________________
સમયસાર : આત્મખ્યાતિ
“ધર્મત્વની' - ધર્મપણાની શક્તિ છે. તે કેવી ? સ્વ - પરમાં જે સમાન છે અસમાન છે અને સમાનાસમાન છે એવા “ત્રિવિધ' - ત્રણ પ્રકારના ભાવોની ધારણાત્મિકા” - ધારણા રૂપા. અર્થાત્ ધર્મો ત્રણ પ્રકારના છે - (૧) સાધારણ - સ્વ – પર સર્વ દ્રવ્યોમાં જે “સાધારણ' - સામાન્ય - સમાન ભાવે રહેલા (Common to all) છે, જેમકે – નિત્યત્વ, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ. (૨) અસાધારણ - પદ્રવ્યમાં જે સાધારણ - સામાન્ય નથી - અસમાન (Extraordinary, Distinguished, special) છે, આમ માત્ર સ્વ દ્રવ્યમાં જ છે તે અસાધારણ ધર્મ છે. જેમકે - ચેતનત્વ એ આત્માનો અસાધારણ ધર્મ છે, તે એક માત્ર આત્મદ્રવ્યમાં જ છે, બાકી બીજા બધા કોઈ પણ પરદ્રવ્યમાં છે જ નહિ, (૩). સાધારણાસાધારણ - સ્વ - પર દ્રવ્યમાં જે સાધારણ - સામાન્ય - સમાન (common) પણ છે વા અસાધારણ - અસામાન્ય - અસમાન (uncommon) પણ છે. જેમકે - અમૂર્તત્વ ધર્મ સ્વ આત્મદ્રવ્યમાં પણ છે અને ધર્માધર્માદિ પરદ્રવ્યમાં પણ છે, પરંતુ પુદ્ગલ પરદ્રવ્યમાં નથી. આમ સ્વ - પરને જે સમાન - અસમાન - સમાનાસમાન ભાવો છે તેની ધારણાત્મિકા - ધારણા રૂપ સાધારણ - અસાધારણ - સાધારણાસાધારણ ધર્મત્વ શક્તિ છે. અત એવ -
૨૭. વિલક્ષણ અનંત સ્વભાવથી ભાવિત એક ભાવલક્ષણા અનંત ધર્મત્વ શક્તિ છે. આમ સાધારણાદિ વિવિધ - ત્રિવિધ ભાવ ધારણ રૂપા ધર્મત્વ શક્તિ છે, અત એવ “વિલક્ષણ” - વિવિધ વિચિત્ર વિશિષ્ટ લક્ષણવંતા અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ લક્ષણ છે જેનું એવી આ અનંત ધર્મત્વ શક્તિ છે. અર્થાત આ એકધર્મીમાં વિલક્ષણ સ્વભાવતા અનંત ધર્મો રહ્યા છે એવી આ અનંત ધર્મપણાની શક્તિ છે. અત એવ - - ૨૮. તરતદ્રુપમયત લક્ષણા વિરુદ્ધ ધર્મત્વ શક્તિ છે. ઉક્ત પ્રકારે વિચિત્ર અનંત ધર્મત્વ શક્તિ છે, અત એવ સ્વરૂપ સાથે તદ્રુપ અને પરરૂપ સાથે અતદ્રુપ એવું તદ્રુપમયપણું અને અતદ્રુપમયપણું લક્ષણ છે જેનું એવી તદ્રુપ - અતદ્રુપના બે વિરુદ્ધ ધર્મો જ્યાં છે તે આ વિરુદ્ધ ધર્મત્વ શક્તિ છે. અત એવ -
૨૯-૩૦. તદ્રુપ ભવન રૂપા તત્ત્વ શક્તિ છે - અતદ્રુપ અભવન રૂપા અતત્ત્વ શક્તિ છે. ઉપરોક્ત વિરુદ્ધ ધર્મત્વ શક્તિ છે એટલે કે પરસ્પર વિરુદ્ધ બે ધર્મોનું પ્રકાશન જ્યાં છે એવું અનેકાંત રૂપ વિદ્ધ ધર્મપણું છે, અત એવ બે પરસ્પર વિરુદ્ધ ધર્મો જ્યાં ઉલ્લસે છે એવા અનેકાંતના અનેક પ્રકારો રૂપ અનેક પરસ્પર વિરુદ્ધ શક્તિ યુગ્મો પ્રકાશે છે. તે શક્તિ યુગ્મો પૈકી કેટલાકને અત્ર બતાવ્યા છે, તે પૈકી પ્રથમ આ તત્ત્વશક્તિ - અતત્ત્વ શક્તિ છે - (૧) જે “તતુ' - તે છે “તદ્રુપ” - તતુ રૂપ - “તે રૂપ”, “ભવનની” - હોવાની - પરિણમવાની શક્તિ તે “તત્ત્વ શક્તિ’ - તતપણાની શક્તિ છે, (૨) જે “અતતુ” - તતુ છે નહિ - “અતદ્રુપ” - અતતુ રૂપ - તે રૂપે નહિ એવા “અભવનની' - નહિ હોવાની - નહિ પરિણમવાની શક્તિ તે “અતત્ત્વ શક્તિ - અતપણાની શક્તિ છે. અર્થાત્ જે સ્વરૂપ છે તે રૂપે હોવાની શક્તિ તે તત્ત્વ શક્તિ અને જે સ્વરૂપ છે નહિ - પરરૂપ છે તે રૂપે નહિ હોવાની શક્તિ તે અતત્ત્વ શક્તિ છે. આમ તત્ત્વ અતત્વ સાપેક્ષ છે ને અતત્ત્વ તત્ત્વ સાપેક્ષ છે - એમ અનેકાંત રૂપ આ તત્ત્વ શક્તિ - અતત્ત્વ શક્તિ બે વિરુદ્ધ શક્તિનું યુમ પ્રકાશે છે. અત એવ -
- ૩૧-૩૨. અનેક પર્યાયોમાં વ્યાપક એક દ્રવ્યમય રૂપા એકત્વ શક્તિ છે - એક દ્રવ્યથી વ્યાપ્ય અનેક પર્યાયમયત્વ રૂપા અનેકત્વ શક્તિ છે. ઉક્ત વિરુદ્ધ ધર્મત્વ શક્તિ છે અત એવ અનેકાંત દ્યોતક આ બીજું શક્તિયુગ્મ પ્રકાશે છે - (૩) અનેક પર્યાયોમાં વ્યાપક' - વ્યાપનાર એવું એક દ્રવ્ય જ્યાં છે તે એક દ્રવ્યમયપણા રૂપા એકત્વ શક્તિ છે, (૪) એક દ્રવ્યથી “વ્યાપ્ય” - વ્યાપાવા યોગ્ય એવા અનેક પર્યાયો જ્યાં છે તે અનેક પર્યાયમયપણા રૂપા અનેકત્વ શક્તિ છે. અર્થાત દ્રવ્ય છે તો તેનું દ્રવણ - પરિણમન હોવું જોઈએ એટલે કે દ્રવ્ય છે તો તેના પર્યાયો પણ છે, ને પર્યાયો છે તો તે કોઈ એક દ્રવ્યના દ્રવણ - પરિણમન રૂપ હોવા જોઈએ એટલે કે પર્યાયો છે તો તેનું આધાર ભૂત અધિષ્ઠાન રૂપ દ્રવ્ય પણ છે. આમ એક દ્રવ્ય અનેક પર્યાય - સાપેક્ષ છે ને અનેક પર્યાય એક દ્રવ્ય સાપેક્ષ છે એમ
૮૫૬