તિ સાપેક્ષ છે અને અભાવ અભાવ શક્તિ ભાવ ભાવ શક્તિ સાપેક્ષ છે, એમ અનેકાંત રૂપ આ ભાવભાવ શક્તિ શક્તિ એ બે વિરુદ્ધ શક્તિનું યુગ્મ પ્રકાશે છે.
અભાવઅભાવ
આમ વિરુદ્ધ ધર્મત્વ શક્તિના અનુસંધાનમાં અનેકાંત દ્યોતક વિવિધ વિરુદ્ધ શક્તિ યુગ્મોનું પરમ અદ્ભુત અલૌકિક દર્શન અનેકાંતના પરમ રહસ્યવેત્તા પરમ પ્રજ્ઞાપારમિત અમૃતચંદ્રજીએ અપૂર્વ તત્ત્વ સંકલનાબદ્ધ શૈલીથી કરાવ્યું અને આમ સ્વરૂપ સાથે તદ્રુપમયપણું અને પરરૂપ સાથે અદ્ભૂપમયપણું છે એમ પ્રકાશતી વિરુદ્ધ ધર્મત્વ શક્તિ પરથી, પર સાથે એક નહિ એવો ‘અનેક’ (અન્ + એક) ‘અંત’ ધર્મ જ્યાં છે એવો પરમ પરમાર્થ રહસ્યભૂત અલૌકિક અનેકાંત પ્રકાશી, પરસ્પર બે વિરુદ્ધ ધર્મનું પ્રકાશન જ્યાં છે એવા અનેક ‘અંત' ધર્મ રૂપ અનેકાંતના ઘોતક તત્ત્વ - અતત્ત્વ એકત્વ - અનેકત્વ - ભાવ - અભાવ આદિ વિરુદ્ધ શક્તિ યુગ્મોના દર્શનથી દ્વિતીય અર્થમાં અનેકાંતનો ઉદ્યોત કરી, અનેકાંતના પરમ પુરસ્કર્તા અમૃતચંદ્રજી જ્ઞાનમાત્ર ભાવરૂપ આત્મ વસ્તુમાં જ આત્મગત ષટ્કારક સંબંધી શક્તિઓનું નિરૂપણ કરતાં પ્રથમ ષટ્કારકમાં પણ અનેકાંત પ્રયુક્ત કરે છે
-
૩૯-૪૦. કારકને અનુગત ક્રિયામાંથી અભિનિષ્ક્રાંત ભવન માત્રમયી ભાવશક્તિ છે, કારકને અનુગત ભવત્તા રૂપ ભાવગત ક્રિયામયી ક્રિયા શક્તિ છે. અર્થાત્ કારકને ‘અનુગત' - અનુગમન કરતી અનુસરતી ક્રિયામાંથી ‘અભિનિષ્પ્રાંત' - બ્હાર નીકળી ગયેલ એટલે કે કારકને અનુગત કોઈ ક્રિયા જ્યાં છે નહિ - અભાવ છે, એવી ‘ભવન માત્રમયી' - હોવાપણા માત્રમયી - પરિણમન માત્રમયી ભાવશક્તિ છે. આથી ઉલટું - કારકને ‘અનુગત’ - અનુગમન કરતી અનુસરતી ‘ભવત્તા રૂપ' ભવત્ પણા રૂપ હોતાપણા રૂપ ‘ભાવગત' - ભાવ સંબંધી ક્રિયામયી ક્રિયાશક્તિ છે. આમ ૮ ષકારક ક્રિયાનો જ્યાં અભાવ છે એવી ‘ભવન માત્રમયી' ભાવશક્તિ અને ષટ્કારક ક્રિયાનો જ્યાં સદ્ભાવ છે, એવી ‘ભવત્તા રૂપ’ ભવત્ પણા રૂપ ભાવ ક્રિયામયી ક્રિયા શક્તિ, એમ અનેકાંત દ્યોતક બે વિરુદ્ધ શક્તિનું યુગ્મ છે.
-
-
-
હવે જો આમ કારક અનુગત ભવત્તા રૂપ ભાવગત ક્રિયામયી ક્રિયાશક્તિ છે, તો તે ક્રિયાશક્તિ (૧) કર્મ, (૨) કર્તા, (૩) કરણ, (૪) સંપ્રદાન, (૫) અપાદાન અને (૬) અધિકરણ એ ષકારક પરત્વે કેવી પ્રક્રિયાથી પ્રવર્તે છે, તેનું આ અનુક્રમે પરમ પરમાર્થગંભીર નિરૂપણ કરતાં પરમ પરમાર્થદેષ્ટા અમૃતચંદ્રાચાર્યજી ષકારક શક્તિચક્ર પ્રકાશે છે
-
-
૪૧. ‘પ્રાપ્યમાણ’ – પ્રાપ્ત થઈ રહેલ સિદ્ધરૂપ ભાવમયી કર્મ શક્તિ છે, અર્થાત્ સિદ્ધ ભાવરૂપ - સિદ્ધપણા રૂપ કર્મ કરવાનું છે, તે સિદ્ધ રૂપ ભાવ જે ભાવ પ્રક્રિયા રૂપ કર્મ - કારક શક્તિથી પ્રાપ્ત થઈ રહ્યો છે - ‘પ્રાપ્યમાણ' છે, તે કર્મ શક્તિ છે.
-
-
ભવત્
ભાવકપણામયી તે કર્દૂ શક્તિ છે,
૪૨. ભવત્તા રૂપ સિદ્ધરૂપ ભાવની ભાવકત્વમયી ક શક્તિ છે. અર્થાત્ ‘ભવત્તા રૂપ’ પણા રૂપ હોતાપણા રૂપ સિદ્ધ રૂપ ભાવની ‘ભાવકત્વમયી' એટલે કે સિદ્ધપણા રૂપ ભાવ જે ભવત્ છે - થઈ રહ્યો છે, તેનું ભાવકપણું જે કર્તૃ - કારક શક્તિ કરે છે તે ક શક્તિ છે.
-
૪૩. ‘ભવદ્’ થઈ રહેલા - તતા ભાવના ‘ભવનની’ થવાપણાની સાધકતમત્વમયી' પરમ સાધકપણામયી કરણ શક્તિ છે. અર્થાત્ સિદ્ધ રૂપ ભાવ જે સધાઈ રહ્યો છે, તેનું ‘સાધકતમ’ પરમ સાદક - સાધન રૂપ જે કરણ કારક શક્તિ થઈ પડે છે તે, કરણ શક્તિ છે.
ગમન કરાવા
૪૪. સ્વયં ‘દીયમાન' દેવાઈ રહેલ ભાવથી ‘ઉપેયત્વમયી’ સાધ્યત્વમયી યોગ્ય પણામયી સંપ્રદાન શક્તિ છે. અર્થાત્ ‘સ્વયં’ - પોતે પોતાને દેવાઈ રહેલ સિદ્ધભાવનું ઉપેયપણું - સાધ્યપણું ગમન કરાવા યોગ્યપણું જેના પ્રત્યે - જે અર્થે છે એવી સંપ્રદાન - કારક શક્તિ તે કારક શક્તિ છે.
૮૫૮
-
-