________________
સમયસાર ઃ આત્મખ્યાતિ શાનમાં જ્ઞાન પ્રતિચરિત જ મુનિઓનું શરણ એવા ભાવનો અમૃત સમયસાર કળશ (૫) અમૃતચંદ્રજી લલકારે છે -
शिखरिणी निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल, प्रवृत्ते नैष्कर्ये न खलु मुनयः सन्त्यशरणाः । तदा ज्ञाने ज्ञान प्रतिचरितमेषां हि शरणं, स्वयं विन्दन्त्येते परममृतं तत्र निरताः ॥१०४॥ નિષેધાતાં સર્વે સુકૃત દુરિતા કર્મ જ ખરે ! પ્રવચ્ચે નૈષ્ક ન જ અશરણા છે મુનિ ખરે ! તદા શાને જ્ઞાન પ્રતિચરિત એને શરણ 'હ્યાં, સ્વયં વિન્ટે એઓ પરમ અમૃત તત્ર નિરતા!
અમૃત પદ-૧૦૪ જ્ઞાન જ્ઞાનમાં પાછું ફરિયું, એજ અમૃત મુનિનું શરણું, ત્યાં નિરત સ્વયં તે વેદ, પરમ અમૃત જ્ઞાનનું ઝરણું... જ્ઞાન એજ મુનિનું શરણું. ૧ સર્વ સુકૃત દુષ્કૃત નિષેધ્ય, નૈષ્ણમ્ય પ્રવૃત્તિ વધે, મુનિઓ ન હોયે અશરણા, તે તો નિશ્ચય હોયે સશરણા... જ્ઞાન એજ. ૨ જ્ઞાન જ્ઞાનમાં પાછું ફરિયું, તે જ ત્યારે મુનિનું શરણું, ત્યાં નિરત સ્વયં તે વેદ, પરમ અમૃત જ્ઞાનનું ઝરણું... જ્ઞાન એજ. ૩ ભગવાન આતમ અમૃતચંદ્ર, વર્ષે કેવલ જ્ઞાન નિયંદ,
અનુભવ અમૃતરસી મુનિચંદ્ર, ભગવાન તે અમૃતચંદ્ર જ્ઞાન એજ. ૪ અર્થ - સર્વ સુકૃત - દુષ્કૃત કર્મ સ્કુટપણે નિષેધવામાં આવ્યું સતે, નૈષ્કર્મ (નિષ્કર્મપણું) પ્રવૃત્ત થયે મુનિઓ ખરેખર ! અશરણ છે જ નહિ, ત્યારે જ્ઞાનમાં પ્રતિચરિત (પાછું ફરેલું) જ્ઞાન એઓનું શરણ છે, ત્યાં નિરત એઓ સ્વયં પરમ અમૃત અનુભવે છે.
અમૃત જ્યોતિ મહાભાષ્ય “જ્ઞાનમય આત્મા જેમને પરમોત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયો અને જેમણે પરદ્રવ્ય માત્ર ત્યાગ કર્યું, તે દેવને નમન હો ! નમન હો !' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૬૩ . આમ શુભ-અશુભ સમસ્ત જ કર્મ યુક્તિથી અને આગમથી નિષેધવામાં આવ્યું, એટલે સતુ
જિજ્ઞાસ મુમુક્ષુ શિષ્યને સહજ આશંકા થાય છે કે - જે ઉક્ત પ્રકારે શાનમાં પ્રતિચરિત શાન એજ શુભ-અશુભ સર્વ કર્મના નિષેધથી કાંઈ કરવાપણું નહિ રહે, તો પછી નિષ્કર્મ મુનિનું શરણ મુનિઓ અશરણ બની જશે, શરણ-આશ્રય સ્થાન રહિત થઈ જશે, તેનો
ઉત્તર આ શિખરિણી વૃત્ત નિબદ્ધ કળશ કાવ્યથી આપતાં મહાકવિ અમૃતચંદ્રજીએ આત્મભાવોલ્લાસનું શિખર ચઢાવ્યું છે – નિષિદ્ધ સર્વનિ સુકૃતવૃત્તેિ નિ વિત્ત - એમ સર્વ સુકૃત - દુરિત કર્મ નિષિદ્ધ થયે', સમસ્ત સુકૃત-દુષ્કત શુભ-અશુભ પુણ્ય-પાપ કરણી રૂપ કર્મ નિષેધવામાં આવ્યું અને કંઈ કરવાપણું જ્યાં રહ્યું નથી એવું “નૈષ્કર્મે - નિષ્કર્મપણું - “અકર્મીપણું' પ્રવૃત્ત થયે – “પ્રવૃત્તિ વૈર્ચે મુનિઓ ખરેખર ! અશરણ છે નહિ – ર વતુ મુન: સત્ત્વશTI - કારણકે “તા' - ત્યારે તથારૂપ “મુનિ' - શુદ્ધોપયોગ દશા-સંપન્ન સાચા શ્રમણ રૂપ જ્ઞાની જેવા તે ઉચ્ચ
૩૬